
ભારતનું વધાર્યું ગૌરવ BAFTA એવોર્ડ્સમાં આલિયા ભટ્ટે હિન્દીમાં આપી સ્પીચ ફરહાન અખ્તરના પ્રોડક્શન હેઠળ બનેલી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ને ‘બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ‘ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયો બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA) માં આ વર્ષે ભારતીય કલાકારોનો દબદબો જાેવા મળ્યો હતો.
લંડનમાં આયોજિત આ ભવ્ય સમારોહમાં બોલીવુડ સ્ટાર્સ ફરહાન અખ્તર અને આલિયા ભટ્ટે હાજરી આપી હતી. ભારત માટે આ ગર્વની ક્ષણ ત્યારે બની જ્યારે ફરહાન અખ્તરના પ્રોડક્શન હેઠળ બનેલી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ (Boong) ને ‘બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ‘ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ સફળતાએ સાબિત કર્યું કે ભારતીય પ્રાદેશિક સિનેમા હવે વૈશ્વિક ફલક પર પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.આ ભવ્ય સ્ટેજ પર આલિયા ભટ્ટે જ્યારે એવોર્ડ પ્રેઝન્ટર તરીકે એન્ટ્રી કરી ત્યારે સૌની નજર તેના પર અટકી ગઈ હતી. આલિયાને ‘બેસ્ટ નોન-ઇંગ્લિશ ફિલ્મ‘ કેટેગરીનો એવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. સ્ટેજ પર આવતાની સાથે જ આલિયાએ પોતાની સ્પીચની શરૂઆત ‘નમસ્કાર’ સાથે શુદ્ધ હિન્દીમાં કરી હતી. તેણે કહ્યું કે, “ફિલ્મો ભલે અલગ-અલગ ભાષાઓમાં વાત કરતી હોય, પરંતુ સિનેમાની ભાષા તો આપણે સૌ સમજીએ જ છીએ.” આલિયાનો આ દેશી અંદાજ અને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ એવોર્ડ શોમાં આલિયાના લુકની પણ ખૂબ ચર્ચા થઈ હતી. તેણે સિલ્વર ગ્લિટર ગાઉન સાથે સફેદ સ્ટૉલ પહેર્યાે હતો, જેમાં તે કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગતી. તેણે આ સ્ટેજ પરથી ફિલ્મ ‘સેન્ટિમેન્ટલ વેલ્યુ’ ને વિજેતા જાહેર કરી હતી, જે આ વર્ષે ઓસ્કર માટે પણ નોમિનેટ થયેલી છે. આલિયાએ ગ્લોબલ પ્લેટફોર્મ પર જે આત્મવિશ્વાસ સાથે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તે જાેઈને દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો છે. આલિયા ભટ્ટ પહેલા માત્ર પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણને જ BAFTA જેવા મોટા સ્ટેજ પર એવોર્ડ પ્રેઝન્ટર બનવાની તક મળી છે. આ સિદ્ધિ હાંસલ કરનાર આલિયા હવે ત્રીજી ભારતીય અભિનેત્રી બની ગઈ છે. વર્ક ળન્ટની વાત કરીએ તો, આલિયા ટૂંક સમયમાં ‘આલ્ફા’ અને ‘લવ એન્ડ વોર’ જેવી મોટા બજેટની ફિલ્મોમાં જાેવા મળશે. આ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેની હાજરીએ બતાવી દીધું છે કે તે હવે માત્ર હિન્દુસ્તાનની જ નહીં પરંતુ ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે.




