Author: garvigujrat

અમદાવાદમાં મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ થયારાજદીપ ડ્રીમ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા ‘ઓશનિક સ્પા‘માં પૈસાના બદલામાં ગ્રાહકોને જાતીય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છઅમદાવાદના મણિનગર વિસ્તારમાં બોડી મસાજ પાર્લરની આડમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ દેહવ્યાપારના રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પર્દાફાશ કર્યો છે. સોમવારે સાંજે ‘ઓશનિક સ્પા‘ પર પાડવામાં આવેલા દરોડામાં પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી હતી અને અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવેલી પાંચ મહિલાઓને બચાવી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છૐ્ેંને બાતમી મળી હતી કે મણિનગરના કાંકરિયા તળાવ પાસે આવેલા રાજદીપ ડ્રીમ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા ‘ઓશનિક સ્પા‘માં પૈસાના બદલામાં ગ્રાહકોને જાતીય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ બાતમીના…

Read More

સોનાના વાયદામાં રૂ.449 અને ચાંદીના વાયદામાં રૂ.1635નો ઘટાડોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.99 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.26661.36 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.83808.28 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.21246.07 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28404 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.110471.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26661.36 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.83808.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.1.02 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.70 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 28404 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં…

Read More

દયા ડોંગરના કરિયરની શરૂઆત તો સંગીતથી થઈ હતી. ખ્યાતનામ મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું અવસાન.માયાબાપ, ખટ્યાલ સાસુ નાથલ સૂન, ઉમ્બાર્થ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો અને ટીવી સિરિયલમાં અભિનય કરી ચૂક્યા હતાંફિલ્મ અને ટીવીજગતના જાણીતા અભિનેતા સતીશ શાહના નિધન બાદ ફિલ્મજગત માટે ફરી દુ:ખદ સમાચાર આવ્યા છે. જાણીતી મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું ૮૫ વર્ષની ઉંમરે નિધન થયું છે.વૃદ્ધાવસ્થાને કારણે તેઓ નાદુરસ્ત રહેતા હતા, આજે તેમણે આખરી શ્વાસ લીધા છે. તેઓ માયાબાપ, ખટ્યાલ સાસુ નાથલ સૂન, ઉમ્બાર્થ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો અને ટીવી સિરિયલમાં અભિનય કરી ચૂક્યા હતાં.તેમની કરિયરની શરૂઆત તો સંગીતથી થઈ હતી. આકાશવાણીમાં તેઓ ગાઈ ચૂક્યાં હતા, ત્યારબાદ અભિનય તરફ વળ્યાં…

Read More

બૅન્કૉકથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવ્યા હતા.અમદાવાદ એરપોર્ટ પરથી બે મુસાફર પાસેથી ૬ કરોડનું મારિજુઆના જપ્ત.બંને કેસમાં હાઇબ્રીડ ગાંજાે જપ્ત કરી મુસાફરોને પોલીસે તાત્કાલિક કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી.અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટએ સોમવારે નશીલા પદાર્થાેની હેરફેર રોકવા માટે બે કેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે કરવામાં આવેલ આ ઓપરેશનમાં બૅન્કૉકથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવેલા બે ભારતીય મુસાફરો પાસેથી કુલ ૬ કિલો ૨૦૦ ગ્રામ મારિજુઆના (હાઇબ્રીડ ગાંજાે) જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત છ કરોડ રૂપિયાથી વધારે થાય છે.છૈંેંના અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલા કેસમાં એક ભારતીય મુસાફર પાસેથી કુલ ૪.૧૮૦ કિલો ગ્રામ વજનના ચાર…

Read More

કિમ જાેંગ ઉને આપી શ્રદ્ધાંજલિ.ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું ૯૭ વર્ષની વયે નિધન.કિમ યોંગ નામ શાસક પરિવાર પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા અને સરકારી કાર્યક્રમોમાં તેમના બુલંદ અવાજમાં ભાષણો માટે જાણીતા હતા.ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું ૯૭ વર્ષની વયે નિધન થયું છે. સરકારી મીડિયા અનુસાર, તેમનું મૃત્યુ સોમવારે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હતું.તેમણે ૧૯૯૮ થી એપ્રિલ ૨૦૧૯ સુધી લગભગ બે દાયકા સુધી દેશના ઔપચારિક પ્રમુખ તરીકે સેવા આપી હતી. જાેકે, વાસ્તવિક સત્તા હંમેશા શાસક કિમ પરિવાર પાસે જ રહી છે. તેઓ શાસક કિમ રાજવંશના સંબંધી ન હતા.કિમ યોંગ નામ શાસક પરિવાર પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા અને…

Read More

બાહુબલી ધ એપિક’રી રીલીઝે ‘ટાઈટેનિક’ને પાછળ છોડી દીધી‘ટાઇટેનિક’ને પાછળ છોડી દીધા પછી, આ ફિલ્મ હવે ‘યે જવાની હૈ દીવાની’ અને ‘ગિલ્લી’ને પાછળ છોડી દેવાની તૈયારીમાં છે.પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી ધ એપિક’એ રીતસર તહેલકો મચાવી દીધો છે અને અત્યારે તો ‘ટાઈટેનિક’ને પાછળ છોડી દીધી છે;હવે ફિલ્મનું આગામી લક્ષ્ય યે જવાની હૈ દીવાની છે.‘બાહુબલી ધ એપિક’ એ બોક્સ ઓફિસ પર ભારે ધમાલ મચાવી દીધી છે. શરૂઆતના દિવસે મજબૂત કલેક્શન સાથે, ફિલ્મ પહેલાથી જ સૌથી વધુ કમાણી કરનારી રી-રિલીઝ ફિલ્મોની યાદીમાં ટોચ પર પહોંચી ગઈ છે. હવે, તેનું આગામી લક્ષ્ય સૌથી વધુ કમાણી કરનારી રી-રિલીઝ ફિલ્મ બનવાનું લાગે છે.આજની કમાણીને ધ્યાનમાં લેતા, આ લક્ષ્ય…

Read More

રશિયા દ્વારા ભારતમાં થતો ક્રૂડ સપ્લાય ઘટાડાયો.હાલમાં ભારતના કુલ તેલ આયાતમાં રશિયન તેલનો હિસ્સો લગભગ ૩૫% છે, પરંતુ આ ભાગીદારી ઘટવાની શક્યતા છેઅમેરિકાએ ૨૨ ઓક્ટોબરે રશિયાની તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી, જેના પગલે રશિયા દ્વારા ભારતમાં થતા ક્રૂડ સપ્લાયમાં ઘટાડાયો નોંધાયો છે. વૈશ્વિક કોમોડિટી ડેટા મુજબ, ૨૭ ઓક્ટોબરે પૂરા થતા સપ્તાહમાં રશિયાથી ભારતને ક્રૂડ ઓઇલની નિકાસ સરેરાશ ૧૧.૯ લાખ બેરલ પ્રતિ દિન રહી, જે અગાઉના બે સપ્તાહની ૧૯.૫ લાખ બેરલ પ્રતિ દિનની સરેરાશ કરતાં ઘણી ઓછી છે.પ્રતિબંધોની સીધી અસર રશિયાની બે સૌથી મોટી કંપનીઓ – રોસનેફ્ટ અને લુકોઇલના પુરવઠા પર થઈ. રોસનેફ્ટની ભારતને તેલની નિકાસ…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.275 અને ચાંદીના વાયદામાં રૂ.543ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.24 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.25277.76 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85676.51 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.19831.89 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28543 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.110956.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25277.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.85676.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.0.77 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.97 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 28543 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.…

Read More

તળાવમાંથી પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતાઅસારવા તળાવમાં માછલીઓનાં મોત બાદ કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવીસમગ્ર તળાવમાં લીલા કલરનું પાણી થઈ ગયું હોવાથી વધુ માછલીઓના મોત ન થાય તે માટે ટ્રીટમેન્ટ કરવામાં આવીઅસારવા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનાં મોત બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશને કેમિકલ ટ્રીટમેન્ટ કરી છે. આ ટ્રીટમેન્ટના કારણે તળાવમાં લીલ જામતી અટકશે અને જૈવિક બેક્ટેરિયા થશે, જેની મદદથી તળાવમાં રહેલી માછલીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ થશે. અસારવા તળાવમાં છેલ્લા એક સપ્તાહમાં અનેક માછલીઓના મોત થતા તંત્ર દોડતું થયું હતું. તળાવમાં કેમિકલયુક્ત પાણી હોવાના પગલે માછલીઓના મોત નિપજ્યા હોવાના આક્ષેપ વચ્ચે સેમ્પલ લેવાની કામગીરી પણ કરાઈ હતી. જાેકે, તળાવમાં…

Read More

મામા-ફોઇના સંતાનોએ તરકટ રચ્યુંગોંડલમાં એક જ પ્લોટના ૨ દસ્તાવેજ કરી છેતરપિંડી આચરીરેવન્યુ રેકોર્ડમાં તપાસ કરી ગુંદાળા ગામની મહિલાએ વારસાઇ નોંધ કરાવવા માટે પ્રક્રિયા કરતાં ભાંડો ફૂટયોગોંડલનાં વાછરા રોડ ઉપર આવેલ ખેતીની જમીન બીનખેતી થયાં બાદ વિ.કે.નગર નામ ઓળખ આપી પ્લોટો પાડી મામા ફોઈના સંતાનોએ કુલમુખત્યાર અને માલિક દરજ્જે એકજ પ્લોટનું બે વાર વેચાણ દસ્તાવેજ કરી આપતાં કરતુત બહાર આવ્યું હતું. જે અંગેની સીટી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ આપતાં તપાસનો ધમધમાટ શરૃ થવા પામ્યો છે.ગોંડલના ગુંદાળા ગામે રહેતા રંજનબેન રાજુભાઇ પાટડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતા બચુભાઈ ગગજીભાઈ મકવાણાએ દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા પાસેથી તા.૧૯/૧૨/૨૦૦૦નાં રોજ વાછરા રોડ ઉપર આવેલ વિ.કે.નગરમા…

Read More