- ગાંધીનગરમાં AAPની ભવ્ય નામાંકન યાત્રા: ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓની હાજરીમાં ફોર્મ ભરાયાં
- ઇમરાન ખાનની મુક્તિ માટે PTIના દેખાવો સામે કન્ટેનરોથી ઇસ્લામાબાદની કિલ્લેબંદી
- ૧.૫ કરોડમાં બનેલી ‘હનુમાન અંશ’ હિટ જતાં ફ્રીમાં કામ કરનાર ડિરેક્ટર કમાશે કરોડપતિ
- આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ, ‘ધુરંધર’ સાથે થઈ સરખામણી
- આર્યન ખાનની ‘બાસ્ટર્ડ્સ ઓફ બોલીવૂડ’ની સિઝન ૨નું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ થશે
- અક્ષય અને અજયની ફિલ્મો પાછળ ઠેલાતાં શ્રદ્ધા કપૂરની ‘ઇઠા’ને મળશે સોલો રિલીઝ
- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
Author: garvigujrat
કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે.ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી.પંજાબમાંથી એક રાજ્યસભા બેઠક માટેની પેટાચૂંટણી ૨૪ ઓક્ટો. યોજાશે : એએપીએ ઉમેદવારની જાહેરાત કરી.આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી રાજ્યસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ વખતે અરવિંદ કેજરીવાલને નહીં, પરંતુ ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી છે. પંજાબમાંથી એક રાજ્યસભા બેઠક માટેની પેટાચૂંટણી ૨૪ ઓક્ટોબરે યોજાશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિએ સર્વાનુમતે રાજિન્દર ગુપ્તાના નામાંકનને મંજૂરી આપી હતી. ગુપ્તા પંજાબ આયોજન બોર્ડના ઉપાધ્યક્ષ હતા, પરંતુ તેમણે એક દિવસ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજિન્દર ગુપ્તાને ૨૦૨૨માં પંજાબ પ્લાનિંગ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતાં.…
NCRB રિપોર્ટમાં ખુલાસો.સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ.પશ્ચિમ બંગાળમાં મહિલા કેદીની સંખ્યા પણ વધુ છ.દેશભરની જેલોમાં અસંખ્ય કેદીઓ બંધ છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (દ્ગઝ્રઇમ્) ના એક અહેવાલમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. દ્ગઝ્રઇમ્ એ ભારતીય જેલ આંકડા ૨૦૨૩નો રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ કેદ છે. ભારતમાં કુલ ૬,૯૫૬ વિદેશી કેદીઓ છે, જેમાંથી ૨,૫૦૮ વિદેશી કેદીઓ (આશરે ૩૬ ટકા) પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. પશ્ચિમ બંગાળની જેલમાં ૨૫૭૭૪ કેદીઓ બંધ છે. જેમાંથી ૯ ટકા…
ઓફર જાેઈને પિત્ઝા લવર્સ તૂટી પડ્યા.અમદાવાદમાં મફત પિત્ઝા માટે થઈ પડાપડી!.અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક પિત્ઝા આઉટલેટને મફત પિત્ઝાની જાહેરાત આપવી ભારે પડી.અમદાવાદીઓમા પિત્ઝાનો શોખ કેવો છે તે આ વીડિયો પરથી તમને ખ્યાલ આવી જશે. અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં એક આઉટલેટના ઓપનિંગ સમયે મફત પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રવિવારે મફત પિત્ઝા ખાવા માટે લોકોની લાઈનો પડી હતી. ભીડ એટલી હદે વધી છે કે, પોલીસ આવી પહોંચી હતી. અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં એક પિત્ઝા આઉટલેટ દ્વારા રવિવારે મફત પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. મફત પિત્ઝા અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. જેને કારણે રવિવારે મોટી સંખ્યામાં પિત્ઝા…
મુસ્લિમો અને યહૂદીઓ પર પણ અસર.અમેરિકામાં દાઢી રાખવા પર પ્રતિબંધ, શીખ સૈનિકોમાં ચિંતા.યુએસ સૈન્યમાં ધાર્મિક મુક્તિઓનું ભવિષ્ય અનિશ્ચિત.યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (પેન્ટાગોન) ની નવી ગ્રુમિંગ નીતિએ શીખ, મુસ્લિમ અને યહૂદી જેવા ધાર્મિક લઘુમતી સમુદાયોમાં વ્યાપક ચિંતા પેદા કરી છે. સંરક્ષણ સચિવ પીટ હેગસેથ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના મેમોમાં લશ્કરી દાઢી મુક્તિને વર્ચ્યુઅલ રીતે દૂર કરવામાં આવી છે, જે ધાર્મિક આધાર પર દાઢી રાખનારા સૈનિકોની સેવાને જાેખમમાં મૂકે છે. આ નીતિ ૨૦૧૦ પહેલાના ધોરણો પર પાછા ફરવાનો આદેશ આપે છે, જેમાં દાઢીની છુટને “સામાન્ય રીતે મંજૂરી નથી”. ૩૦ સપ્ટેમ્બરના રોજ મરીન કોર્પ્સ બેઝ ક્વોન્ટિકોમાં ૮૦૦થી વધુ સિનિયર લશ્કરી અધિકારીઓને સંબોધતા, હેગસેથે…
૫૮ની ઉંમરે પિતા બન્યો અરબાઝ ખાન.અરબાઝ ખાનની પત્ની શૂરા ખાને બેબી ગર્લને આપ્યો જન્મ.નન્હી પરીના આગમનથી પરિવારમાં ખુશીની લહેર છવાઈ.બોલિવૂડની પોપ્યુલર ફેમિલીમાંથી એક ખાન પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે. સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન અને તેની પત્ની શુરા ખાન માતા-પિતા બન્યા છે. શુરા ખાને દીકરીને જન્મ આપ્યો છે. ખાન પરિવારમાં લક્ષ્મીના આગમનથી બધા ખૂબ જ ખુશ છે. દરેક જણ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. અરબાઝ ખાનની પત્ની શૂરા ખાનને શનિવારે સવારે ખારની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શૂરા ગર્ભવતી છે અને અરબાઝ ફરીથી પિતા બનશે તેવા સમાચાર આવ્યા ત્યારથી પરિવાર બાળકના આગમનની આતુરતાથી રાહ જાેઈ રહ્યો હતો.…
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કરી દીધો ખુલાસો. બિહાર વિધાનસભાની ચૂંટણી ૨૨ નવેમ્બર પહેલા યોજાશે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ તૈયાર છે અને બિહારની જેમ, SIR દેશભરમાં યોજાશે.બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો સક્રિય રીતે વ્યસ્ત છે, ત્યારે ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ૨૨ નવેમ્બર પહેલા પૂર્ણ થશે, કારણ કે બિહાર વિધાનસભાનો કાર્યકાળ ૨૨ નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે SIR બિહારની જેમ જ દેશભરમાં યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે આ ચૂંટણી માટે કમિશન દ્વારા શરૂ…
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર. CGHSમાં કર્યા મોટા ફેરફારો, ૧૩ ઓક્ટોબરથી થશે લાગુ. નવા દરોના અમલીકરણથી સારવાર ખર્ચ અને ચુકવણી પ્રક્રિયાઓ બંનેમાં સુધારો થવાની અપેક્ષા રહેલી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટી રાહત છે. મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારા બાદ, કેન્દ્ર સરકારે હવે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) હેઠળ એક મોટો સુધારો કર્યો છે. ૩ ઓક્ટોબરના રોજ, સરકારે આશરે ૨,૦૦૦ તબીબી પ્રક્રિયાઓ માટે સુધારેલા પેકેજ દરોની જાહેરાત કરી હતી. આ નવા દરો ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫થી અમલમાં આવશે. આ સુધારાને છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી મોટો સુધારો માનવામાં આવે છે. નોંધનીય છે કે અત્યાર સુધી, જૂના દરો ફક્ત…
ટ્રમ્પના વધુ એક ર્નિણયનો વિરોધ.H-1B વિઝા ફીને અમેરિકાના સંગઠનોએ કોર્ટમાં પડકારી.યુનિયનો, નોકરીદાતાઓ અને ધાર્મિક સંગઠનોના એક ગઠબંધને સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં અરજી કરી.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારાH-1B વિઝા ફી વધારીને ૧,૦૦,૦૦૦ ડૉલર કરવાના આદેશ સામે કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે (ત્રીજી ઓક્ટોબર) યુનિયનો, નોકરીદાતાઓ અને ધાર્મિક સંગઠનોના એક ગઠબંધને સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં આ આદેશને તાત્કાલિક રોકવા માટે અરજી દાખલ કરી છે. આ મુકદ્દમો ટ્રમ્પની બે અઠવાડિયા પહેલા જાહેર કરાયેલી જાહેરાતને કોર્ટમાં પડકારતો પહેલો કાનૂની કેસ છે. આ જાહેરાત મુજબ, અમેરિકામાં પ્રવેશતા નવા H-1B વિઝા ધારકોને ફક્ત ત્યારે જ પ્રવેશ મળશે જાે તેમના નોકરીદાતાઓ આ વધારાની જંગી ફી…
પર્યટકોમાં ખુશીનો માહોલ.કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમ વર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા.પ્રવાસીઓએ આ બરફવર્ષાને જાદુઈ અનુભવ ગણાવ્યા.કાશ્મીરમાં બરફનો વરસાદ થાય એટલે દેશમાં શિયાળાની શરૂઆત થઈ કહેવાય. જમ્મુ-કાશ્મીરના અનેક પહાડી વિસ્તારોમાં સીઝનનો પહેલો બરફ પડયો છે. પ્રવાસીઓએ હળવી બરફવર્ષાનો આનંદ લીધો હતો. અત્યારે કાશ્મીરના પ્રવાસે છે એવા પ્રવાસીઓએ આ બરફવર્ષાને જાદુઈ અનુભવ ગણાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં સીઝનની પહેલી બરફવર્ષા થઈ હતી. બારામુલ્લામાં ગુલમર્ગ અને અનંતનાગના સિન્થાનમાં હળવો બરફ પડયો હતો. સ્કીઈંગ માટે જાણીતા સ્થળોએ બરફ પડયો બહોવાથી કાશ્મીરમાં પહોંચેલા પર્યટકોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. આ વિસ્તારની પહાડીઓએ જાણે બરફની સફેદ ચાદર ઓઢી લીધી હોય અને શિયાળાના આગમનની છડી પોકારી હોય એવું દૃશ્ય…
સરમુખત્યાર કિમ જાેંગનું ફરમાન.ઉત્તર કોરિયામાં મહિલાઓ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ નહીં કરાવી શકે.અહીં એક ડૉક્ટર અને બે મહિલાઓ પર કથિત રીતે બ્રેસ્ટ સર્જરી કરવાના આરોપમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે.ઉત્તર કોરિયામાં હવે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દેશ પહેલેથી જ રોજિંદા બાબતો પર કડક નિયમો માટે જાણીતો છે, જેમ કે, પશ્ચિમી કપડાં પહેરવા અને હેરસ્ટાઇલ રાખવી વગેરે. પરંતુ હવે આ દેશે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ અને પ્લાસ્ટિક સર્જરી પર સખત કાર્યવાહી શરૂ કરી છે. અહીં એક ડૉક્ટર અને બે મહિલાઓ પર કથિત રીતે બ્રેસ્ટ સર્જરી કરવાના આરોપમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે કિમ જાેંગ ઉનની સરકાર હવે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


