
ઓડિશનની શરતનો અસ્વીકાર કર્યા દીપિકાએ હોલિવુડની ધી વ્હાઈટ લોટસ સીરિઝ છોડી દીધી આ પહેલાની સીઝન માટે પણ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે ગર્ભવતી હોવાથી તે સ્વીકારી શકી નહોતી દીપિકા પદુકોણે એમી પુરસ્કાર વિજેતા સીરિઝ ‘ધી વ્હાઈટ લોટસ’ની ચોથી સીઝન છોડી દીધી છે.આ સીરિઝમાં કાસ્ટિંગ માટે ઓડિશન આપવું અનિવાર્ય હતું. પરંતુ, દીપિકા તે માટે તૈયાર થઈ ન હતી. આખરે મતભેદોેને પગલે તેણે આ શો છોડી દીધો છે.
છેલ્લા થોડા મહિનાઓથી દીપિકા આ સીરિઝ કરી રહી હોવાની ચર્ચાઓ હતી. ‘ધી વ્હાઇટ લોટસ’ના નિર્માતાઓ લાંબા સમયથી દીપિકાને આ શોમાં લેવા ઉત્સુક હતા. આ પહેલાની સીઝન માટે પણ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે ગર્ભવતી હોવાથી તે સ્વીકારી શકી નહોતી. આ પછી તે શોની આગામી સીઝનમાં કામ કરવા તૈયાર થઇ હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં દીપિકા ‘સ્પિરિટ’ તથા ‘કલ્કિ ટુ’ સહિતની ફિલ્મો પણ છોડી ચૂકી છે.




