- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
‘બોર્ડર ૨’ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રિલીઝ થશ.લોંગેવાલા અને જેસલમેર બાદ ‘બોર્ડર ૨’ હવે અમૃતસર પહોંચશે.‘ઘર કબ આઓગે’ પછી ‘જાતે હુએ લમ્હોં’ ગીતને મેગા આર્મી ઇવેન્ટ સાથે થશે લોન્ચ કરાશે.‘બોર્ડર ૨’ના મેકર્સ તેમનાં મ્યુઝિક લોન્ચને હવે નેશનલ ઇમોશનલ ઇવેન્ટનું સ્વરૂપ આપી રહ્યાં છે. લૌગેવાલા–જેસલમેરમાં ‘ઘર કબ આઓગે’ ગીતનાં ભવ્ય અને હૃદયસ્પર્શી લોંચ બાદ હવે ટીમ આગામી મેગા ઇવેન્ટ માટે અમૃતસરનાં ખસા વિસ્તારમાં પહોંચી રહી છે, જ્યાં ‘જાતે હુએ લમ્હોં – એ સોલફુલ રેન્ડિશન’ ગીતનું ભવ્ય લોન્ચ કરવામાં આવશે. સંદેસે આતે હૈ ગીતન નવા વર્ઝને અમુક કલાકોરમાં જ વ્યુઅરશિપના રેકોર્ડ તોડી નાંખ્યા હતા. લૌગેવાલા પોસ્ટ પર બીએસએફના જવાનોની હાજરીમાં ‘ઘર કબ…
ઇન્ટરવ્યુમાં ગુલઝારે બાળકો માટે લખવાના પોતાના પ્રેમની વાત કરી.ગુલઝાર ફરી એક વખત બાળકો માટે ગીત લખશે.મેઘના ગુલઝારની ‘દાયરા’ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.હિન્દી સિનેમાના દિગ્ગજ કવિ અને ગીતકાર ગુલઝાર ફરી એકવાર બાળકો માટે લખાણ તરફ વળ્યા છે. લાંબા સમય બાદ તેઓ એક બાળકોની ફિલ્મ માટે ગીતો લખી રહ્યા છે, જે વાત તેમના ચાહકો માટે ખુશખબર સમાન છે.બાળકો માટે લખાણ અંગે ગુલઝારે પોતાના પ્રેમની વાત કરતાં જણાવ્યું કે, બાળકોની દુનિયા નિર્દાેષતા, કલ્પનાશક્તિ અને સહજ આનંદથી ભરપૂર હોય છે. આવા વિષયો પર લખવું માત્ર સર્જનાત્મક અનુભવ નથી, પરંતુ તેમને પોતાને ફરી બાળક બનવાની તક પણ આપે…
ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના ૪ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા.ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ–૨૦૨૫માં વડોદરા સહિત ગુજરાતના યુવા કરાટે ફાઈટર્સે શાનદાર પ્રદર્શન કર્યુ.દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે તા. ૧ અને ૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાયેલી ચોથી ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ–૨૦૨૫માં વડોદરા સહિત ગુજરાતના યુવા કરાટે ફાઈટર્સે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપનું આયોજન કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતના નૉર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને નૉર્થ–ઇસ્ટ ઝોનમાંથી ઝોનલ સ્તરે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતેલા શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દેશભરના ટોચના ફાઈટર્સ વચ્ચે થયેલી આ ચેમ્પિયનશિપ…
પ્રદૂષણથી આરોગ્ય સમસ્યાઓની તકલીફ વધી.બાવળાના મેમર ગામમાં ગ્રોથપાથ પેટ્રોકેમ કંપનીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ.ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના ૨૦૨૧માં કરવામાં આવી હતી અને તેનું રજિસ્ટર્ડ એડ્રેસ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં છે.અમદાવાદના બાવળા તાલુકામાં આવેલા મેમર ગામમાં ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ગ્રામજનોનું જીવન અત્યંત કષ્ટમય બની ગયું છે. ગામની નજીકમાં જ કાર્યરત ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડકંપની દ્વારા ફેલાવાતા અતિશય અવાજ અને વાયુ પ્રદૂષણ સ્થાનિક લોકો, બાળકો અને પશુઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ કંપની, જે અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ તરીકે કાર્યરત છે, તેને ૨૦૨૨માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળી હતી, પરંતુ હવે ગ્રામજનોના આરોપ છે કે કંપની પર્યાવરણીય નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન…
ઉધનામાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ.ડાઇંગ મિલો કેમિકલયુક્ત પાણી છોડતું હોવાનો આરોપ.માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને સ્થાયી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે.સુરત શહેરના ઉધનામાં અમૃત નગરમાં સ્થાનિકો છેલ્લા કેટલાંક દિવસથી પીવાના પાણીના ગંદા આવવાની ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણી ગંદુ અને કલરયુક્ત આવી રહ્યું છે, જેના કારણે નાગરિકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોએ આ બાબતમાં મુખ્ય કારણ ગેરકાયદેસર ચાલતાં તપેલા ડાઇગમિલો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક લોકોના આરોપ અનુસાર આ ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલરયુકત પાણી છોડી દેવામાં આવે છે અગાઉ આવી સમસ્યા નોંધાઇ હતી, ત્યારે પણ પાલિકા દ્વારા માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને…
કોર્ટમાં અરજી દાખલ કરી ASI સર્વેની માંગ.અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો કરાયો.મહારાણા પ્રતાપ સેનાના પ્રમુખ રાજવર્ધન સિંહ પરમારે જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી સર્વેની માંગ કરી હતી.અજમેરની જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હતું અને સર્વેની માંગ કરવામાં આવી છે. આ અરજી મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજવર્ધન સિંહ પરમારે દાખલ કરી હતી. રાજવર્ધન સિંહ પરમારે કહ્યું કે, અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હતું અને બાદમાં તેને દરગાહમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. હું લાંબા સમયથી આ મુદ્દા સામે લડી રહ્યો છું. અગાઉ રાષ્ટ્રપતિને એક અરજી…
હવામાન વિભાગની આગાહી.ઉત્તરાયણ પર્વ પર પતંગબાજાે માટે ખુશખબર: પવનની ગતિ રહેશે સાનુકૂળ.૪-૧૫ જાન્યુઆરીના રોજ પવનની ઝડપ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા રહેલી છે.ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ૧૪ અને ૧૫ જાન્યુઆરીના રોજ રાજ્યમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે. હવામાન વિભાગ મુજબ, ૧૪-૧૫ જાન્યુઆરીના રોજ પવનની ઝડપ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જેમાં ૧૪મી જાન્યુઆરીએ પવન મુખ્યત્ત્વે ઉત્તર-પશ્ચિમ દિશાનો રહેશે. જ્યારે ૧૫મીએ પણ ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર ઝોનમાં પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે,…
પતંગ મહોત્સવમાં પહોંચ્યા મોદી અને જર્મન ચાન્સેલર.મોદીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો.૫૦ દેશોના ૧૩૫ થી વધુ વિદેશી મહેમાનો અને ભારતના ૧૩ રાજ્યોના ૬૫ પતંગોત્સવમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જેના બાદ બંને મહાનુભાવો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ કાઈટ ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે ત્રીજાે દિવસ છે. આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરી હતી અને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ૨૦૨૬ નો શુભારંભ કરાવ્યો. જર્મન ચાન્સલર ફેડરિક…
એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન.પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી.ધનખડને સોમવારે નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા.પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ ગત અઠવાડિયે બે વખત બેહોશ થયા હતા, ત્યારબાદ ડૉક્ટર તેમની સ્થિતિ ધ્યાને રાખીને હોસ્પિટલમાં દાખલ કરીને સ્ઇૈં સહિત અન્ય તપાસ કરાવવા માટેની ભલામણ કરી હતી. ૧૦ જાન્યુઆરીએ ધનખડ વોશરૂમ જતા સમયે બે વખત બેહોશ થઈ ગયા હતા. સોમવારે તેઓ નિયમિત તપાસ કરાવવા માટે એઈમ્સ પહોંચ્યા હતા, જાે કે ડૉક્ટરે સ્થિતિને જાેતા તત્કાલ દાખલ કરવાનો ર્નિણય…
કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગતી સુપ્રીમ.SC અને ST અનામતમાં ક્રીમી લેયરને લાભ ના મળવો જાેઈએ?.અરજદારો ઇચ્છે છે કે, સમૃદ્ધ લોકોને અનામતનો લાભ ના મળવો જાેઈએ, અને સુપ્રીમ કોર્ટે આવું કરવા માટે જરૂરી નિર્દેશો આપવા જાેઈએ.સુપ્રીમ કોર્ટે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટેની અનામતમાંથી ક્રીમી લેયરને બાકાત કરવાની માંગણી કરતી અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર તેમજ દેશના વિભિન્ન રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા જણાવ્યુ છે. આજે સોમવારે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલ અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે, ક્રીમી લેયરને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટેની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


