- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ માટે.રોહિત રોયે ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડીને ચમત્કાર સર્જી દીધો હતો. “મેં સાંભળ્યું છે કે હોલીવુડના કલાકારો પણ આવી જ ડાયેટ ફોલો કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે” : રોહિત.ઘણીવાર એવું જાેવા મળ્યું છે કે કલાકારો તેમના પાત્રોની ભીતરમાં પ્રવેશવા માટે કોઈપણ હદ સુધી જાય છે. રોહિત રોયે એક સમયે આવું જ કર્યું હતું. ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે અભિનેતાએ ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડ્યું. રોહિત ૨ ઓક્ટોબરે પોતાનો ૫૬મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. રોહિત રોયે આવું કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જાેકે, હવે અભિનેતાએ કહ્યું છે…
અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો સૌથી ફિટ કલાકાર ગણાય છે.મેં છેલ્લા ૨૦ વર્ષથી સાંજે ૬.૩૦ પછી કશું જ ખાધું નથી.તાજેતરમાં જ અક્ષય કુમારની ‘જાેલી એલએલબી ૩’ રિલીઝ થઈ છે, જેમાં તેની સાથે અર્શદ વારસી પણ લીડ રોલમા છ.અક્ષય કુમાર એક એવો હિરો છે, જેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ભલે ગમે તે પરિવર્તન આવ્યા હોય પરંતુ તેની તંદુરસ્તી માટેની શિસ્ત અને નિયમપાલનમાં ક્યારેય કોઈ ફરક પડતો નથી. હવે તો બધા જ જાણે છે કે તે સાંજે ૬.૩૦ વાગ્યા પછી કશું જ નહીં ખાવાનો કડક નિયમ પાડે છે. આ ઉપરાંત તે કોઈ પણ પાર્ટીમાં પણ કશું ખાતો નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે કબુલ્યું છે…
કેદારનાથ મંદિર પણ છ મહિના માટે રહેશે બંધ.બદ્રીનાથ ધામના કપાટ ૨૫ નવેમ્બરથી થશે બંધ.બદ્રીનાથ ધામના કપાટ ૨૫ નવેમ્બરના રોજ સાંજે ૨.૫૬ વાગ્યે બંધ થશે. નવેમ્બરમાં શરૂ થઈ રહેલી શિયાળાની સીઝનમાં બદ્રીનાથના કપાટ બંધ થશે. જેના માટે ૨૧ નવેમ્બરથી પંચ પુજાઓ શરૂ થશે. આ સિવાય કેદારનાથના કપાટ ૧૮ નવેમ્બરના રોજ બંધ થશે. વિજયાદશમીના પર્વ પર ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં પંચાંગની ગણના અનુસાર તારીખ જાહેર કરી છે. વિજયાદશમીના શુભ પ્રસંગે, મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પંચાંગ ગણતરીઓના આધારે ભગવાન તુંગનાથના શિયાળામાં દરવાજા બંધ કરવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. દેવરા માટે પ્રસ્થાન ૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ થશે. આ પછી, ૬ નવેમ્બર ૨૦૨૫ ના…
મને બદનામ કરવાના પ્રયાસો : સાનૂ.પૂર્વ પત્ની પર ભડક્યાં સિંગર કુમાર સાનૂ, મોકલી લીગલ નોટિસ.પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે કુમાર સાનુ અને તેમની બહેનોએ તેમને ત્રાસ આપ્યો હતો.છેલ્લા કેટલાક દિવસોમાં કુમાર સાનુની પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યએ વિવિધ પોડકાસ્ટમાં સિંગર વિશે અનેક દાવા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કુમાર સાનુ અને તેમની બહેનોએ તેમને ત્રાસ આપ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કુમાર સાનુની બહેને તેમને ગર્ભપાત કરાવવા માટે કંઈક ખવડાવ્યું હતું. કુમાર સાનુ હવે આ આરોપોથી ગુસ્સે થયા છે અને તેમણે તેમની પૂર્વ પત્ની વિરુદ્ધ કાનૂની નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુમાર સાનુએ તેમની…
UNમાં ભારતની પાક.ને ફિટકાર.માનવાધિકારોને લઈને સૌથી ખરાબ રેકોર્ડ વાળો દેશ ગણાવ્યો.ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનને અરીસો બતાવ્યા.ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. ભારતીય રાજદૂત મોહમ્મદ હુસૈને બેઠકમાં કહ્યું કે, ‘આ વિડંબના છે કે પાકિસ્તાન જેવો દેશ માનવાધિકારો પર બીજાઓને જ્ઞાન આપવાની હિંમત કરે છે, જ્યારે તેના પોતાના જ દેશમાં લઘુમતીઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. પાકિસ્તાને જુઠાણું ફેલાવવાને બદલે પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવી જાેઈએ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોને અટકાવવા જાેઈએ.’ ભારતે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (ેંદ્ગૐઇઝ્ર) ના ૬૦મા સત્રમાં માનવાધિકારના મુદ્દાઓ પર પાકિસ્તાનના પાખંડનો પર્દાફાશ કર્યો. ભારતે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારને ઉજાગર…
રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર.ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડો.લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોલંબિયામાંથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોલંબિયામાંથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. લોકશાહીમાં વિવિધ વિચારોને સમાવિષ્ટ કરવા જાેઈએ. રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર પણ સ્પષ્ટતા આપી હતી. નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારત માટે સૌથી મોટો ખતરો “લોકશાહી પર હુમલો” છે. કોલંબિયાની ઈૈંછ…
દેશવાસીઓને દશેરાની પાઠવી શુભેચ્છા PM મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધી – લાલ બહાદુર શાસ્ત્રીને આપી શ્રદ્ધાંજલિ.આ અવસરે કેન્દ્રીય મંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને અન્ય અધિકારીઓ રાજઘાટ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આજે ૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૬મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ૧૨૧મી જન્મજયંતિના અવસરે દેશભરમાં અહિંસા, સત્ય અને દેશભક્તિના સંદેશાઓ ગુંજી રહ્યા છે. ઉપરાંત આજના દિવસે લોકો વિજયાદશમી અથવા દશેરાની ઠેરઠેર ઊજવણી કરી રહ્યા છે, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને અન્ય મહાનુભાવો સાથે દિલ્હીના રાજઘાટ અને વિજય ઘાટ ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સાંજે…
વડોદરામાં એલઆઇસીના નિવૃત્ત.અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરીને ભેજાબાજાેએ તેર લાખ પડાવ્યા.સીબીઆઇ અને ઇડીના નામે આપી હતી ધમકી : જામીન માટે દસ લાખ ભરવા પડશે તેમ જણાવ્યુ હતુ. વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં રહેતા એલઆઇસીના નિવૃત્ત ૭૩ વર્ષીય અધિકારીને ડિજિટલ એરેસ્ટના નામે દમદાટી આપી ઠગોએ તેર લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાનું બનાવો બનતા તેમણે પોલીસને જાણ કરી છે.નિવૃત્ત અધિકારીએ પોલીસને કહ્યું છે કે, ગત તારીખ ૨૩મી એ બપોરે મને વિશાલ શર્મા નામના ટેલીફોન ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે ફોન આવ્યો હતો અને નવ નંબરનું બટન દબાવવા કહ્યું હતું. જે બટન દબાવતા મને સામેથી કહેવાય હતું કે તમારી સામે એફઆઇઆર થઈ છે અને દિલ્હીથી ખરીદેલા આ સીમ…
પૂર્વ મુખ્યમંત્રીનો આક્ષેપ.લોકોને બળજબરીથી રાષ્ટ્રગીત માટે ઊભા કરવામાં આવે છે: મહેબૂબા.જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રગીત દરમિયાન ઊભા નહીં થવાના મામલામાં પોલીસે ૧૫ યુવકોની અટકાયત કરી છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રગીત દરમિયાન ઊભા નહીં થવાના મામલામાં પોલીસે ૧૫ યુવકોની અટકાયત કરી છે. આ ઘટનાને પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મેહબૂબા મુફ્તીએ વખોડી કાઢી છે. આ સાથે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કાશ્મીરમાં લોકોને બળજબરીથી, અહીં સુધી કે બંદૂકની અણીએ રાષ્ટ્રગીત માટે ઊભા કરવામાં આવી રહ્યા છે.પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના વડા મુફ્તીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપે પરિસ્થિતિ જ એવી પેદા કરી છે કે લોકોને રાષ્ટ્રગીત માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. જ્યારે હું સ્ટુડન્ટ…
US-ઇરાક વચ્ચે ગત વર્ષે સમજૂતી થઈ હતી.અમેરિકાએ ઈરાકમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચવાનું શરૂ કર્યું.વોશિંગ્ટન એક ‘જવાબદાર પરિવર્તન’ સુનિશ્ચિત કરવા માટે બગદાદ અને ગઠબંધનના સહયોગીઓ સાથે ઘનિષ્ઠ સમન્વય જાળવી રાખશ.ઇરાકના સદ્દામ હુસૈનના શાસનને ઉથલાવવામાં અમેરિકાની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ દરમિયાન હવે ગત વર્ષે ઇરાકની સરકાર સાથે થયેલા એક કરાર અંતર્ગત અમેરિકાએ ઇરાકમાં પોતાનું સૈન્ય મિશનને ઓછું કરવાની કવાયત શરૂ કરી દીધી છે, તેમ અધિકારીઓએ જણાવ્યું છે. ઇસ્લામિક સ્ટેટ જૂથ સામે લડવા માટે અમેરિકાના નેતૃત્વમાં એક સૈન્ય ગઠબંધન કરવામાં આવ્યું હતું. આમાં વર્ષ ૨૦૨૪માં થયેલા એક કરાર અનુસાર અમેરિકાએ ઈરાકમાંથી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાના સૈન્યને હટાવવાની બાબત સામેલ હતી. આ સાથે જ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



