
તળાવમાંથી પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતાઅસારવા તળાવમાં માછલીઓનાં મોત બાદ કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવીસમગ્ર તળાવમાં લીલા કલરનું પાણી થઈ ગયું હોવાથી વધુ માછલીઓના મોત ન થાય તે માટે ટ્રીટમેન્ટ કરવામાં આવીઅસારવા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનાં મોત બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશને કેમિકલ ટ્રીટમેન્ટ કરી છે. આ ટ્રીટમેન્ટના કારણે તળાવમાં લીલ જામતી અટકશે અને જૈવિક બેક્ટેરિયા થશે, જેની મદદથી તળાવમાં રહેલી માછલીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ થશે. અસારવા તળાવમાં છેલ્લા એક સપ્તાહમાં અનેક માછલીઓના મોત થતા તંત્ર દોડતું થયું હતું. તળાવમાં કેમિકલયુક્ત પાણી હોવાના પગલે માછલીઓના મોત નિપજ્યા હોવાના આક્ષેપ વચ્ચે સેમ્પલ લેવાની કામગીરી પણ કરાઈ હતી. જાેકે, તળાવમાં કેમિકલ અંગેના કોઈ સત્તાવાર પુરાવા હજુ મળ્યા નથી. જાેકે, આ વચ્ચે કોર્પાેરેશન દ્વારા ખરાબ બેક્ટેરિયા અને લીલને દૂર કરવા માટે બાયોક્લિન કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા તળાવમાં એક સપ્તાહ પહેલા કેટલીક માછલીઓ મરી ગઈ હતી. તળાવમાં અચાનક માછલીઓના મોત થયા હોવાના પગલે સ્થાનિક દ્વારા કેમિકલયુક્ત પાણીના પગલે માછલીના મોત થયા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ અંગે કોર્પાેરેશન સમક્ષ રજૂઆત કરવામાં આવતા તપાસ કરાવવાનું નક્કી કરાયું હતહું. જેમાં તળાવમાંથી પાણીના સેમ્પલ લઈને તપાસ માટે કોર્પાેરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જાેકે, આ તપાસ દરમિયાન પાણીમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાની વિગતો જણાઇ હતી. કોર્પાેરેશન ઉપરાંત એફએસએલ અને જીપીસીબી દ્વારા પણ તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અસારવા તળાવમાં માછલીઓના મોત માટે કેટલીક જગ્યાએ ખરાબ બેક્ટેરિયા હોવાથી તથા તળાવમાં લીલ વધારે પ્રમાણમાં હોવાના પગલે તેને દૂર કરવા માટેની કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારના રોજ અસારવા તળાવમાં જૈવિક બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને તળાવમાં લીલ ઓછી જામે તે માટે કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. કોર્પાેરેશન દ્વારા બાયોલિન પાઉડર મિક્સ કરીને તળાવમાં છાંટવામાં આવ્યું હતું. આ ટ્રીટમેન્ટના કારણે તળાવમાં લીલ જે વધતી જતી હોય છે તે અટકશે. સમગ્ર તળાવમાં લીલા કલરનું પાણી થઈ ગયું હોવાથી આગામી દિવસોમાં લીલના કારણે વધુ માછલીઓના મોત ન થાય તે માટે આ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. આગામી દિવસોમાં એફએસએલ તથા જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે તેના રિપોર્ટના આધારે માછલીઓના મોત અંગે ચોક્કસ કારણ જાણી શકાશે.




