
બોબી દેઓલનું ચર્ચાસ્પદ નિવેદન.‘ભાઈ સની દેઓલના દીકરાઓને નેપોટિઝમનો ફાયદો ના થયો’.સની દેઓલના નાના દીકરા રાજવીરે રાજશ્રી પ્રોડક્શન્સમાં બનેલી ફિલ્મ ‘દોનો’ થી ડેબ્યૂ કર્યું હતું.બોલિવૂડની દેઓલ ફેમિલીને ચાહકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ધર્મેન્દ્રથી લઈને તેમના બે પુત્રો સની અને બોબી દેઓલ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ ધૂમ મચાવે છે. વર્ષ ૨૦૨૩ દેઓલ પરિવાર માટે કરિયરનું બેસ્ટ વર્ષ સાબિત થયું હતું. પરંતુ તેમની આગામી પેઢી એટલે કે, સની દેઓલના બંને પુત્રો કરણ અને રાજવીરને ચાહકોનો પ્રેમ ન મળ્યો.હિન્દી સિનેમામાં ઘણીવાર નેપોટિઝમ પર ચર્ચા છેડાતી રહે છે. દરેક વ્યક્તિ એવું માને છે કે જાે કોઈ સ્ટાર સ્ક્રીન પર હિટ છે, તો તેનો દીકરો કે દીકરી પણ બાદમાં હિટ થશે.
નેપો કિડ્સ અથવા સ્ટાર કિડ્સ પર એવી જ આશા રાખવામાં આવે છે કે, તેઓ પોતાના પરિવારની જેમ જ પોપ્યુલર બને. જાેકે, આ બધુ દરેકની સાથે નથી થતું.હવે નેપોટિઝમ પર બોબી દેઓલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. એક ઈન્ટરવ્યુમાં એક્ટરે પોતાના પુત્ર આર્યમન દેઓલના ડેબ્યૂ પર વાત કરતા કહ્યું કે, ‘હું મારા પુત્રને લોન્ચ નથી કરવાનો. પરંતુ હું રાહ જાેઈ રહ્યો છું કે કોઈ મારી પાસે તેના માટે સારી સ્ક્રિપ્ટ લઈને આવે. અમે લોકો રાહ જાેઈ રહ્યા છીએ, અને મેં મારા પુત્રને કહ્યું છે કે, ત્યાં સુધી તારે ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે સમય બદલાઈ ગયો છે. જ્યારે મેં શરૂઆત કરી હતી, ત્યારે તમારી પાસે પોતાને સાબિત કરવાોની અને સુધારવાની તકો મળતી હતી.’બોબી દેઓલે આગળ કહ્યું કે, હું માનું છું કે મારો પુત્ર અથવા ધર્મેન્દ્રના પૌત્ર હોવાથી તેને ફાયદો થઈ શકે છે. પરંતુ તે પછી તો તેણે ખુદ જ પોતાને સાબિત કરવું પડશે. ઘણા બધા એક્ટર્સ છે જેમના બાળકો ફિલ્મોમાં આવ્યા અને ફ્લોપ થયા છે. સામાન્ય રીતે આઉટસાઈડર્સ જ છે જે સફળ થયા છે. મારા પિતા આઉટસાઈડર હતા અને હું ભાગ્યશાળી છું કે, હું તેમનો દીકરો છું.
પરંતુ અંતે તો તમારું કામ જ બોલે છે.’બોબીએ આગળ કહ્યું કે, ‘મારા ભાઈના દીકરાઓ માટે પણ ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ સારો નથી રહ્યો. માત્ર એટલા માટે કે તેઓ સની દેઓલના દીકરા છે અને ધર્મેન્દ્રના પૌત્ર છે એનો અર્થ એ નથી કે તેમનું કરિયર ઊંચાઈ પર પહોંચ્યું છે. તેમને નેપોટિઝમનો ફાયદો ના થયો. તેમને સખત મહેનત કરવી પડશે, અને તેઓ હાલમાં એ જ કરી પણ રહ્યા છે.’સની દેઓલના બંને પુત્રો કરણ અને રાજવીર બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. તેના મોટા પુત્ર કરણે ૨૦૧૯માં પોતાના પિતાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કરણની એક બીજી ફિલ્મ ૨૦૨૨માં આવી હતી, પરંતુ તે પણ કંઈ ખાસ કમાલ નહોતી કરી શકી. બીજી તરફ સનીના નાના દીકરા રાજવીરે રાજશ્રી પ્રોડક્શન્સમાં બનેલી ફિલ્મ ‘દોનો’ થી ડેબ્યૂ કર્યું હતું, જે ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. જાેકે, બંને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગયા. ચાહકોએ સનીના દીકરાઓને એ રીતે નહીં સ્વીકાર્યા જે રીતે એક્ટરને સ્વીકાર્યાે હતો.




