
‘હું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો’ : એલ્વિશ.પૂર્વ ‘બિગ બોસ’ વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલી વધી.ગીતમાં સાપનો ઉપયોગ કરવાના કેસમાં યુટ્યુબર, સિંગર રાહુલ ફાજિલપુરિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ યુટ્યુબર અને ‘બિગ બોસ ર્ં્ ૨’ વિજેતા એલ્વિશ યાદવ અને સિંગર રાહુલ ફાજિલપુરિયા વિરુદ્ધ ખાસ ઁસ્ન્છ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમના પર તેમના ગીતોમાં સાપનો ઉપયોગ કરીને વન્યજીવન સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.આ કેસમાં ચંદીગઢ સ્થિત મ્યુઝિક કંપની સ્કાય ડિજિટલને પણ સહ-આરોપી બનાવવામાં આવી છે. ઈડ્ઢ આ કેસમાં પહેલાથી જ બંનેની ૫૫ લાખની મિલકત જપ્ત કરી ચૂકી છે.વાસ્તવમાં, ભૂતપૂર્વ સાંસદ અને પ્રાણી અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધીના સંગઠન ‘પીપલ ફોર એનિમલ્સ’ના કાર્યકર સૌરભે પાર્ટીઓ અને ગીતોમાં સાપના ગેરકાયદેસર ઉપયોગ અંગે ફરિયાદ નોંધાવી હતી.એલ્વિશ યાદવ પર તેની પાર્ટી અને ગીતોમાં સાપનો ઉપયોગ કરવાનો આરોપ હતો.નોઈડાના રહેવાસી સૌરભની ફરિયાદના આધારે ૨ નવેમ્બર ૨૦૨૩ ના રોજ એલ્વિશ યાદવ સહિત છ વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
તપાસ બાદ, નોઈડા પોલીસે ૧૭ માર્ચ, ૨૦૨૪ ના રોજ એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે, ‘સ્કાય ડિજિટલ’ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હતું અને તેણે સ્પોન્સર કરવામાં અથવા ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવામાં ભૂમિકા ભજવી હોઈ શકે છે.ઈડ્ઢ એ તેની તપાસમાં શોધી કાઢ્યું કે, આ પ્રવૃત્તિમાંથી મળેલી રકમ મિલકતમાં રોકાણ કરવામાં આવી હતી, જેના પગલે ૫૫ લાખની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ‘પીપલ ફોર એનિમલ્સ’ના સભ્ય સૌરભે આ કાર્યવાહીનું સ્વાગત કર્યું. તેણે કહ્યું કે, ‘સેલિબ્રિટીઓ દ્વારા પ્રાણીઓનો આવો દુરુપયોગ ખરાબ સંદેશ આપે છે.’સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં નોઈડા પોલીસે અગાઉ એલ્વિશની ધરપકડ કરી, જેલમાં મોકલ્યો હતો.નોઈડા પોલીસે એલ્વિશ યાદવ અને કેટલાક અન્ય લોકો સામે પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને હ્લૈંઇ દાખલ કરી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેણે પાર્ટીમાં ગેરકાયદેસર રીતે સાપ અને ઝેરનો ઉપયોગ કર્યાે હતો.




