(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાત માં હવે ગુંડા, મવાલીઓ, બુટલેગરો, બળાત્કારીઓ, અપહરણકારો ની સાથે સાથે નકલી ખાવા- પીવાની ચીજો વેચનારા બેફામ બનીને પ્રજાના આરોગ્ય ને બિન્દાસ બગાડી રહ્યા છે. કારણ કે જે રાજ્યનું ડ્રગ્સ અને ફૂડ આરોગ્ય ખાતું નિષ્ક્રીય રહીને માત્ર વાર-તહેવારોમાં જ ચેકીંગ ના નામે જે સૂસાટા મારી ને કાગળ ઉપર કામગીરી કરવા માટે જાણીતું છે. એવા આરોગ્ય ખાતાની કામગીરી હવે જે તે શહેરોની SOG પોલીસે કરી ને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને પાંજરે પૂરવા માંડયા છે. એના લીધે આરોગ્ય ખાતા પર સવાલો તો ઉભા જરૂર થાય છે. પછી એ સુરતના બોગસ ડોક્ટર હોય, કે રાજકોટ માં શુદ્ધ ઘી ના નામે વેચાતું બનાવટી ઘી હોય, પનીર હોય એવી તમામ આરોગ્ય ને લગતી બાબતો સાથે પૈસા ખાતર ખેલ કરનારાઓ ને SOG એ પકડવાની શરૂઆત કરી પ્રજામાં એક દ્રષ્ટાંત પૂરું પાડયુ છે. જે કામ ડ્રગ્સ અને ફૂડ તેમજ આરોગ્ય ખાતાએ કરવું જોઈએ એ કામ હવે SOG
પોલીસ કરી રહી છે. કારણ વર્ષે વાર-તહેવારે ચેકીંગ કરવા નીકળી પડતા આરોગ્ય અધિકારીઓ આડે દિવસે જે નિષ્ક્રીયતા દાખવે છે. એને પરિણામે રાજ્ય માં નકલી દૂધ, નકલી ઘી, નકલી પનીર, નકલી ચીઝ, નકલી માવા જેવા ખાદ્ય પદાર્થો વેચનારા કોઈ પણ જાતની રોકટોક વગર વેચીને ધૂમ રૂપિયા કમાઈ રહ્યા છે.
આમ ગરવી ગુજરાતની ગરિમા દિવસે દિવસે ને ખરડાતી જતી હોઈ ડ્રગ્સ એન્ડ ફૂડ અને આરોગ્ય ખાતું આ બાબતે મહારાષ્ટ્રના (FSSAI) ના કમિશ્નર તુકારામ મુંડેની માફક પ્રજાના આરોગ્ય માટે જાગૃત બને એજ ઇચ્છનીય છે.




