- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
AMC ફટકારશે નોટિસ.અમદાવાદમાં હવે દરેક બિલ્ડિંગ કે રોડની બહાર વાહનો પાર્ક નહીં કરી શકો.અમદાવાદ શહેરમાં વધતી રહેલી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે તે માટે મહાનગર પાલિકા સક્રિય થયું છે.અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સતત વધી રહી છે. તેવામાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સિલસિલામાં શહેરની અંદર દરેક બિલ્ડિંગ કે એપાર્ટમેન્ટની બહાર, રોડ કે ફૂટપાથ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં. હાઈકોર્ટના આદેશ બાદ મનપાએ બે દિવસમાં ૩૮૪ નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે અમદાવાદમાં અનેક એપાર્ટમેન્ટની બહાર રોડ પર વાહનો પાર્ક કરવામાં આવે છે. શહેરમાં અનેક રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગમાં…
મેચ શરૂ થાય તેના થોડી મિનિટો પહેલા કોચને હાર્ટએટેક આવ્યો ; CPR આપવા છતાં બચાવી શકાયા નહીં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકીનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે એસવીએન,ઢાકા 2025-26 બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) સીઝનમાં ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકીનું 27 ડિસેમ્બર , 2025 ના રોજ સિલહટમાં અવસાન થયું. 59 વર્ષીય ઝાકી રાજશાહી વોરિયર્સ સામેની મેચની થોડી મિનિટો પહેલા મેદાનમાં પડી ગયા હતા. તેમને તાત્કાલિક CPR આપવામાં આવ્યું હતું અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા , જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. BCB એ આ દુ:ખદ ઘટના પર…
જામનગર GETCO-એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી કૌભાંડ: 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવાર, યુવરાજસિંહ જાડેજાનો ધડાકો
એપ્રેન્ટીસશીપ લાઇનમેનની ભરતીમાં કૌભાંડ કરવામાં આવ્યું.GETCO ની ભરતીમાં થયેલા કૌભાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો.જામનગર એપ્રેન્ટીસશીપ લાઇનમેન ૧૦૭ જગ્યામાં ૩૫ ભરતી લોકોની બોગસ ભરતી કરી હોવાનું સામે આવ્યું.જામનગરમાં ય્ઈ્ર્ઝ્રંની ભરતીમાં થયેલા કૌભાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ધડાકો કર્યો છે. ગુજરાતમાં GETCO અન PGVCL દ્વારા કરવામાં આવતી ભરતીઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે તેવો આરોપ મૂક્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કહ્યું હતું કે, જામનગરમાં એપરેન્ટીસ લાઈનમેનની ૧૦૭ જગ્યામાં ૩૫ બોગસ ઉમેદવારોને નોકરી પર લઈ લેવામાં આવ્યા હતા અને ૪ મહિના નોકરી પણ કરી હતી. આવી જ રીતે ગોંડલ, જૂનાગઢ અને કચ્છમાં પણ કૌભાંડ થયા છે પણ ત્યાં તપાસ…
પ્રવાસના ત્રીજા તબક્કામાં તેઓ સરખેજ વિસ્તારના વણઝર ખાતે જશે.કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી એકવાર ગુજરાત પ્રવાસે.તેઓ આજે મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચશે અને રવિવારે સવારથી જ સતત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશ.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે, ૨૮ ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચશે અને રવિવારે સવારથી જ સતત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. તેમના આ પ્રવાસમાં વિકાસકામોના લોકાર્પણ, ધાર્મિક મુલાકાત અને બિઝનેસ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. અમિત શાહના પ્રવાસની શરૂઆત શેલા સ્થિત ક્લબ ર્ં૭થી થશે. અહીંથી તેઓ ૈંસ્છ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સ ‘ૈંસ્છ ૨૦૨૫’ને ખુલ્લી મૂકશે. ત્યારબાદ તેઓ…
પ્રભાતપુરના શખ્સની ધરપકડ.ગિરનાર પાસે મોરના માંસ માટે ગેરકાયદે શિકાર કરાયો.આ મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજાે લઈને તેને કુહાડીથી ટુકડા કરી માંસ તૈયાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડાયું હતુ.જૂનાગઢ જિલ્લાના ડુંગર દક્ષિણ રેંજના રામનાથ રાઉન્ડમાં આવેલ પ્રભાતપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના ગેરકાયદેસર શિકાર અને માંસના ઉપયોગનો આંચકારૂપ કિસ્સો સામે આવ્યો છે. તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઓઝત નદી કાંઠે ૧૧ કેવી લાઈન પર બેસેલા એક મોરનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. આ મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજાે લઈને તેને કુહાડીથી ટુકડા કરી માંસ તૈયાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડાયું હતું. આ બનાવની બાતમી ડુંગર દક્ષિણ રેંજના સ્ટાફને મળતાં તાત્કાલિક…
ગાંધીનગરના વાવોલની શાળાની ઘટના.કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર.પતંગ કાઢવા માટે કેટલાક બાળકો ઝાડ પર પથ્થર મારી રહ્યા હતા, આ દરમિયાન એક પથ્થર અચાનક ત્યાં પાર્ક કરેલી પ્રિન્સિપાલની કાર પર જઈને પડ્યો હતો.ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શાળાના કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળકોથી અજાણતા પ્રિન્સિપાલની કારનો કાચ તૂટી જતાં, ઉશ્કેરાયેલા પ્રિન્સિપાલે માનવતા નેવે મૂકી ધોરણ ૬થી ૮ના અનેક વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી અનુસાર, વાવોલ પ્રાથમિક શાળામાં રિસેષના સમયે શાળાના કેમ્પસમાં આવેલા એક ઝાડ પર પતંગ ફસાયો હતો. આ…
ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર.અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ.૩૧મી ડિસેમ્બરની સાંજથી ૧લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા એક વિસ્તૃત ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ૩૧મી ડિસેમ્બરની સાંજથી ૧લી જાન્યુઆરીની વહેલી સવાર સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. ૩૧મી ડિસેમ્બર સાંજે ૬:૦૦થી ૧લી જાન્યુઆરી વહેલી સવારે ૩:૦૦ વાગ્યા સુધી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો સી. જી. રોડ તમામ વાહનો માટે…
નરેન્દ્ર મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી.નરેન્દ્ર મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી.દિગ્વિજય સિંહે સંગઠન શક્તિની પ્રશંસા કરીને રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની મહત્ત્વની સલાહ આપી છે.મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી જમીન પર બેઠેલા જાેવા મળે છે. દિગ્વિજય સિંહે આ ફોટો દ્વારા ભાજપ અને ઇજીજીની સંગઠન શક્તિની પ્રશંસા કરી છે અને સાથે જ રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની મહત્ત્વની સલાહ આપી છે. દિગ્વિજય સિંહે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે,…
બહિષ્કારની ઉઠી માંગ.સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા ભારે વિવાદ.આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરતા હવે તેના સામાજિક બહિષ્કારની ચર્ચા શરૂ.તાજેતરમાં જ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ જ્ઞાતિ બહાર સગાઈ કરતા વિવાદ થયો હતો. કિંજલના પરિવારનો સમાજે બહિષ્કાર કર્યો હતો. હવે સુરતની એક સિંગરે જ્ઞાતિ બહાર લગ્ન કરતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યાં છે. પાટીદાર સમાજની દીકરી અને સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયામાં આ અંગે વિવાદ શરૂ…
રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત.પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર.તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો, તેણે લાકડીથી મગરને પહેલા મોંમાં અને પછી આંખોમાં ૧૨થી ૧૫ વાર માર્યો.અજય રાજના સાહસને સલામ છે, જેણે પોતાના પિતાને મગરથી બચાવ્યા. તે જાણતો હતો કે મગર તેના કરતા ખૂબ શક્તિશાળી છે. ચંબલ નદીમાં મગર તેને અને તેના પિતાને આંખના પલકારામાં ગળી શકતો હતો. પરંતુ તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો. તેણે લાકડીથી મગરને પહેલા મોંમાં અને પછી બંને આંખોમાં ૧૨થી ૧૫ વાર માર્યો. અજયના આ સાહસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીમાં તેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૫ (સાહસ શ્રેણી)થી સન્માનિત કર્યો. અજયને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


