
બંને વચ્ચેનો વિવાદ વધુ લંબાયો.રણવીર સિંહે ફરહાન અખ્તરને ૪૦ કરોડ પરત કરવાની ઘસીને ના પાડી દીધી.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની ઘટના બનવી સાહજિક છે, અને ઘણા પ્રોડ્યુસરો અને એક્ટરો વચ્ચે આ પ્રકારનો વિવાદ થતો રહે છે.જાવેદ અખ્તરના પુત્ર, અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીની એક્સલ એન્ટરટેઇનમેન્ટદ્વારા રણવીરને ડોન-૩છોડવાથી આશરે ૪૦ કરોડનું નુકસાન થયું હતું જેથી તેઓએ આ રણવીરસિંઘને આ રકમ પરત કરવા વિનંતી કરી હતી, પરંતુ રણવીરસિંઘે આ રકમ પાછી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો, જેના પગલે વિવાદ વધુ લંબાયો છે. ડોન-૩માંથી રણવીરના બહાર નીકળી જવાથી કંપનીને ભારે નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જાે કે આ મામલે રણવીર સિંહે આરકમ પરત ચૂકવાનો ઇન્કાર કરતા દલીલ કરી હતી કે તેણે ડોન-૩ માટે પ્રોડ્યુસરો પાસેથી એડવાન્સ પેટે એક રૂપિયો પણ લીધો નહોતો,તેથી તેમને કોઈપણ પ્રકારની રકમ પરત કરવાની રહેતી નથી. તેમણે ઉદાહરણ આપ્યું હતું કે એક અન્ય પ્રોજેક્ટ માટે પણ તેઓએ લાંબા સમય સુધી તૈયારી કરી હતી પરંતુ તે પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો અને તે સમયે પણ તેણે ફિલ્મના નિર્માતા ભણસાલીને કોઇ રકમ પરત કરી નહોતી.બંને પક્ષો વચ્ચેપ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાદ્વારા મધ્યસ્થતા માટે મિટિંગો પણ થઈ છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ સમાધાન થઇ શક્યું નથી.રણવીર સિંહે આ મુદ્દે કહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની ઘટના બનવી સાહજિક છે, અને ઘણા પ્રોડ્યુસરો અને એક્ટરો વચ્ચે આ પ્રકારનો વિવાદ થતો રહે છે, આ કિ પહેલી ઘટના નથી.અત્યાર સુધીની સ્થિતિ એવી છે કે બંને પક્ષો વચ્ચે મતભેદ ચાલુ જ છે અને સમાધાન માટે કાયદેસર પગલાં અથવા મધ્યસ્થતા બંને તરફથી આગળ વધી શકે છે.




