
હંસિકા મોટવાણીએ ડિવોર્સના મહિના પછી કહ્યું, “ખોટી ટ્રેનમાં બેઠાં હો તો ઉતરી જવું સારું” હંસિકા અને સોહેલ ખાતુરિયાએ ડિસેમ્બર ૨૦૨૨માં જયપુરના મુન્ડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા સોહેલ ખાતુરિયા સાથેના ડિવોર્સનાં એક મહિના પછી હંસિકા મોટવાણીએ આ મુશ્કેલ સમય વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે હવે તે વધુ સારી સ્થિતિમાં છે, પરંતુ ડિવોર્સની વિગતો ખાનગી જ રાખશે.મુંબઈના બાંદ્રાની ફેમિલી કોર્ટ દ્વારા ૧૧ માર્ચે બંનેને પરસ્પર સંમતિથી ડિવોર્સ આપવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને ઘણી ચર્ચા થઈ હતી, છતાં હંસિકાએ તેની વિગત જાહેરમાં શેર ન કરવાનું પસંદ કર્યું છે.
એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, “લોકોને ક્લિકબેટ જાેઈતું હતું, તેમને મળી ગયું. હેડલાઇન્સ જાેઈએ હતી, તે પણ મળી ગઈ. મેં ક્યારેય સ્પષ્ટતા કરી નથી અને નહીં કરું, કારણ કે એ મારા માટે મહત્વનું નથી. મને કોઈ અફસોસ નથી. જાે તમે ખોટી ટ્રેનમાં બેસી ગયા હો, તો પીડા સહન કરવા કરતાં ઉતરી જવું સારું.”તેણે ઉમેર્યું કે તે પોતાના ર્નિણયથી સંતુષ્ટ છે અને ભાવનાત્મક રીતે વધુ સારી સ્થિતિમાં છે. આ સમય દરમિયાન તેનાં પરિવારે તેને મજબૂત સપોર્ટ આપ્યો હતો.હંસિકાએ જણાવ્યું કે તેની માતા અને ભાઈએ મુશ્કેલ સમયમાં તેને ઘણો સાથ આપ્યો અને તેની પોતાની શાંતિને પ્રાથમિકતા આપવાની પ્રેરણા આપી.હંસિકા અને સોહેલ ખાતુરિયાએ ડિસેમ્બર ૨૦૨૨માં જયપુરના મુન્ડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા. તેમની આ શાદી ૨૦૨૩માં ઓટીટી પર ‘હંસિકાઝ લવ શાદી ડ્રામા’માં પણ દર્શાવવામાં આવી હતી.જાે તેની ફિલ્મોની વાત કરવામાં આવે તો, હંસિકા મોટેવાણી છેલ્લે ૨૦૨૪ની ફિલ્મ ‘ગાર્ડિયન’માં જાેવા મળી હતી. તે તેલુગુ ડાન્સ શો ‘ધી સેલિબ્રિટી સ્પેશિયલ ૨’માં જજ તરીકે પણ જાેવા મળી હતી અને ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ ‘નશા’માં જાેવા મળશે.





