Author: garvigujrat

કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય મંત્રીશ્રીનું એકતાનગર ખાતે આગમન થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા સંગઠનના અગ્રણીશ્રી નીલભાઈ રાવ, મદદનીશ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર(પ્રોટોકોલ) શ્રી એન.એફ.વસાવા તથા પોસ્ટ વિભાગના અધિકારીશ્રીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાપિત છે, ભારત માતાના…

Read More

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજવવાના ભાગરૂપે આજે મહેસાણા એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દિવાળીની અતિશબાજી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં અદભુત અને રોમાંચક કરતબોનું પ્રદર્શન યોજાયું હતું. આ ભવ્ય એર શોનું આયોજન મહેસાણા એરપોર્ટ ખાતે ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. એર શોના દિલ ધડક કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મહેસાણાના આંગણે એર શોનું આયોજન ઉત્તર ગુજરાત માટે ગૌરવ ભરી ક્ષણ છે, જેના માટે તેમણે દેશના પ્રધાનમંત્રીશ્રી અને સંરક્ષણ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત ધીરજ, શાંતિ…

Read More

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. આ કાર્યક્રમને અનુલક્ષીને એકતા નગર ખાતે ચાલી રહેલા એકતા પ્રકાશ પર્વ ૨૦૨૫ માં ઉત્સાહ, ઉર્જા અને સંસ્કૃતિનો અવિસ્મરણીય મેળો જોવા મળી રહ્યો છે. રંગબેરંગી લાઈટોની ઝગમગાહટ, આકર્ષક ડેકોરેશન અને સંગીતના તાલમેલ વચ્ચે પર્યટકોને એક અનોખો સાંસ્કૃતિક આનંદ અનુભવી રહ્યાં છે. ગરબાની રમઝટ સિવાય પણ આદિવાસી કલાકારોએ પ્રસ્તુત કરેલા પરંપરાગત નૃત્યોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે. આદિવાસી લોકનૃત્ય એ સમાજની સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનની ઊંડાણપૂર્વક અભિવ્યક્તિ છે. આદિવાસી સમુદાયના સ્થાનિક કલાકારો દ્વારા ઢોલ-નગારાની લય સાથેની કરાયેલી પ્રસ્તુતિ…

Read More

સોનાના વાયદામાં રૂ.2370 અને ચાંદીના વાયદામાં રૂ.3012નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.42ની વૃદ્ધિકોમોડિટી વાયદાઓમાં રૂ.34611.1 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.235280.01 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 29354.96 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28507 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.269891.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.34611.1 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.235280.01 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 28507 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2494.53 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 29354.96 કરોડનાં કામકાજ થયાં…

Read More

मुंबई के मीरा रोड की प्रमुख सामाजिक और सांस्कृतिक संस्था “चित्रांश महापरिवार” द्वारा भारतीय संस्कृति के महापर्व दीपावली के अवसर पर श्री चित्रगुप्त पूजनोत्सव के रजत जयंती समारोह का भव्य आयोजन गुरुवार , 23 अक्टूबर, 2025 को मुंबई के मीरा रोड (पूर्व) स्थित सुरभि जिमखाना परिसर में बड़ी ही श्रद्धा, गरिमा एवं हर्षोल्लास के साथ सम्पन्न हुआ। यह जानकारी देते हुए चित्रांश महापरिवार के वरिष्ठ प्रतिनिधि राजेश कुमार सिन्हा ने बताया कि इस भव्य समारोह में चित्रांश समाज के लगभग 300 सदस्य उपस्थित रहे, जिन्होंने भगवान चित्रगुप्त की आराधना कर समाज की एकता, संस्कृति और परम्परा के प्रति अपनी गहरी…

Read More

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં તેજીનો માહોલઃ નેચરલ ગેસ, મેન્થા તેલ, એલચીમાં નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.36387.69 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.195457.8 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.30704.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28310 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.231845.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36387.69 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.195457.80 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 28310 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2781.74 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.30704.60 કરોડનાં કામકાજ થયાં હતાં.…

Read More

ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યોબોલીવુડના હાસ્ય કલાકાર અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધનઅસરાનીએ ૧૯૬૦ ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૪૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતુંબોલીવુડના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનું પૂરું નામ ગોવર્ધન અસરાની હતું. ૧ જાન્યુઆરી, ૧૯૪૧ ના રોજ જયપુરમાં જન્મેલા અસરાનીએ ૧૯૬૦ ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૪૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘શોલે’માં ‘ અંગ્રેજાે કે જમાને કે જેલર’ ની તેમની ભૂમિકા યાદગાર રહી છે. તેમજ ‘ખટ્ટા મીઠા’ અને ‘ચુપકે ચુપકે’ જેવી ફિલ્મોમાં તેમની…

Read More

દરખાસ્ત રજૂ કરતી વખતે ભૂલો ન થાય તે માટે સ્કૂલોને ચેકલિસ્ટ પણ મોકલાયખાનગી સ્કૂલોને ૩૧ ઓક્ટોબર સુધી ફી મંજૂરી માટેની દરખાસ્ત મોકલવા તાકીદસ્કૂલોએ બે નકલમાં ફાઈલો તૈયાર કરી શાળા બીટના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર સમક્ષ યોગ્ય ચકાસણી કરાવી લેવાની પણ તાકીદ કરાઈઅમદાવાદ ઝોનના તમામ જિલ્લાઓની ખાનગી સ્કૂલોને ૩૧ ઓક્ટોબર સુધીમાં ફી મંજૂરી માટેની દરખાસ્ત રજૂ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જાેકે, આ સમયગાળા દરમિયાન દિવાળી વેકેશન હોવાના લીધે સંભવત મુદ્દતમાં વધારો થઈ શકે તેમ નિષ્ણાંતોનું માનવું છે. સ્કૂલો દ્વારા ફી કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરતી વખતે અનેક પ્રકારના છબરડા કરવામાં આવતા હોવાના લીધે ફી કમિટી દ્વારા…

Read More

બેન્ચે રાજ્યો દ્વારા કરાયેલી ૩૧ જેટલી અરજીઓની સુનાવણી કરીઆયુર્વેદિક, એલોપેથિક તબીબો વચ્ચે સમાનતાનો મુદ્દો લાર્જર બેન્ચને સોંપાયોવિવિધ તબીબી શાખાના ડોક્ટર્સને નિવૃત્તિ વય અને લાભોમાં રાજ્યો દ્વારા કરાતા ભેદભાવને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો ર્નિણય દેશમાં સ્વદેશી ચિકિત્સા પદ્ધતિ (આયુષ, યુનાની, આર્યુવેદ, હોમિયોપેથી વગેરે) અપનાવતા તબીબો અને એલોપેથિક ડોક્ટર્સ વચ્ચે સેવાની શરતો, પગાર ધોરણ અને નિવૃત્તિ વય સંબંધિત સમાનતાના મુદ્દાને સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચ સમક્ષ મોકલી આપ્યો છે. ૧૩ મેના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી આર ગવઈ તથા જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે સરકારી હોસ્પિટલો અને ક્લિનિક્સમાં આયુષના પ્રેક્ટિશનરો અને એલોપેથી ડોકટરો માટે નિવૃત્તિની ઉંમર અલગ હોઈ શકે છે કે કેમ…

Read More

ભારતના રાજદૂત હોવા છતાં સતત સુરક્ષા હેઠળ ફરવું અજુગંતુ લાગે છે: પટનાયકકેનેડામાં હવે ભારતીયો અસલામત હોવાનું અનુભવે છે: ભારતીય રાજદૂતકેનેડિયન બોર્ડર સર્વિસિસ એજન્સીના આંકડા અનુસાર, જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૧,૮૯૧ ભારતીયોને દેશ છોડવા સૂચના અપાઈ હતીકેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુન:સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ કે. પટનાયકની કેનેડામાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરી છે. પટનાયકે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતીયોને હવે કેનેડામાં સલામતી નથી લાગતી. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે, કેનેડામાં ભારતના…

Read More