- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
એક્સ ગર્લફ્રેન્ડે લૂંટી લાઈમલાઈટ.સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ.સલમાન ખાને પોતાના પનવેલ ફાર્મહાઉસની બહાર આવીને મીડિયા સાથે એક મોટી કેક કાપી હતી.સલમાન ખાન આજે પોતાનો ૬૦મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ગત રાત્રે સુપરસ્ટારે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં પોતાની બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી. સલમાન ખાનની ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ જામી હતી. હવે આ બર્થડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સલમાન ખાને પોતાનો જન્મદિવસ મીડિયા સાથે પણ સેલિબ્રેટ કર્યો. સુપરસ્ટારે પોતાના પનવેલ ફાર્મહાઉસની બહાર આવીને મીડિયા સાથે એક મોટી કેક કાપી. આ દરમિયાન સલમાન બ્લેક ટીશર્ટ અને બ્લૂ ડેનિમમાં ક્લીનશેવ લુકમાં ખૂબ ડેશિંગ…
અમેરિકા કરતાં ૩ ગણા લોકોનો દેશનિકાલ.૨૦૨૫માં ભારતીયોને તગેડી મૂકવામાં મુસ્લિમ દેશ ટોચે.ભારતીયોને ડિપોર્ટ કરવામાં સૌથી વધુ અમેરિકા નહીં પણ મુસ્લિમ દેશ સાઉદી અરબ પ્રથમ નંબરે છે.તમને પણ એક પ્રશ્ન થતો હશે કે દુનિયામાં કયા દેશે પોતાનાના દેશમાંથી ભારતીયોને બહારવટો આપ્યો એટલે કે હાંકી કાઢ્યા, તમને હશે કે અમેરિકા પણ તમે ખોટા છો! ભારતીયોને ડિપોર્ટ કરવામાં સૌથી વધુ અમેરિકા નહીં પણ મુસ્લિમ દેશ સાઉદી અરબ પ્રથમ નંબરે છે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર આંકડાની જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ વર્ષ ૨૦૨૫માં ૮૧ દેશોમાંથી ૨૪,૬૦૦થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. જેમાં સૌથી વધુ અમેરિકામાંથી નહીં પણ સાઉદી અરબમાંથી છે. સાઉદીએ એક…
સલમાન ખાનની મુશ્કેલી વધી.ગ્રાહક કોર્ટનો સલમાનને પાન મસાલાની ભ્રામક જાહેરાત કેસમાં હાજર રહેવા આદેશ.આ કેસમાં આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીએ થશે.બોલીવુડ સ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. એવું લાગે છે કે રાજસ્થાન સાથેના તેમના સંબંધો ઠીક નથી રહ્યા. પહેલા તે હરણ કેસમાં ફસાયો હતો અને હવે, ભ્રામક પાન મસાલા જાહેરાત અંગેનો કેસ સામે આવ્યો છે. શુક્રવારે, ગ્રાહક કોર્ટે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ભ્રામક પાન મસાલા જાહેરાત કેસના સંદર્ભમાં કોર્ટમાં હાજર થવા અને સબમિટ કરેલા પાવર ઓફ એટર્નીમાં સહીની ફોરેન્સિક તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીએ થશે. કોર્ટના આદેશ…
બંને બેટ્સમેનોએ આ સિઝનમાં બે-બે મેચ રમી હતી.રોહિત અને વિરાટે વિજય હજારે ટ્રોફીમાંથી લીધી વિદાય.વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં રમતા જાેવા મળશ.ભારતના બે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૫-૨૬ વિજય હજારે ટ્રોફીમાં બે-બે મેચ રમી હતી અને અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. હવે બંનેએ વિજય હજારે ટ્રોફીમાંથી વિદાય લીધી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા શુક્રવારે બેંગલુરુ અને જયપુરથી જતા જાેવા મળ્યા હતા. બંને બેટ્સમેનોએ પોતપોતાના વિજય હજારે ટ્રોફી ક્વોટામાં બે-બે મેચ રમી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ર્ંડ્ઢૈં શ્રેણીમાં…
CWC બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન.ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે મોદી સરકાર, ગરીબોના પેટ પર લાત મારી.ખડગેએ કેન્દ્રની નીતિઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દેશ આ સમયે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં લોકતાંત્રિક સંસ્થાઓને કમજાેર કરવામાં આવી રહી છે.મોદી સરકારે મનરેગાનું નામ બદલી નાખતા આજે કોંગ્રેસે કાર્યસમિતિની બેઠક યોજી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ખડગેએ કેન્દ્ર સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દેશ આ સમયે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં લોકતાંત્રિક સંસ્થાઓને કમજાેર કરવામાં આવી રહી છે, સંવિધાનની ભાવનાઓને ઠેસ પહોંચાડી સામાન્ય…
‘સિક્સ સેન્સ’ના ભરોસે ન્યાય.દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સૌને ચોંકાવ્યાં.કોર્ટે પોતાની ‘સિક્સ્થ સેન્સ’ (આંતરસૂઝ) થી પારખ્યું કે આ કેસ બળાત્કારનો નહીં પણ ગેરસમજનો હતો અને બંનેને ફરી સાથે લાવીને ન્યાય અપાવ્યો.સુપ્રીમ કોર્ટે એક અનોખો અને ઐતિહાસિક ર્નિણય સંભળાવતા, દુષ્કર્મના કેસમાં ૧૦ વર્ષની જેલ ભોગવી રહેલા એક યુવકને નિર્દાેષ જાહેર કરીને જેલમાંથી મુક્ત કર્યાે છે. કોર્ટે પોતાની ‘સિક્સ સેન્સ’(સૂઝબૂઝ) વાપરીને જાેયું કે આ મામલો બળાત્કારનો નહીં પણ માત્ર ગેરસમજણનો હતો. કોર્ટના પ્રયાસોથી જે યુવતીએ ફરિયાદ કરી હતી તેની સાથે જ યુવકના લગ્ન થયા છે અને હવે બંને સુખી જીવન જીવી રહ્યા છે. આટલું જ નહીં, કોર્ટે એ યુવકની સરકારી નોકરી પણ…
બંને તાલુકામાં જીરાનું ૧૬૦૯૯, રાયડાનું ૧૩૬૦૫ હેકટર વાવેતર.વાવ-ધરણીધર તાલુકામાં જીરાના વાવેતરમાં આશરે ૨૮૯૧ હેક્ટરનો ઘટાડો નોંધાયો.વર્ષ ૨૦૨૩માં જીરાનો ભાવ પ્રતિમણ ૧૦,૦૦૦ હજારને પાર પહોંચતાં વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું.ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા અને વાવ, થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલ થકી રવિ પાકનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે ઠંડીનું પ્રમાણ જેમ જેમ વધે એવી રીતે રવી પાક ખીલી રહ્યાં છે. વાવ, થરાદ સહિત સુઈગામ તાલુકામાં ગત વર્ષ કરતાં જીરું અને રાયડાનું વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે વાવ તાલુકામાં સૌથી વધારે ૧૮,૯૯૦ હેક્ટર જીરાનું વાવેતર અને ૧૦૧૭૫ હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું હતું. વર્ષ ૨૦૨૩માં જીરાનો ભાવ પ્રતિમણ ૧૦,૦૦૦…
વાંચનની ટેવ પાડવાનો, સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ.UP ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે વર્તમાનપત્રનું વાંચન ફરજિયાત.જુનિયર વિદ્યાર્થીઓમાં ન્યૂઝ કટીંગનો ઉપયોગ કરી સ્ક્રેપબુક બનાવવાને પ્રોત્સાહન આપવા માટે પણ સ્કૂલોને સૂચના અપાઈ.સ્કૂલોમાં બાળકોમાં વાંચનની ટેવ પાડવા તથા મોબાઇલ અને સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરવા ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક અનોખી પહેલ કરી છે. સરકારે રાજ્યની તમામ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વર્તમાનપત્રનું વાંચન ફરજિયાત બનાવ્યું છે. સરકારની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓએ હવે દૈનિક પ્રવૃત્તિ તરીકે અખબાર વાંચવું પડશે. બાળકોમાં તાર્કિક અને વિવેચનાત્મક વિચારસરણીને મજબૂત બનાવવાનો પણ સરકારનો ઉદ્દેશ છે.રાજ્યના અધિક મુખ્ય સચિવ (માધ્યમિક અને મૂળભૂત પ્રાથમિક શિક્ષણ) પાર્થ સારથી સેન શર્માએ ૨૩ ડિસેમ્બરે આ આદેશ…
માર્યા ગયેલા આતંકવાદીઓને નાતાલની શુભેચ્છાઓ: ડોનાલ્ડ ટ્રમ્પ.US ની નાઈજિરિયામાં ISIS ના બે અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક.નાઈજીરિયામાં જાન્યુઆરીથી ૧૦મી ઓગસ્ટ-૨૦૨૫ સુધીમાં ધાર્મિક હિંસાને કારણે ૭૦૦૦થી વધુ ખ્રિસ્તીઓની હત્યા કરવામાં આવી.અમેરિકાએ ગુરુવારની રાત્રે નાઈજીરિયામાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના બે સ્થળો પર એરસ્ટ્રાઇક કરી છે. આ માહિતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી છે. ટ્રમ્પનો આક્ષેપ છે કે, અહીં આઈએસઆઈએસ ખ્રિસ્તીઓને ટાર્ગેટ બનાવીને ક્રૂર હત્યા કરી રહ્યું છેરાષ્ટ્રપતિ ટ્રમ્પે આતંકવાદીઓને ‘આતંકી કચરો’ ગણાવીને લખ્યું કે, આ સંગઠન લાંબા સમયથી નિર્દાેષ ખ્રિસ્તીઓની હત્યા કરી રહ્યું છે. આ ઓપરેશનમાં અમેરિકાના સૈન્યે કેટલીક પરફેક્ટ એરસ્ટ્રાઇક કરી છે. આ સાથે ટ્રમ્પે એ બાબત પણ સ્પષ્ટ કરી છે…
ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી.હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો.તિબેટની નીચે ભારતીય પ્લેટનો ગાઢ નીચલો હિસ્સો ઉપરના ભાગથી જુદો પડી રહ્યો હોવાથી પૃથ્વીના પેટાળમાં સંતુલન ખોરવાયું.ભારતની ટેક્ટોનિક પ્લેટમાં ભેદી હિલચાલ થઈ રહી છે. પૃથ્વીનો ઉપરનો હિસ્સો ટેક્ટોનિક પ્લેટ કહેવાય છે. એ મેગ્મા નામના પદાર્થ પર તરે છે. મેગ્મા એવા પદાર્થને કહેવાય છે કે જે ખનીજ, ગેસ વગેરેથી બને છે અને તે મજબૂત મિશ્રણ હોય છે. જાે કોઈ સ્થળે એનો ભરાવો થાય તો એ લાવાના રૂપમાં બહાર નીકળે છે. એ પદાર્થ મેગ્મા પર ગાઢ ટેક્ટોનિક પ્લેટ હોય છે અને તેમાં જાે હિલચાલ થાય તો ભૂકંપ આવે છે. સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટનું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


