MoE: ઇસરોના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણન પરીક્ષા પ્રક્રિયામાં સુધારો કરવા માટે સાત સભ્યોની પેનલનું નેતૃત્વ કરશે. શિક્ષણ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે પેનલ બે મહિનાની અંદર પોતાનો તપાસ અહેવાલ સુપરત કરશે. UGC નેટ રદ કરવા અને NEET UG 2024 ના કથિત પેપર લીક પર ટીકાઓનો સામનો કરી રહેલા, શિક્ષણ મંત્રાલયે શનિવારે પરીક્ષાઓના પારદર્શક, સરળ અને ન્યાયી સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં નિષ્ણાતોના જૂથની નિમણૂક કરી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના.
સાત સભ્યોની સમિતિ પરીક્ષા પ્રક્રિયાની મિકેનિઝમ સુધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ સુધારવા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની રચના અને કાર્યપદ્ધતિ અંગે ભલામણો કરશે.
હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર બી.જે.રાવ અને એઈમ્સ દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા આ સમિતિમાં સામેલ છે. આ કમિટી બે મહિનામાં પોતાનો રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સુપરત કરશે.