- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
ક્રાઈમ બ્રાન્ચનું ‘માસ્ટરપ્લાન‘ ઓપરેશન.બોડકદેવના ધ વિશ સ્પા માં ચાલતો દેહવ્યાપારનો ધંધો પકડાયા.સ્પા ચલાવતા ૩૦ વર્ષીય ભૂપેન્દ્ર રાજપૂતની અટકાયત કરવામાં આવી છે તે છેલ્લા દોઢ વર્ષથી આ સેન્ટર ચલાવતો હતો.અમદાવાદ શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એ ‘ધ વિશ સ્પા‘ પર દરોડો પાડીને સ્પાના સંચાલકની ધરપકડ કરી છે અને પાંચ મહિલાઓને નર્ક જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવી છે. મળતી માહિતી અનુસાર, બોડકદેવમાં આવેલા આ સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એક ચોકસ પ્લાન ઘડ્યો હતો. પોલીસે એક…
નોકરીનું નકલી નેટવર્ક.ગુજરાતમાં EDના દરોડાથી કૌભાંડીઓમાં ફફડાટ.વિશ્વાસ જીતવા માટે સરકારી સિક્કા અને લેટરપેડવાળા આબેહૂબ નકલી એપોઈન્ટમેન્ટ લેટર પધરાવી દેતી હતી.ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતીઓમાં અનિયમિતતાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે, પરંતુ હવે આ બાબતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સીધી કાર્યવાહી હાથ ધરતા મોટો ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં રેલવે અને અન્ય સરકારી કચેરીઓમાં નોકરી અપાવવાના બહાને ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવા માટે ED દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ નકલી કોલ લેટર બનાવીને બેરોજગાર યુવાનો સાથે કરવામાં આવેલી લાખો રૂપિયાની છેતરપિંડી હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ગેંગ સક્રિય…
શંકર જેઠવાણી નામના વેપારીની બર્થ ડે નિમિત્તે તેણે પાર્ટી રાખી.બર્થ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતાં આઠ વેપારી પકડાયા.પોલીસ પહોંચી ત્યારે ટેબલ ખુરશી અને બેડ ઉપર મહેફિલ માણતા હતા.વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ પીએમ રિજન્સીના રૂમમાંથી બર્થ ડે નિમિત્તે દારૂની પાર્ટી માણતા આઠ વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસે દારૂની ત્રણ બોટલ અને ઠંડા પીણાની એક બોટલ સહિતની ચીજ વસ્તુઓ કબજે કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા વેપારીઓ મોબાઈલ શોપ તેમજ રીપેરીંગનું કામ કરે છે. શંકર જેઠવાણી નામના વેપારીની બર્થ ડે નિમિત્તે તેણે પાર્ટી રાખી હતી અને અજય સુખવાણીએ રૂમ બુક કરી હતી. અજયના કહ્યા મુજબ શંકરે દારૂની બોટલ…
અમદાવાદની ઉદગમ અને મુક્તજીવન સ્કૂલની ઘટના.RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ.આ મામલે ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.અમદાવાદની ઉદગમ અને મુક્તજીવન સ્કૂલ વિવાદમાં આવી છે અને RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વાલીઓ દ્વારા, સવારની પાળીમાં આવેલા RTE ના બાળકોને નો એન્ટ્રી આપવામાં આવતી હોવાની વાત સામે આવી છે. આ બન્ને સ્કૂલોમાં વધુ ફી માટે દબાણ કરાતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે અને જન સંવાદ પોર્ટલમાં ૨૦૦થી વધુ ફરિયાદ વાલીઓની આવી છે અને અન્ય જિલ્લાઓની સ્કૂલોમાં પણ મતભેદનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી…
ભારતીય મહિલાનું રેસ્ક્યૂ.યમનમાં ગૃહ યુદ્ધ : સાઉદી-ેંUAEના ઘર્ષણ વચ્ચે ૪૦૦ પર્યટક ફસાયા.યમનમાં ગૃહ યુદ્ધ : સાઉદી-ેંછઈના ઘર્ષણ વચ્ચે ૪૦૦ પર્યટક ફસાયા.યમનમાં સાઉદી અરેબિયા સમર્થિત સરકાર અને યુએઈ સમર્થિત અલગતાવાદી જૂથો વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષના કારણે સ્થિતિ ભયજનક બની છે. સામે સામે હુમલા અને હિંસાઓ થતા અનેક પ્રયટકો ત્યાં ફસાયા છે. આ હિંસા વચ્ચે યમનના સોકોત્રા ટાપુ પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફસાયેલી ભારતીય નાગરિક રાખી કિશન ગોપાલને ભારત સરકાર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. યમન સ્થિત ભારતીય મિશનના જણાવ્યા અનુસાર, રાખી કિશન ગોપાલને સાતમી જાન્યુઆરીના રોજ એક વિશેષ યમેનિયા ફ્લાઈટ દ્વારા જેદ્દા મોકલવામાં આવી છે. જેદ્દામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના…
દેશભરમાં ઠંડીની અસર ઝડપથી વધી રહી છે.પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર.છેલ્લા ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું.દેશભરમાં ઠંડીની અસર ઝડપથી વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું. ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર મધ્ય પ્રદેશમાં તાપમાન ૦ થી ૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા વિસ્તારોમાં તાપમાન ૫ થી ૧૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું. દેશના ઘણા ભાગોમાં સતત ઘટી રહેલા તાપમાન અને શીત લહેરને કારણે ઠંડીની અસર દરરોજ વધુ તીવ્ર બની રહી…
હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી.૧૨ જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે.રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં જાેવા મળી રહ્યું છે : ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ શહેર છે.રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અનેક શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં જાેવા મળી રહ્યું છે. ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ શહેર છે. હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ ઠંડીનો ચમકારો વધશે. આજથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ જશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યના નાગરિકોએ આગામી ૧૨ જાન્યુઆરી…
ખાસ થીમ પર હશે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ.સાબરમતી રિવરફ્રન્ટ પર ઉભી કરાઈ હેરિટેજ પોળ.પોળનો અનુભવ થઈ શકે એ માટે જૂના દરવાજા, જૂની બારી, જુના પિલ્લર જેવા લાકડાના મટીરીયલો નો ઉપયોગ કરાયો.હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદમાં આ વર્ષનો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ કંઈક અલગ અને ખાસ બની રહેશે. જી હા…દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જાેવા મળશે. આ વખતના કાઈટ ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે. અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ…
૫૦ હજારના બોન્ડ પર મુક્તિ.સુરત બિટકોઈન કેસ : પૂર્વ MLA નલિન કોટડિયાને હાઈકોર્ટે આપ્યા જામીન.સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ૧૭૬ બિટકોઇન ટ્રાન્સફર કરવા અને ૩૨ કરોડની ખંડણી માગવાનો ગુન્હો હતો.સુરતના બહુચર્ચિત બિટકોઈન ખંડણી કેસમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે તેમને ૫૦,૦૦૦ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપવાનો આદેશ કર્યો છે. વર્ષ ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી કરોડોની કિંમતના ૧૭૬ બિટકોઈન બળજબરીથી ટ્રાન્સફર કરાવવાનો અને ૩૨ કરોડની ખંડણી માંગવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. આ…
૭ ચોગ્ગા, ૫ છગ્ગા, ૧૫ બોલમાં ફિફ્ટી…લિસ્ટ છ ક્રિકેટમાં સરફરાઝ ખાનની ઐતિહાસિક બેટિંગ.મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચ રોમાંચક રહી, જ્યાં પંજાબે મુંબઈને સ્તબ્ધ કરીને ૧ રનથી જીત મેળવી.વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬માં ગુરુવારે મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચ અત્યંત રોમાંચક રહી, જ્યાં પંજાબે મુંબઈને સ્તબ્ધ કરીને માત્ર ૧ રનથી જીત મેળવી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મુંબઈ આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ પંજાબના બોલરોએ અંતિમ ક્ષણોમાં મેચનું પાસું પલટી નાખ્યું. આ હારને કારણે મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનનું ઐતિહાસિક અર્ધશતક પણ વ્યર્થ ગયું. તેણે પંજાબ સામે માત્ર ૧૫ બોલમાં ફિફ્ટી ફટકારી હતી, જે લિસ્ટ-એ ક્રિકેટમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


