
કોન બનેગા કરોડપતિ માં ભાગ લઇકરોડપતિ બનવા અંકલેશ્વરના ૧૧ વર્ષીય કિશોરે ઘર છોડ્યુંમુંબઈ જવા ઘર છોડ્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકને અપહરણ અંગે નો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. કોન બનેગા કરોડપતિ માં ભાગ લઇ કરોડપતિ બનવા અંકલેશ્વરના ૧૧ વર્ષીય કિશોરે ઘર છોડ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
છેલ્લા એક મહિનાથી કોન બનેગા કરોડપતિ જાેઈ રહ્યો હતો.એક ગુજરાતી બાળક જીતતા તેને પણ ભાગ લેવા ની જીદ પકડી મુંબઈ જવા ઘર થી ભાગ્યો કે કોઈએ અપહરણ કર્યું હોવાનું પરિવાર નું અનુમાન છે. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.વાલીઓ માટે લાલબત્તી જેવો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર શહેરી વિસ્તારમાં સામે આવ્યો છે. એક ડ્રાઈવર ના ૧૧ વર્ષ અને ૯ મહિના દીકરા મોહિત છેલ્લા એક મહિનાથી ઘરે ટીવી માં કોણ બનેગા કરોડપતિ જાેઈ રહ્યો હતો અને જે જાેયા બાદ તેને તેમાં ભાગ લેવા ની જીદ પકડી હતી. અને કોણ બનેગા કરોડ પતિ માં ભાગ લઇ બધા સવાલ ના જવાબ આપી એક કરોડ રૂપિયા જીતશે તેમ પરિવાર માં જણાવી મુંબઈ જવા જીદ પકડી હતી. જે બાદ ગત રોજ ૩૧ ઓક્ટોબર ના સવારે વાગ્યા અડસ માં ઘરે સ્કૂલ બેગ માં પુસ્તકો મુકતા માતા એ જાેયો હતો. જે બાદ સુઈ ને ઉઠતા ઘર માં મોહીત નજરે ના પડતા પરિવાર એ શોધખોળ શરૂ કરી હતી. સંબંધી તેમજ સ્ટેશન સહીત વિવિધ વિસ્તારમાં શોધવા છતાં ના મળી આવતાં અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે પુત્રના અપહરણ કે પછી કોણ બનેગા કરોડપતિ માં ભાગ લેવા માટે મુંબઈ જવા ઘર છોડ્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકને અપહરણ અંગે નો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.




