
ચાંદનીબારની રિમેકમાં અનન્યા, શર્વરી અને તૃપ્તિ ડિમરીનાં નામ ચર્ચામા.શું ‘ચાંદની બાર રિઓપન્સ’માં તબ્બુ ફરી જાેવા મળશે?.મૂળ ફિલ્મમાં તબ્બુના મજબુત અને સંવેદનશીલ અભિનયે તેને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતોરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘ચાંદની બાર’ની સીક્વલ પર સત્તાવાર રીતે કામ શરૂ થઈ ગયું હોવાના અહેવાલો છે. સાથે જ આ ફિલ્મ મધુર ભંડારકરે ડિરેક્ટ કરી હતી અને આ વખતે તેઓ આ ફિલ્મની સિક્વલ નથી કરી રહ્યા એ વાતની પણ ચર્ચા છે.
પરંતુ આ જાહેરાત વચ્ચે સૌથી મોટો પ્રશ્ન જે ચર્ચામાં છે એ છે કે શું તબ્બુ ફરી એકવાર પોતાના આઈકોનિક પાત્ર મુમતાઝ સાવંત તરીકે પરત ફરશે?મૂળ ફિલ્મમાં તબ્બુના મજબુત અને સંવેદનશીલ અભિનયે તેને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતો અને આજે પણ આ ફિલ્મ તેની અભિનય કળાના એક ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે. ત્યારે હવે નિર્માતાઓએ ખાતરી આપી છે કે ‘ચાંદની બાર ૨’ નવી પેઢી માટે આ વાર્તાને ફરી રજૂ કરશે, જે પહેલી ફિલ્મની ઘટનાઓ પછીના ૨૫ વર્ષના પરિપ્રેક્ષ્ય પર આધારિત હશે. જાે કે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તબ્બુ ખરેખર આ પાત્રને ફરી નિભાવશે કે નહીં.પ્રોજેક્ટ સાથે જાેડાયેલા એક નજીકના સુત્રના જણાવ્યા અનુસાર, ‘ચાંદની બાર ૨’ના નિર્માતાઓ તબ્બુની વાપસી અંગે ગંભીર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. સ્ત્રોતે જણાવ્યું, “નિર્માતાઓ ઈચ્છે છે કે તબ્બુ પોતાનું આ જાણીતું પાત્ર ફરી નિભાવે, કારણ કે તેની હાજરી ફિલ્મની વિશ્વસનીયતા અને ભાવનાત્મક ઊંડાણ માટે મહત્વની માનવામાં આવે છે. ચર્ચા ચાલુ છે, પરંતુ તબ્બુ આ રોલ કરશે કે નહીં તે અંગે કોઈ ખાતરી થઈ નથી.”‘ચાંદની બાર ૨’નું નિર્માણ સંદીપ સિંહ તેમના બેનર લેજન્ડ સ્ટુડિયોઝ હેઠળ કરી રહ્યા છે, જ્યારે દિગ્દર્શનનું કામ જાણીતા ફિલ્મમેકર અજય બહલ સંભાળી રહ્યા છે, મધુર ભંડારકર નહીં.
સુત્રોના જણાવ્યા મુજબ, આ સીક્વલમાં એક નવી એક્ટ્રેસને પણ લેવામાં આવશે. આ પડકારજનક અને ઊંડાણ ધરાવતાં પાત્ર માટે ઘણી નવી એક્ટ્રેસના નામ ચર્ચામાં છે, જેમાં અનન્યા પાંડે, શર્વરી વાઘ અને તૃપ્તિ ડિમરીનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે આ નવા મુખ્ય પાત્રની કાસ્ટિંગ જલ્દી જ અંતિમ સ્વરૂપ લેશે, જે મુંબઈના ડાન્સ બાર્સની જિંદગી અને સામાજિક વાસ્તવિકતાને નવા દૃષ્ટિકોણથી આગળ વધારશે.




