- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
ભારતનું પ્રથમ સ્વદેશી MRI મશીન તૈયાર , વિદેશી મશીનો કરતા 40% સસ્તું ભારતે પોતાનું પહેલું સ્વદેશી MRI મશીન વિકસાવ્યું છે. આ સિદ્ધિ વોક્સેલગ્રીડ્સ નામના સ્ટાર્ટઅપના સ્થાપક અર્જુન અરુણાચલમ અને તેમની ટીમ દ્વારા પ્રાપ્ત થઈ છે. એ પણ નોંધનીય છે કે તેમનું સ્ટાર્ટઅપ શ્રીધર વેમ્બુની કંપની, ઝોહોની પેટાકંપની છે. તેને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. વધુમાં, આ MRI સ્કેનર વિદેશી મશીનો કરતાં 40% સસ્તું હશે નવી દિલ્હી આખરે, 12 વર્ષની મહેનત પછી , ભારતે તેનું પહેલું સ્વદેશી MRI સ્કેનર બનાવવામાં સફળતા મેળવી છે . ડિજિટલ હેલ્થ ન્યૂઝના અહેવાલ મુજબ , આ મેડ ઇન ઇન્ડિયા MRI મશીનને એક…
ડિસેમ્બર મહિનામાં લાખોની ભીડ.ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરીટ.ગુજરાત સહિત સમગ્ર ભારત-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવી રહ્યા છે.નર્મદા જિલ્લાની ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનું સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. ડિસેમ્બર માસની શરૂઆતથી જ અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અંદાજે ૫૦ હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા, જ્યારે રવિવારે આ આંકડો ૭૦ હજારને પાર ગયો…
જાહેર કરી ગાઈડલાઈન.વિદ્યાર્થીઓના વધતા આપઘાતના કિસ્સામાં ગંભીર બની સરકાર.રાજ્ય સરકારે કોલેજ અને યુનિવર્સિટીઓને આપ્યા નિર્દેશ મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવા સરકારે આપ્યા નિર્દેશ.વિદ્યાર્થીઓમાં હવે આપઘાતના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓ ના વધતા આત્મહત્યાના કિસ્સાને લઈને ગુજરાત સરકારે કોલેજાે અને યુનિવર્સિટીઓ માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા કોલેજાે અને યુનિવર્સિટીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. સરકાર વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓને લઈને ગંભીર બની છે. તેથી રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજાે માં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની સૂચના જાહેર કરાઈ છે. જેમાં વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ કરવા પણ સૂચના અપાઈ. કોલેજ તથા યુનિવર્સિટીઓ પ્રતિ ૧૦૦ વિદ્યાર્થી એક કાઉન્સિલર રાખવા પડશે.…
સ્કૂલ ફી મામલે હવે નહિ ચાલે શાળાની મનમાની!.ગુજરાતની ૫,૭૮૦ શાળાઓની ફી ઓનલાઈન જાહેર કરાઈ.હવે રાજ્યની ખાનગી સ્કૂલો ફી છુપાવી નહીં શકે : FRC એ ૫,૭૮૦ સ્કૂલની ફી ઓનલાઈન જાહેર કરી.સ્કૂલ ફી મામલે હવે શાળાઓની મનમાની નહિ ચાલે. સાથે જ હવે ખાનગી શાળાઓ ફી છુપાવી પણ નહિ શકે. કારણ કે, ગુજરાતની ૫,૭૮૦ ખાનગી શાળાઓની ફી નક્કી કરાઈ છે, અને તે FRC ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સ્કૂલ ફી મામલે FRC કડક બની છે. વધુ પ્રમાણમાં વસૂલાતી ફીને કારણે અને તેના પર અંકુશ મૂકવા માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC )એ મોટો અને પારદર્શક ર્નિણય…
પેચ કાપી બૂમો પાડી; ચિક્કીની જયાફત માણી.ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવા માટે ધાબે ચઢ્યો અભિષેક શર્મા.આ પછી સાંજે અભિષેક પંજાબી સિંગર એપી ઢિલ્લોનના કોન્સર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે સ્ટેજ શેર કર્યું હતું.ભારતીય ક્રિકેટ ટીમનો બેટર અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીની મેચ પહેલા જયપુર પહોંચ્યો છે. ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવા અભિષેક શર્મા ધાબે ચઢ્યો હતો. મેચના એક દિવસ પહેલા રવિવારે (૨૮ ડિસેમ્બર) પિંકસિટી જયપુરના પરકોટમાં શર્માએ પતંગ ઉડાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. અભિષેક શર્મા પેચ કાપી બૂમો પાડતો અને ચિક્કીની જયાફત માણતો જાેવા મળ્યો હતો. અભિષેક તેના કેટલાક સાથી ખેલાડીઓ સાથે પરકોટ સ્થિત બ્રહ્મપુર વિસ્તારમાં એક ઘરના…
NGT કડક આદેશ અને મુખ્ય સચિવને સૂચના.મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો.આ ગેરકાયદે રોડના અમુક હિસ્સાને સ્થાનિક સ્તરે જર્મન રોડ અથવા ટાઈગર રોડ તરીકે ઓળખવામાં આવે છે.મણિપુરમાંથી એક અત્યંત ગંભીર અને રાજ્ય સરકારની ઉંઘ ઉડાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજ્યના છ જિલ્લાઓમાંથી પસાર થતા એક એવા રિંગ રોડનો ખુલાસો થયો છે, જેનું નિર્માણ સરકારની કોઈપણ મંજૂરી વગર થઈ રહ્યું હતું. આ ગેરકાયદે રોડના અમુક હિસ્સાને સ્થાનિક સ્તરે જર્મન રોડ અથવા ટાઈગર રોડ તરીકે ઓળખવામાં આવે છે, જે કથિત રીતે કુકી ઉગ્રવાદીઓના ઉપનામો પરથી રાખવામાં આવ્યા છે. આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ કડક વલણ…
યુપીની સ્કૂલોમાં રજા, MP -ઝારખંડમાં કાતિલ ઠંડી.દેશભરમાં શીતલહેર: ઉત્તર ભારત ગાઢ ધુમ્મસના સકંજામાં.ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) ઍરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને માત્ર ૫૦ મીટર રહી ગઈ હતી.દેશભરમાં હાલ હાડ થીજવતી ઠંડી અને શીતલહેરનો પ્રકોપ યથાવત્ છે. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને તાપમાનમાં મોટા ઘટાડાને કારણે મેદાની વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. સોમવારે સવારે દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જાેવા મળ્યું હતું, જેના કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) ઍરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને માત્ર ૫૦ મીટર રહી ગઈ હતી, જેની સીધી અસર ફ્લાઇટ કામગીરી પર પડી છે. ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં લપેટાયું ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. યુપીના…
ઈજાને કારણે ન્યૂઝીલેન્ડના સ્ટાર ક્રિકેટરે લીધો ર્નિણય.ડગ બ્રેસવેલનું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું એલાન.ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલ ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચે ૨૮ ટેસ્ટ, ૨૧ વનડે અને 20 T20 મેચ રમી છ.ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. ૩૫ વર્ષીય ખેલાડીએ છેલ્લે ૨૦૨૩માં ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ મેચ રમી હતી. પાંસળીની સતત ઈજાને કારણે તે આ સિઝનમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ માટે રમી નહોતો શક્યો, તેના જ કારણે બ્રેસવેલે આ ર્નિણય લીધો. બ્રેસવેલે ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચે ૨૮ ટેસ્ટ, ૨૧ વનડે અને 20 T20 મેચ રમી છે. તેના કરિયરની સૌથી યાદગાર ક્ષણ તેની ત્રીજી જ ટેસ્ટ મેચમાં આવી હતી, જે ડિસેમ્બર ૨૦૧૧માં…
કહ્યું- ભાજપની જેમ તેમણે પણ દગો કર્યો.ઉદ્ધવ ઠાકરે સેનાએ આપ્યો કોંગ્રેસ મુક્ત મુંબઈનો નારો.શવસેના (UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ અમારી પીઠમાં છરો ભોંક્યો.આગામી ૧૫ જાન્યુઆરીએ મુંબઈ મહા નગર પાલિકા (BMC) સહિત મહારાષ્ટ્રની ૨૯ નગર પાલિકાઓની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા જ વિપક્ષી એકતાના લીરેલીરા ઊડતા જાેવા મળી રહ્યા છે. શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા મુંબઈમાં કોંગ્રેસ મુક્ત મુંબઈનો નારો બુલંદ કર્યો છે. શિવસેના (UBT) ના પ્રવક્તા આનંદ દુબેએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ અમારી પીઠમાં છરો ભોંક્યો છે. પહેલા ભાજપે આ કામ કર્યું હતું અને હવે…
અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશસુપ્રીમ કોર્ટે નવેમ્બરના પોતાના જ ર્નિણય ઉપર લગાવ્યો સ્ટે.ચીફ જસ્ટિસે કહ્યું કે અરવલ્લી પહાડો સંલગ્ન રિપોર્ટ કે કોર્ટના જૂના આદેશને લાગૂ કરતા પહેલા એક નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે.અરવલ્લી ગિરીમાળામાં ખનન સંબંધિત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લેતા આજે સુનાવણી હાથ ધરાઈ. ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વમાં જસ્ટિસ જે કે માહેશ્વરી અને એજી મસીહ સહિત ત્રણ જજની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી. બેન્ચે સુનાવણી દરમિયાન નવેમ્બરમાં પોતાના દ્વારા જ અપાયેલા એક આદેશ પર હાલ રોક લગાવી છે. કારણ કે કેટલાક સામાજિક કાર્યકરો અને વૈજ્ઞાનિકોનો એવો આરોપ હતો કે આ ર્નિણયથી નાજુક ઈકોસિસ્ટમના વિશાળ એવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


