
૫૮ની ઉંમરે પિતા બન્યો અરબાઝ ખાન.અરબાઝ ખાનની પત્ની શૂરા ખાને બેબી ગર્લને આપ્યો જન્મ.નન્હી પરીના આગમનથી પરિવારમાં ખુશીની લહેર છવાઈ.બોલિવૂડની પોપ્યુલર ફેમિલીમાંથી એક ખાન પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે. સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન અને તેની પત્ની શુરા ખાન માતા-પિતા બન્યા છે. શુરા ખાને દીકરીને જન્મ આપ્યો છે. ખાન પરિવારમાં લક્ષ્મીના આગમનથી બધા ખૂબ જ ખુશ છે. દરેક જણ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.
અરબાઝ ખાનની પત્ની શૂરા ખાનને શનિવારે સવારે ખારની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શૂરા ગર્ભવતી છે અને અરબાઝ ફરીથી પિતા બનશે તેવા સમાચાર આવ્યા ત્યારથી પરિવાર બાળકના આગમનની આતુરતાથી રાહ જાેઈ રહ્યો હતો. આખરે ૫ ઓક્ટોબરના રોજ, પરિવારને આ ખુશખબર મળી. નોંધનીય છે કે અરબાઝ બીજી વખત પિતા બન્યો છે. તેને તેની પહેલી પત્ની મલાઈકા અરોરાથી એક દીકરો અરહાન ખાન પણ છે.
નોંધનીય છે કે અરબાઝ અને શુરા ખાને વર્ષ ૨૦૨૩માં લગ્ન કર્યા હતા. કપલે એક પ્રાઈવેટ સેરેમનીમાં નિકાહ કર્યા હતા. આ દરમિયાન ફક્ત પરિવારજનો અને મિત્રો જ તેમાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે લગ્ન પહેલા બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા. આ ઉપરાંત થોડા દિવસો પહેલા કપલના બેબી શાવરની તસવીરો પણ ઇન્ટરનેટ પર સામે આવી હતી. આ દરમિયાન સલમાન ખાનને પણ તેમના ભાઈ-ભાભીના બેબી શાવરમાં જાેવા મળ્યો હતો. હવે ખાન પરિવારમાં દીકરીનો જન્મ થયો છે અને નાની પરીના આગમનથી દરેક જણ ખૂબ જ ખુશ છે.




