
અનન્યા નિક ઇન્ડિયા સાથે આ કેમ્પેઇનમાં જાેડાઈ છે અનન્યાની પરીક્ષાના તણાવ સામે જાગૃતિ ફેલાવવા ઝુંબેશ- ‘પ્રેશર કો બોલો બાય’ બાળકો અને તેમનાં પરિવારો માટે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી વધુ સરળ અને સ્વાભાવિક બને : અનન્યા પરીક્ષાઓ ઘણી વખત પરિવારમાં તણાવનું વાતાવરણ ઊભું કરે છે. ઘણા ઘરોમાં એક્ઝામ સીઝન દરમિયાન અપેક્ષાઓ અને દબાણ વધે છે. આ વાતને ધ્યાનમાં રાખીને નિક ઈન્ડિયા અને અનન્યા પાંડેની પહેલ ‘સો પોઝિટિવ’ સાથે મળીને એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે, જે બાળકો અને પરિવારને સરળ અને રમૂજી રીતોમાં પરીક્ષાના તણાવને સમજવા અને ઘટાડવામાં મદદ કરે છે.નિક ઈન્ડિયાનાં ‘પ્રેશર કો બોલો બાય’ અભિયાન પર આધારિત આ પહેલ માતા-પિતાને પ્રોત્સાહિત કરે છે કે તેઓ પોતાના બાળકોની ખાસિયતો અને શીખવાની રીતને ઓળખે અને સરખામણીને બદલે તેમનાં આત્મવિશ્વાસને વધારવા પર ધ્યાન આપે. ‘
સો પોઝિટિવ’ પહેલનો હેતુ યુવાનો વચ્ચે વધુ સંવેદનશીલ અને ખુલ્લી વાતચીતને પ્રોત્સાહિત આપવાનો છે. અનન્યા ઈચ્છે છે કે બાળકો અને તેમનાં પરિવારો માટે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી વધુ સરળ અને સ્વાભાવિક બને.તેના માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનન્યા પાંડે સાથે નિકના ચિકૂ, બન્ટી અને તેમનાં મિત્રો જાેડાયાં. તેમણે બેલૂન્સ પર લખાયેલી રોજિંદા પરીક્ષા સંબંધિત ચિંતાઓ પસંદ કરી અને તેને ફોડીને તેમાં રહેલી સરળ સ્ટ્રેસ દૂર કરવાની રીતો બહાર લાવવામાં આવી. આ પહેલ વિશે વાત કરતાં અનન્યા પાંડેએ કહ્યું, “પરીક્ષાનું દબાણ લગભગ દરેક વિદ્યાર્થી અનુભવે છે, પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે તે તમારી ઓળખ નથી. મોટા થતાં મને સમજાયું કે તેને હેન્ડલ કરવાનો શ્રેષ્ઠ રસ્તો થોડીરાહ જાેવી, શ્વાસ લેવો અને પોતાને યાદ અપાવવું કે પરીક્ષા જીવનનો એક નાનો ભાગ છે. નિકનું ‘પ્રેશર કો બોલો બાય’ અભિયાન બાળકો અને માતા-પિતાને ખુલીને તણાવ વિશે વાત કરવા અને તેને વધુ સ્વસ્થ અને સકારાત્મક રીતે હેન્ડલ કરવા પ્રોત્સાહિત કરે છે. ક્યારેક નાના પગલાં — જેમ કે રાહ જાેવી, લાગણીઓ શેર કરવી અથવા અપેક્ષાઓ છોડવી — પણ મોટો ફેરફાર લાવી શકે છે.”





