- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
પાણીપૂરીનાં પાણી-ચટણી વગેરેનાં નમૂના લેવાની ઝુંબેશ પૂરજાેશમાં.જગ-કેરબામાં પાણી ભરી વેચનારાઓએ ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે.ટૂંક સમયમાં ડોઝર નહિ લગાવાય તો ધંધાનાં સ્થળોને સીલ મારવામાં આવશે તેમ સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી.શહેરમાં પીવાનાં પાણી થકી ફેલાતાં રોગચાળાને ડામવાનાં પ્રયાસોનાં ભાગરૂપે મ્યુનિ. હેલ્થ અને ફૂડ વિભાગે પાણીના કેરબા-જગનો ધંધો કરનારાઓએ તેમનાં ધંધાનાં સ્થળે પાણીને બેક્ટેરીયા મુક્ત બનાવવા માટે ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે, અન્યથા તેમનાં ધંધાનાં સ્થળને સીલ મારી દેવાશે.મ્યુનિ. સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન દેવાંગભાઇ દાણીની ઉપસ્થિતિમાં ડે.કમિશનર ભરતભાઇ પરમાર તથા હેલ્થ ઓફિસર ભાવિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાણીનાં જગ-કેરબાનાં ધંધાર્થીઓ સાથે ઝોનવાઇઝ બેઠક યોજવામાં આવી હતી, જેમાં અમુક ધંધાર્થીઓએ તેમનાં આરઓ પ્લાન્ટમાં ક્લોરીનેશન સિસ્ટમ…
પત્નીને ફોજદારી ગુનામાંથી મુક્ત કરવા હાઈકોર્ટનો હુકમ.લગ્નજીવનમાં મતભેદ વચ્ચે પત્નીને ગર્ભ રાખવા મજબૂર ન કરી શકાય: દિલ્હી HC .સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં લગ્નજીવનમાં મતભેદની સ્થિતિમાં મહિલાને ગર્ભપાત કરવાના અધિકારને મંજૂરી આપી છે.લગ્નજીવનમાં મતભેદની સ્થિતિમાં કોઈપણ મહિલાને ગર્ભ રાખવા માટે મજબૂર કરી શકાય નહીં તેમ દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે સેશન્સ કોર્ટના ચુકાદાને પલટતા એક ર્નિણયમાં જણાવ્યું હતું. કોર્ટે આને મહિલાની શારીરિક ગરિમાનું ઉલ્લંઘન તથા માનસિક આઘાતને પ્રોત્સાહિત કરનારું ગણાવ્યું હતું. આ મામલે પતિથી અલગ રહેતી પત્ની, જેણે ૧૪ અઠવાડિયાના ગર્ભનો તબીબી રીતે ગર્ભપાત કરાવતા, તેને કોર્ટે ફોજદારી કેસમાંથી મુક્ત કરી હતી.દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે, લગ્નજીવનમાં મતભેદની સ્થિતિમાં એક મહિલાને ગર્ભાવસ્થા ચાલુ રાખવા…
ટ્રમ્પની સોશિયલ મીડિયા પર જાહેરાત.વેનેઝુએલા બાદ વધુ એક પાડોશી દેશમાં જમીની હુમલા કરશે અમેરિકા.અમેરિકન પ્રમુખ પહેલા પણ ઘણી વખત મેક્સિકોમાં અમેરિકાની સેનાની ભૂમિકાની વાત ઉઠાવી ચૂક્યા છે.વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી બાદ, હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાડોશી દેશ મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ્સ વિરુદ્ધ જમીની કાર્યવાહી (લેન્ડ સ્ટ્રાઈક) શરૂ કરવાની જાહેરાત કરી છે. પ્રમુખ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે મેક્સિકો પર ડ્રગ તસ્કરોનું રાજ છે, જેઓ દર વર્ષે અમેરિકામાં ૩,૦૦,૦૦૦ લોકોના મોત માટે જવાબદાર છે. આ જાહેરાત બાદ અમેરિકા અને મેક્સિકો વચ્ચે તણાવ વધવાની પૂરી સંભાવના છે.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં લખ્યું, “અમે હવે ડ્રગ તસ્કરો…
૪૫નાં મોત; ટ્રમ્પની ધમકી બાદ એરપોર્ટ, ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ.ઈરાનના ૧૦૦ શહેરોમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શનો : પોલીસકર્મીની ચાકુ મારીને હત્યા.અમેરિકી હ્યુમન રાઇટ્સ એજન્સી અનુસાર, પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૪૫ લોકો માર્યા ગયા છે, જેમાં ૮ બાળકોનો સમાવેશ થાય છે.ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ ૧૦ દિવસથી ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ગુરુવારે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી. દેશભરમાં ૧૦૦થી વધુ શહેરોમાં પ્રદર્શનો થયા છે.પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા, આગ લગાડી. લોકોએ “ખામેનેઈને મોત” અને “ઇસ્લામિક રિપબ્લિકનો અંત થયો” જેવા નારા લગાવ્યા. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીના સમર્થનમાં રહ્યા. તેઓ ‘આ છેલ્લી લડાઈ છે, શાહ પહેલવી પાછા ફરશે’ના નારા લગાવી રહ્યા…
પ્રિયંકાની વધુ એક સિરીઝ પ્રાઇમ વીડિયો પર આવશે.પ્રિયંકાની પાઇરેટ એડવેન્ચર ફિલ્મનું ટીઝર લોંચ થયું.થોડાં વખત પહેલાં પ્રિયંકાએ પણ ધ બ્લફના સેટ પરથી તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.પ્રિયંકા ચોપરા ફ્રેન્ક ઇવાન ફ્લાવર્સ જુનિયર સાથે પાઇરેટ એડવેન્ચર ફિલ્મ ‘ધ બ્લફ’ પર કામ કરી રહી છે. આ ફિલ્મ ફેબ્રુઆરીમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. તેનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો હતો, પ્રિયંકાએ પણ આ ફિલ્મના કેટલાક સીન માટે ખાસ મહેનત કરી તે અંગે પણ વાત કરી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા એર્સેલ બોડનનો રોલ કરી રહી છે, જે એક સમુદ્રી લૂંટારાના રોલમાં છેય બ્લફમાં તેની સાથે કાર્લ…
મામુટ્ટીની ફિલ્મ બ્રહ્મયુગમે ઇતિહાસ સર્જ્યો.મામુટ્ટીની બ્રહ્મયુગમને ઓસ્કાર એકેડેમીમાં સ્થાન મળ્યું.એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ લોસ એન્જલસ ખાતે ૧૨ ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરાશે.મામુટ્ટીની ફિલ્મ બ્રહ્મયુગમે ઇતિહાસ સર્જ્યાે છે. આ ફિલ્મ એવા સ્થાને પહોંચી રહી છે, જે ઘણા ફિલ્મમેકર્સનું સપનું હોય છે. એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ લોસ એન્જલસ ખાતે ૧૨ ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું છે. ‘વેર ધ ફોરેસ્ટ મીટ્સ ધ સી’ નામના એક ખાસ વિભાગમાં આ ફિલ્મનું સ્કીનિંગ થવાનું છે. ઓસ્કારના મ્યુઝિયમમાં પહેલી વખત મામુટ્ટીની કોઈ ફિલ્મ પહોંચી હોય એવી ઘટના બની છે. ફિલ્મના ડિરેક્ટર રાહુલ સદાશિવને આ બાબત પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું,…
વિકીના દિકરાના નામ સાથે ઉરી કનેક્શન બહાર આવ્યું.કેટરિના અને વિકી કૌશલે દિકરાનું નામ જાહેર કર્યું.૨૦૧૯માં આવેલી વિકી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં તેનું નામ વિહાન હતું.સપ્ટેમ્બર ૨૦૨૫માં એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફે જાહેર કર્યું હતું કે તેમને ત્યાં પહેલું બાળક આવવાનું છે. આ સારા સમાચાર સાથે તેમણે એક પોલરોઈડ ફોટો પણ શેર કર્યાે હતો, સાથે વિકી કેટરિનાના બૅબી બમ્પ સાથે પોઝ આપતો પણ દેખાયો હતો. ત્યાર પછી ૭ નવેમ્બરે તેમનાં પહેલાં બાળકનો જન્મ થયો હતો. તેમને ત્યાં દિકરાનો જન્મ થયો હતો, જેનું નામ આ દંપતિએ બુધવારે જાહેર કર્યું હતું. તેમનો દિકરો બે મહિનાનો થતાં વિકી અને કેટરિનાએ સોશિયલ…
તાપસીુએ આઉટસાઇડર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પોતાની સફરની વાત કરી.મેં મારું પોતાનું અલગોરિધમ બનાવ્યું છે : તાપસી પન્નુ.તાપસીએ પિંક, ધ ગાઝી એટેક, મુલ્ક, મનમર્ઝિયાં, મિશન મંગલ, સાંડ કી આંખ, હસીન દિલરુબા અને ડંકી જેવી ફિલ્મ કરી છે.તાપસી પન્નુ છેલ્લા ૧૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, તે ઇન્ડસ્ટ્રીમાં કોઈની ઓળખાણ કે પરિવારના સહકાર વિના ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. તેણે આવતાં પહેલાં જ સ્વીકારી લીધું હતું કે તેના માટે કશું સહેલું નહીં હોય. પરંતુ તેને વિશ્વાસ હતો કે તે પોતાના વિચાર સ્પષ્ટ રાખશે અને પોતાનાં ર્નિણય પર દૃઢ રહેશે તો તે પોતાની કૅરિઅરને લાંબા ગાળે એક વારસો બનાવી શકશે.તેણે આ વર્ષાેમાં લોકપ્રિય અને વિચારપ્રેરક…
ઉત્તરાયણ પર મોંઘવારીનો આકાશી પેચ.અમદાવાદના જમાલપુર સહિતના પતંગ બજારોમાં તેજી જાેવાઇ.પતંગની કોડી પહેલા ૮૦ રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ અત્યારે ૧૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે.ગુજરાતનો લોકપ્રિય પર્વ ઉત્તરાયણ નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદના જમાલપુર સહિતના પતંગ બજારોમાં તેજી જાેવા મળી રહી છે, પરંતુ આ વર્ષે પતંગરસિયાઓને પર્વની ઉજવણી મોંઘી પડશે. હોલસેલ વેપારીઓના મતે, પતંગના ભાવમાં ગત વર્ષ કરતા ૩૦ ટકા જેટલો વધારો થયો છે. આ વધારા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે: પ્રથમ, સરકારે પેપર પર ય્જી્ ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કર્યો છે. બીજું, ચાલુ વર્ષે ચોમાસું પાંચ મહિના જેટલું લંબાયું હોવાથી પતંગનું ઉત્પાદન ઘટ્યું છે. ત્રીજું,…
મ્યુનિસિપલ કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી.અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર સામે AMC ની કાર્યવાહી.૫.૯૭ કરોડની ૧૬ મિલકતોની હરાજી કરી રૂ. ૧ ના ટોકન ભાવે કબજાે મેળવ્યો.અમદાવાદ શહેરમાં લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આનાકાની કરતા મિલકતધારકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના ઉત્તર અને મધ્ય ઝોનની કુલ ૧૬ મિલકતોની હરાજી કર્યા બાદ, કોઈ ખરીદનાર ન મળતા અંતે કોર્પોરેશને માત્ર રૂ. ૧ ના ટોકન ભાવે આ તમામ મિલકતો પોતાના હસ્તક કરી લીધી છે. આ કાર્યવાહી અંતર્ગત લાંબા સમયથી બાકી રહેલી પ્રોપર્ટી ટેક્સની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલી મિલકતો સામે હરાજીની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે, જેના માધ્યમથી ટેક્સ વસૂલાત અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


