
૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ફિલ્મ રિલીઝ થયેલી.૭૫ દિવસમાં ઐતિહાસિક કમાણી પછી ‘ધુરંધર’ની રેકોર્ડબ્રેકિંગ થિએટર રન અટકી.અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારોની મોટી હિટ સાબિત થઈ.અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી રણવીર સિંહ અભિનિત ‘ધુરંધર’ને બોક્સ ઑફિસ પર જાેરદાર સફળતા મળી. ગયા વર્ષની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક બનેલી આ આદિત્ય ધરની આ ફિલ્મના કારણે વધુ દર્શકો થિયેટરો સુધી પહોંચ્યા. ૧૭ ફેબ્રુઆરીએ ફિલ્મે થિયેટરોમાં ૭૫ દિવસ પૂર્ણ કરીને ઐતિહાસિક દોડ લગભગ પુરી કરી છે.અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારોની મોટી હિટ સાબિત થઈ છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદ લગભગ બે મહિના પછી પણ ફિલ્મ થિયેટરોમાં દર્શકો આકર્ષતી રહી અને આ ફિલ્મે દેશમાં ૮૯૪.૪૯ કરોડ નેટ કલેક્શન સાથે દોડ પૂર્ણ કરી છે. ૩.૬ કરોડથી વધુ દર્શકો સાથે તે મહામારી પછીના સમયગાળામાં થિએટરમાં બીજી સૌથી વધુ જાેવાયેલી ભારતીય ફિલ્મ બની.‘ધુરંધર’ ૮૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ તરીકે ઉભરી આવી.
દેશમાં કમાણીના મામલે ધુરંધર ‘બાહુબલી ૨: ધ કનક્લૂઝન’ અને ‘પુષ્પા ૨’ પછી ત્રીજા ક્રમે રહી છે.ફિલ્મે વિશ્વભરમાં ૧,૩૫૪.૮૪ કરોડનું કલેક્શન કર્યું, જેમાંથી ૨૯૯.૩૫ કરોડ વિદેશી બજારોમાંથી આવ્યા. આ રીતે તે ‘દંગલ’ પછી વિશ્વસ્તરે બીજી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની. વિદેશોમાં આ ફિલ્મ આઠમી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ અને ઉત્તર અમેરિકામાં ૨૦.૬૫ મિલિયન ડોલર સાથે સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની.લગભગ ૨૨૫ કરોડના બજેટમાં બનેલી ધુરંધરે ૬૬૯.૪૯ કરોડનો નફો કર્યાે છે અને સુપર-ડુપર હિટનો દરજ્જાે મેળવ્યો છે. ૨૦૨૬ની ચોથી સૌથી વધુ નફાકારક બોલિવૂડ ફિલ્મ તરીકે પણ ઉભરી છે. સાથે જ આ ફિલ્મ સાથે રણવીર સિંહની કારકિર્દીનો સૌથી મોટો ઓપનિંગ ડે ૨૮.૬૦ કરોડ નોંધાયો હતો. હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટો બીજાે વીકએન્ડ ૧૪૬.૬૦ કરોડ, સૌથી મોટું બીજું અઠવાડિયું ૨૬૧.૫૦ કરોડ અને સૌથી વધુ કમાણી કરનાર બીજાે રવિવાર ૫૮.૨૦ કરોડ પણ નોંધાયો છે.આ ઉપરાંત, આ ફિલ્મ રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ અને સંજય દત્ત માટે તેમજ ડિરેક્ટર આદિત્ય ધર માટે ભારતમાં અને વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.હવે સૌની નજર તેની સિક્વલ ‘ધુરંધર: ધ રિવેન્જ’ પર છે, જે ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે. તે દિવસે યશ અભિનિત ‘ટોક્સિક: અ ફેરિટેલ ફોર ગ્રોન-અપ્સ’ સાથે મોટો બોક્સ ઑફિસ ક્લેશ જાેવા મળશે.




