
ભારતના રાજદૂત હોવા છતાં સતત સુરક્ષા હેઠળ ફરવું અજુગંતુ લાગે છે: પટનાયકકેનેડામાં હવે ભારતીયો અસલામત હોવાનું અનુભવે છે: ભારતીય રાજદૂતકેનેડિયન બોર્ડર સર્વિસિસ એજન્સીના આંકડા અનુસાર, જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૧,૮૯૧ ભારતીયોને દેશ છોડવા સૂચના અપાઈ હતીકેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુન:સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ કે. પટનાયકની કેનેડામાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરી છે.
પટનાયકે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતીયોને હવે કેનેડામાં સલામતી નથી લાગતી. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે, કેનેડામાં ભારતના રાજદૂત હોવા છતાં તેમણે સતત સુરક્ષા વ્યવસ્થા સાથે ફરવું પડે તે અજુગતુ લાગે છે. કેનેડાએ આ સ્થિતિને ભારતીયોની સમસ્યા તરીકે ના મૂલવવી જાેઈએ. આ કેનેડાની સમસ્યા છે. કેટલાંક કેનેડિયન નાગરિકો છે જે આ સ્થિતિનું નિર્માણ કરી રહ્યાં છે. ખાલિસ્તાન તરફી કટ્ટરવાદીઓનું નામ લીધા વગર પટનાયકે જણાવ્યું હતું કે, અહીં અનેક સ્થળોએ કેટલાંક જૂથો ભારતીય મૂળના નાગરિકોને ધમકાવતા હોય તેવી ઘટનાઓ છાશવારે જાેવા મળી રહી છે. કેનેડામાંથી ભારતીય નાગરિકોને જબરદસ્તીથી સ્વદેશ હાંકી કાઢવાના અહેવાલો વચ્ચે પટનાયકે આ ટિપ્પણી કરી હતી. ૨૦૨૪માં ૧,૯૯૭ ભારતીયોને કેનેડામાંથી બળજબરીથી ભારત પરત મોકલવામાં આવ્યાં હતાં. ૨૦૧૯માં ૬૨૫ ભારતીયોને કેનેડામાંથી હાંકી કઢાયાં હતાં.કેનેડિયન બોર્ડર સર્વિસિસ એજન્સી (સીબીએસએ)ના આંકડા અનુસાર, જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૧,૮૯૧ ભારતીયોને દેશ છોડવા સૂચના અપાઈ હતી.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ તાજેતરમાં જ એક નિવેદનમાં દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવા માટેની યોજનાને વધુ આક્રમક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યાે હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉની જસ્ટિન ટ્રુડો સરકારના શાસન દરમિયાન ભારત અને કેનેડાના સંબંધો વણસ્યાં હતાં. જેને પગલે બંને દેશોએ એકબીજાના દેશમાંથી રાજદૂતોને પરત બોલાવી લીધાં હતાં.




