Author: garvigujrat

ભારતે સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) અટકાવવાના તેના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે; ફેબ્રુઆરી 2026માં શરૂ કરાયેલા ‘રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાન’ હેઠળ અત્યાર સુધીમાં હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસીના 80 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ સિદ્ધિ જાહેર આરોગ્ય પ્રણાલી દ્વારા HPV રસીકરણના વિસ્તરતા વ્યાપને દર્શાવે છે અને કિશોરીઓ માટે નિવારક સ્વાસ્થ્ય સંભાળને મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે. રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2026માં કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ, સરકારી આરોગ્ય સુવિધાઓ પર વાલીઓની સંમતિ સાથે, 14 વર્ષની કન્યાઓને સ્વૈચ્છિક અને મફત સિંગલ-ડોઝ એચપીવી રસીકરણ પૂરું પાડવામાં આવે છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા (RGI) 2021ના અંદાજ મુજબ, લગભગ 1.2 કરોડ કન્યાઓ 14 વર્ષના બાળકોના વાર્ષિક…

Read More

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ થવા છતાં આંદોલન દરમિયાન થયેલા બનાવો અને લોકો પર થયેલા કથિત અત્યાચાર અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા જીગીશા પટેલે કર્યો છે. તેમણે જણાવ્યું કે આંદોલન દરમિયાન નિર્દોષ લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકોનાં મોત થયા હતા. જીગીશા પટેલના જણાવ્યા મુજબ, ગોળીબાર કરનાર અધિકારી સામે સસ્પેન્શન જેવી કાર્યવાહી કરવાને બદલે તેમને પ્રમોશન આપવામાં આવ્યું અને ત્યારબાદ બદલી કરવામાં આવી હતી. જીગીશા પટેલે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર મામલે સાક્ષીઓના નિવેદનો તેમજ વીડિયો સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવા…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાનો વહીવટ ખાડે ગયાની ફરિયાદો કરવામાં આવી રહી છે પરંતુ તેના નિકાલની દિશામાં કોઈ કામગીરી થતી નથી.સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારો, બેલદારોની ૫૦૦૦ ઉપરાંત જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરવામાં મ.ન.પા તંત્ર ઉદાસીનતા દાખવી રહેલ છે. કર્મચારીઓની બદલીની અરજીઓ લાંબા સમય સુધી પેન્ડિંગ છે. કર્મચારીઓના વાર્ષિક ઈજફા છોડવામાં આવતા નથી. મુકાદમ અને અન્ય કર્મચારીઓને ઉચ્ચત્તર પગારના લાભથી વંચિત રાખવામા આવી રહેલ છે. તેમજ વર્ગ-૪ ની જગ્યામાં બે-બે વખત તાલીમ પિરિયડ કેવી રીતે હોય શકે? ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કર્મચારીઓના વારસદારો રહેમરાહે નોકરી મેળવવા માટે સુરત મહાનગરપાલિકા ના મધ્યસ્થ મહેકમમાં જાય ત્યારે…

Read More

​(નીડર, નિષ્પક્ષ, અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ભારતની સુપ્રિમ કોર્ટે બંધારણના આર્ટિકલ ૧૪૨ નો ઉપયોગ કરીને એક રીટાયર્ડ કર્મચારીને રીટાયરમેન્ટ અને પેન્શન સાથે જોડાયેલા તમામ લાભો આપવાનો હુકમ કર્યો છે. નવાઈની વાત એ છે કે આ કર્મચારીએ બોગસ કોમ્યુનિટી સર્ટિફિકેટને આધારે ૨૫ વર્ષ સુધી નોકરી કરી હતી. જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ વિપુલ એમ પંચોલીની બેંચે જૂનીયર એન્જિનીયરની અપીલ સાંભળી હતી. ​૧૯૯૪ માં એમણે ' ટોકરેકોળી' અનુસૂચિત જનજાતિના કોમ્યુનિટી સર્ટિફિકેટને આધારે મુંબઈ કોર્પોરેશનમાં નોકરી મેળવી હતી. સ્ક્રુટીની કમિટીએ ૨૦૨૦ માં એમનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું હતું. ​બોમ્બે હાઈકોર્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને ત્યાર પછી કર્મચારી સુપ્રિમ કોર્ટમાં…

Read More

કરોડોની થઇ કમાણી કચ્છ રણોત્સવનો વધતો ક્રેઝ, દેશ-વિદેશના લાખો પ્રવાસીએ લીધી મુલાકાત એક વર્ષના સમયગાળા દરમિયાન કુલ ૧૦,૪૧,૬૯૪ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનું ઘરેણું ગણાતા કચ્છના રણ ઉત્સવમાં પ્રવાસીઓનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. કચ્છના સફેદ રણની સુંદરતા માણવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળ્યો છે. આજે વિધાનસભામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન કુલ ૧૦,૪૧,૬૯૪ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. જેમાં પ્રવાસીઓની આ સંખ્યા સતત વધી રહી છે, જે કચ્છના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ હકારાત્મક સંકેત છે. વર્ષ…

Read More

શરૂ કર્યું આંદોલન! માંડ માંડ મામલો થાળે પડ્યો પાકિસ્તાનની ક્રિકેટ ટીમને શરણાર્થી સમજી બેઠા લોકો ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી પાકિસ્તાનની અંડર-૧૯ ટીમને પોર્ટ્સમાઉથની મેરિયટ હોટેલમાં શરણાર્થી સમજી લેવાઈ ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાકિસ્તાનની સિનિયર ક્રિકેટ ટીમ ટેસ્ટ શ્રેણીમાં પોતાના નબળા પ્રદર્શનના કારણે ટીકાઓનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ તેમની અંડર-૧૯ ટીમને પણ ઇંગ્લેન્ડની ધરતી પર મોટી ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ અંડર-૧૯ સામે ૧ યુથ ટેસ્ટ અને ૪ યુથ વનડે મેચોની સીરિઝ રમવા પહોંચેલી પાકિસ્તાનની અંડર-૧૯ ટીમને સ્થાનિક લોકોએ શરણાર્થીઓનું જૂથ સમજી લીધું હતું, જેના પગલે ખેલાડીઓ જે હોટેલમાં રોકાયા હતા તેની બહાર પ્રદર્શનકારીઓની ભીડ જમા થઈ ગઈ…

Read More

રાજસ્થાન હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો દાદાની જમીન પર પૌત્રનો અધિકાર હોય કે નહીં? મહત્ત્વપૂર્ણ ર્નિણયમાં જણાવ્યું કે, દાદાની વસિયત વિનાની મિલકત પુત્રને મળે તો તે તેની અંગત મિલકત ગણાશે પિતાના જીવિત હોવા છતાં શું પૌત્ર દાદાની જમીન કે મિલકત પર પોતાનો હક દર્શાવી શકે? રાજસ્થાન હાઇકોર્ટે જમીન સંબંધિત એક અત્યંત મહત્ત્વપૂર્ણ કેસની સુનાવણી કરતી વખતે આ અંગે મોટો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર દાદાની મિલકત હોવાના આધારે જ પૌત્ર તેના પર પોતાનો જન્મસિદ્ધ કે પેતૃક અધિકાર દર્શાવી શકતો નથી. જાે દાદાનું અવસાન વસિયતનામું (વિલ) બનાવ્યા વિના થાય અને તેમની સંપત્તિ ‘હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬‘ની કલમ ૮ હેઠળ…

Read More

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું મને શરમ આવે છે, હું મુંબઈ-ગોવા હાઈવેના ઉદ્ધાટનમાં નહીં આવું પણજીમાં નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવેના પ્રોજેક્ટમાં થયેલા ભારે વિલંબને લઈને સીધું નિવેદન આપ્યું પણજીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવેના પ્રોજેક્ટમાં થયેલા ભારે વિલંબને લઈને સીધું નિવેદન આપ્યું છે. ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ હાઈવેના ઉદ્ઘાટનમાં તેઓ હાજર નહીં રહે. પ્રોજેક્ટ પૂર્ણ થવામાં અપેક્ષા કરતાં ઘણો વધુ સમય લાગી ગયો છે, જેના કારણે તેમને શરમ અનુભવાય છે. મુંબઈ-ગોવા હાઈવે મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેનો સૌથી મહત્વનો રોડ પ્રોજેક્ટ ગણાય છે. જાેકે, જમીન સંપાદન, ટેક્નિકલ પડકારો અને અન્ય કારણોસર તેનું…

Read More

મોદીએ દુનિયાને જણાવ્યું ભારતનું સ્પેસ મિશન ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન, ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ સ્પેસ સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેરિસમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ સ્પેસ સમિટ (International Space Summit) ને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી. પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ આ સમિટમાં આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, સદીઓથી અવકાશ (અંતરિક્ષ/સ્પેસ) આપણી કલ્પનાઓને પ્રેરિત કરતું આવ્યું છે અને આજે તે પૃથ્વી પર જીવ બચાવવામાં પણ મદદરૂપ બની રહ્યું છે. તેમણે કહ્યું કે, “અંતરિક્ષની સંભાવનાઓ અમર્યાદિત છે. આપણી જવાબદારી સામૂહિક છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

Read More

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ સાઈટ પર લોખંડનો સ્લેબ તૂટ્યો, ૧૫ શ્રમિકોને બચાવાયા ૧૨ શ્રમિક ઈજાગ્રસ્ત થયા હતા જેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે ૩ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા ગાંધીનગર શહેરના વ્યસ્ત કુડાસણ વિસ્તારમાં નવી બની રહેલી ‘બોસકી ધ એમ્પાયર’ નામની કોમર્શિયલ બાંધકામ સાઈટ પર બુધવારે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ એક ગંભીર દુર્ઘટના સજાર્ી હતી. અહીં બે યુનિટ વચ્ચે ઊભો કરવામાં આવી રહેલો લોખંડનો સ્લેબ અચાનક ધડાકાભેર નીચે તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. સવાર સુધીમાં તમામ ૧૫ શ્રમિકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. ૧૨ શ્રમિક ઈજાગ્રસ્ત થયા હતા જેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર…

Read More