૮ વર્ષ લિવ ઈન, ૨ બાળકો પછી કર્યા લગ્ન અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા સાથે કર્યા લગ્ન અર્જુન રામપાલે ગોવામાં પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ છેલ્લા ૮ વર્ષથી ગ્રૈબિએલા ડેમેટ્રિયડ્સ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. આઠ વર્ષના લિવ ઈન રિલેશનશિપ દરમ્યાન ગ્રૈબિએલા અને અર્જુન રામપાલ બે બાળકોના માતા-પિતા પણ બન્યા. હવે આ કપલ એ લગ્ન કર્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર અર્જુન રામપાલે ગોવામાં પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા છે.
અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગ્રૈબિએલા સાથે ગોવાના માપુસામાં નજીકના મિત્રોની હાજરીમાં પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા છે. અહીંના સબ રજિસ્ટ્રારે અર્જુન રામપાલના લગ્ન થયા હોવાનું કન્ફર્મ કર્યું છે તેવી જાણકારી પણ સામે આવી છે. આ જાણકારી અનુસાર અર્જુન રામપાલે શુક્રવારે સાંજે ૪ વાગે ગ્રૈબિએલા સાથે લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા.
બોલીવુડ એક્ટર અર્જુન રામપાલના પહેલા લગ્ન મહેર જેસીયા સાથે થયા હતા. મેહર જેસિયાએ ૧૯૮૬ માં ફેમિના મિસ ઈંડ્યાનો તાજ જીત્યો હતો. અર્જુન રામપાલ અને મહેરનાના લગ્ન ૧૯૯૮ માં થયા હતા અને તેમને લગ્નજીવનથી બે દીકરીઓ પણ છે. લગ્નના ૨૧ વર્ષ પછી અર્જુન રામપાલ અને મહેરે ૨૦૧૯માં ડિવોર્સ લીધા. ત્યાર પછીથી અર્જુન રામપાલ ગ્રૈબિએલા સાથે રિલેશનશિપમાં છે.
અર્જુન રામપાલ ૨૦૧૯ થી ગેબ્રેલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. લિવ ઈન રિલેશનશિપ દરમિયાન અર્જુન રામપાલ અને ગ્રૈબિએલા બે દીકરાના માતા પિતા બન્યા. તેમના પહેલા દીકરાનો જન્મ ૨૦૧૯ માં થયો જ્યારે બીજા દીકરા નો જન્મ ૨૦૨૩ માં થયો.
અર્જુન રામપાલ સાથે આઠ વર્ષ રિલેશનશિપમાં રહ્યા પછી તેની બીજી પત્ની બનેલી ગ્રૈબિએલા સાઉથ આફ્રિકા મોડલ અને ફેશન ડિઝાઈનર છે. તે પોતાના કરિયર સાથે ફેમિલી લાઈફને પણ બેલેન્સ કરતી જાેવા મળે છે.
મહત્વનું છે કે અર્જુન રામપાલ લગ્નને લઈને તેના નિવેદનના કારણે વિભાગમાં પણ રહ્યો હતો. અલગ અલગ ઇન્ટરવ્યૂ અને પોડકાસ્ટ માં અર્જુન રામપાલે એવું જણાવ્યું હતું કે લગ્ન કરવાની જરૂર શું હોય છે લગ્ન એટલે કાગળનો એક ટુકડો… પરંતુ હવે અર્જુન રામપાલે બીજા લગ્ન કરી લીધા છે.





