
અભિનેતાએ ટીવી સિરિયલના શુટિંગના દિવસોને યાદ કયા.સેટ નજીક બોમ્બ ફૂટી રહ્યા હતા, અમે ભાગી જવા ધમકી મળતી હતી.અભિનેતા પરીક્ષિત સાહનીએ “૩ ઇડિયટ્સ,” “સુલતાન,” અને “પીકે” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.જાણીતા પીઢ અભિનેતા પરીક્ષિત સાહનીએ “૩ ઇડિયટ્સ,” “સુલતાન,” અને “પીકે” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ૧૯૮૭ માં, તેમણે “ગુલ ગુલશન ગુલફામ“ નામની ટીવી સિરિયલમાં અભિનય કર્યાે હતો.
આ શો એક કાશ્મીરી પરિવારના જીવન પર આધારિત હતો. આ સિરિયલના શૂટિંગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તે સમયે કાશ્મીરી પંડિતો પર હુમલાઓ વધી ગયા હતા, જેના કારણે હત્યાઓ થઈ હતી. પરીક્ષિતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે હતો કે તેમને શ્રીનગર કેવી રીતે છોડવું પડ્યું.પરીક્ષિત સાહનીએ “ગુલ ગુલશન ગુલફામ“ સિરિયટ્ઠલના શૂટિંગ દરમિયાન તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનું વર્ણન કર્યું. પરીક્ષિતે કહ્યું, “મને યાદ છે કે જ્યારે અમે શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે તળાવની બાજુમાં રસ્તા પર બોમ્બ ફૂટી રહ્યા હતા.
અમને કહેવામાં આવ્યું હતું કે અમે પેકઅપ કરીને નીકળી જાઓ નહીંતર અમે તમને મારી નાખીશું. અમારે શ્રીનગર છોડીને ફિલ્મ સિટીમાં શ્રીનગરનો સેટ બનાવવો પડ્યો. તેનું શૂટિંગ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું અને સેટ એટલો સુંદર હતો કે લોકો તફાવત જાેઈ શકતા ન હતા.”પરીક્ષિત સાહની કાશ્મીરમાં રહ્યા છે, તેથી તેમને આ પાત્ર ભજવવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. તેમણે સમજાવ્યું કે તેઓ કાશ્મીરમાં ઘણો સમય રહ્યા છે અને તેમણે ભજવેલા પાત્રમાં બિલકુલ અભિનય કર્યાે નથી. તેઓ કાશ્મીરી ભાષા સારી રીતે જાણતા હતા. મને શિકારા પર સવારી કેવી રીતે કરવી તે ખબર હતી. હું તે સ્થળ અને પાત્રથી પરિચિત હતો, તેથી તે ખૂબ જ સ્વાભાવિક રીતે આવ્યું.




