અભિનય દ્વારા સેલિના પોતાના જીવનને ફરી ઊભુ કરવા તૈયાર સેલિના જેટલી સિસ્ટર નિવેદિતાની બાયોપિક સાથે વાપસી કરશે એક હૃદયસ્પર્શી સંદેશમાં સેલિનાએ પોતાના મુશ્કેલ સમયમાં ટેકો આપનારા પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરી
સેલિના જેટલીએ આગામી ફિલ્મ ‘સિસ્ટર નિવેદિતા’ સાથે પોતાની બોલીવૂડ વાપસીની જાહેરાત કરી છે જે તેના જીવનમાં અનેક અંગત સંઘર્ષાે પછી એક નવો અધ્યાય બનશે. સેલિનાએ જણાવ્યું કે સિનેમા તેની શક્તિ છે અને તેણે પ્રોજેક્ટને કમબેક નહિ પણ ઘરવાપસી તરીકે ગણાવ્યો તેમજ શુભેચ્છકો પાસેથી સમર્થનની વિનંતી કરી હતી.એક હૃદયસ્પર્શી સંદેશમાં સેલિનાએ પોતાના મુશ્કેલ સમયમાં ટેકો આપનારા પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરી.તેણે જણાવ્યું કે રામ કમલ મુખરજી દ્વારા દિગ્દર્શિત ‘સિસ્ટર નિવેદિતા’ ભારતમાં શિક્ષણ અને આધ્યાત્મિક સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર આઈરિશ શિક્ષણશાસ્ત્રી માર્ગારેટ એલિઝાબેથ નોબલની અસાધારણ સફરનું ચિત્રણ કરશે.૨૦૧૧માં ઓસ્ટ્રિયન ઉદ્યોગસાહસિક પીટર હાગ સાથે લગ્ન કરનાર સેલિનાને ચાર બાળકો છે અને તેણે તાજેતરના વર્ષાેમાં અનેક પડકારોનો સામનો કર્યાે છે. સેલિનાએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને તે હાલ પોતાના બાળકોની કસ્ટડી બાબતે કાનૂની વિવાદમાં સંડોવાયેલી છે. અભિનય દ્વારા સેલિના પોતાના જીવનને ફરી ઊભુ કરવા તેમજ પોતાની ધગશ સાથે જાેડાવવા ઈચ્છે છે.





