ફિલ્મમાં એક મોટો સ્ટાર મહેમાન ભૂમિકામાં દેખાશે પ્રભાસની ફિલ્મ કલ્કિ ટુનું ૩૦ ટકા શૂટિંગ પુરૂ થઇ ગયું ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ અને દીપિકા જેવી જબરદસ્ત સ્ટારકાસ્ટ હતી
પ્રભાસની આગામી ફિલ્મ ‘કલ્કિ ટ’ુનું ૩૦ ટકા શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. તેલુગુ સ્ટાર નાની અને વિજય દેવરકોન્ડા આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે તેવી અટકળો બાદ એક મોટા ફિલ્મસ્ટારને ફિલ્મમાં મહત્વનો કેમિયો કરવા રાજી કરી લેવાયો છે.૨૦૨૪માં આવેલી ‘કલ્કિ ૨૮૯૮એડી’ની સિક્વલમાં આલિયા ભટ્ટ અને સાઇ પલ્લવીના નામો પણ ચમક્યા છે. ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેના સ્થાને સાઇ પલ્લવીને લેવામાં આવી હોવાની પણ અટકળો થઇ રહી છે. ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ અને દીપિકા જેવી જબરદસ્ત સ્ટારકાસ્ટ હતી. આ સાયફાય ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડની કમાણી કરી હતી. નાગ અશ્વિનની આ ફિલ્મનું નિર્માણ વૈજયંતિ મૂવીઝના બેનર તળે કરવામાં આવી રહ્યંી છે. હવે તેની સિકવલમાં પણ બીજા મોટાં ફિલ્મ સ્ટાર્સ જાેડાવાની અટકળો થઇ રહી છે.




