
લોકોના કહેવાથી હું કંઈ નહીં કરું, મને યોગ્ય લાગે એ જ કરીશ.હિન્દી ફિલ્મોમાં પૅકેજ થાય છે, કલાકારોનું જરૂર મુજબ કાસ્ટિંગ થતું નથી : ગુલશન.ઓર્મેક્સના ડેટા અનુસાર તમિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમ સહિતની ભાષાઓની પ્રાદેશિક ફિલ્મોનો માર્કેટમાં હિસ્સો વધી રહ્યો છે.ગુલશન દેવૈયાનો ચહેરો ફિલ્મ રસિકો માટે અજાણ્યો નથી પરંતુ તાજેતરમાં તેણે રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા ચૅપ્ટર ૧’માં તેમે ભજવેલું રાજા કુળશેખરનું પાત્ર ખુબ વખણાયું છે. હિન્દી ફિલ્મમાં આટલાં વર્ષાેમાં કરેલાં પાત્રો જે નથી કરી શક્યા એ આ એક પાત્રએ કર્યું છે. તેનાથી ફરી એક વખત સાઉથની ફિલ્મ અને બોલિવૂડ વચ્ચે સરખામણી અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઓર્મેક્સના ડેટા અનુસાર તમિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમ સહિતની ભાષાઓની પ્રાદેશિક ફિલ્મોનો માર્કેટમાં હિસ્સો વધી રહ્યો છે સામે ૨૦૨૪માં હિન્દી ફિલ્મોનો હિસ્સો ઘણો ઘટી રહ્યો છે.
સમગ્ર ભારતમાં બોક્સ ઓફિસનો આંકડો લગભગ ૧૧,૮૩૩ કરોડે પહોંચ્યો છે, પરંતુ તેમાં હિન્દી ફિલ્મનો હિસ્સો ૨૦૨૨૩માં ઘટીને ૫,૩૮૦ કરોડ જ રહ્યો છે જે ૨૦૨૪માં ૪,૬૭૯ કરોડ થયો. જાે તેમાંથી જાે હિન્દીમાં ડબ થયેલી સાઉથની ફિલ્મોને કાઢી નાખીએ તો ઓરિજિનલ હિન્દી ફિલ્મોના હિસ્સામાં ૩૭ટકાનો ઘટાડો થઈ જશે. ત્યારે હવે ગુલશન દેવૈયાને પૂછાયું કે હવે સાઉથનું સિનેમા કેમ બોલિવૂડથી આગળ ભાગી રહ્યું છે, તેના જવાબમાં ગુલશને કહ્યું, “કેટલીક ફિલ્મ સારી ચાલે પણ છે. મેં તો કન્નડામાં માત્ર એક ફિલ્મ કરી છે, તેથી મને સાઉથની ઇન્ડસ્ટ્રીનો ખાસ અનુભવ રહ્યો નથી. પરંતુ મને એ ખબર છે કે રિષભ શેટ્ટીએ આ ફિલ્મની કાસ્ટિંગ કેવી રીતે કરી હતી. તેણે આ ફિલ્મ માટે કાસ્ટિંગ કર્યું હતું, એણે ફિલ્મને પેકેજ નહોતી કરી. મને એ ખાતરી છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મ પેકેજ થાય છે, કલાકારોને જરૂરિયાત મુજબ કાસ્ટ કરવામાં આવતા નથી. મને લાગે છે, તેનાથી ઘણો ફરક પડશે.”તેણે સમજાવ્યું કે બોલિવૂડમાં પાત્રમાં કેવા કલાકારની જરૂર છે, તેના કરતાં સ્ટાર પ્રોફાઇલને આધારે, તેમની સાથે કયા કલાકારોને મેળ આવે છે એ મુજબ કાસ્ટિંગ કરવામાં આવે છે. ગુલશન કહે છે, “ઘણી વખત ફિલ્મ ઘણી સારી લાગે છે, ચલો આ કલાકારોને લઇએ કારણ કે એમનું અમુક ચોક્કસ પ્રોફાઇલ છે પરંતુ શું ડિરેક્ટરને લાગે છે કે તેઓ ચોક્કસ પાત્ર માટે શ્રેષ્ઠ છે?”ગુલશને ૨૦૧૧માં આવેલી ફિલ્મ ફોર્સનું ઉદાહરણ આપતાં કહ્યું, “તેમણે મારું એક રોલ માટે ઓડિશન લીધું હતું. મેં કહ્યું, હું ઓડિશન નહીં આપું, મારે વિલનના રોલ માટે ઓડિશન આપવું છે કારણ કે મેં કખા કખા, મૂળ તમિલ ફિલ્મ જાેઈ હતી. મને લાગ્યું હતું કે એ રોલ જાેરદાર છે.
મેં બહુ સારું કામ કર્યું. પણ મને એ રોલ ન મળ્યો. સ્વાભાવિક છે, હું એ પાત્ર માટે યોગ્ય હતો જ નહીં. કારણ કે એ પાત્ર માટે એક ચોક્કસ પ્રકારનો દેખાવ, અને પર્ફાેર્મ કરવાની ક્ષમતાઓ જાેઈએ. એક ચોક્કસ લહેકો જાેઈએ, જે માત્ર વિદ્યુત જામવાલ જ કરી શકે છે. મારા અને વિદ્યુત વચ્ચે એ જ એ પાત્ર માટે યોગ્ય હતો. એને કાસ્ટિંગ કહેવાય. એનું કાસ્ટિંગ યોગ્ય હતું, મને લીધો હોત તો ખોટું હોત. જાે એ પાત્ર અલગ રીતે લખાયું હોત તો અલગ વાત હતી.”આ જ રીતે કંતારામાં પણ આ જ રીતે કાસ્ટિંગ થયું હતું. આ ફિલ્મે માત્ર ભારતમાં જ ૪૫૦ કરોડની કમાણી કરી લીધી છે. જાેકે, ઘણા લોકો ગુલશનને આજે પણ અન્ડરરેટેડ કલાકાર ગણે છે, આ અંગે તેણે જણાવ્યું, “લોકો મને ટીકામાં અન્ડરરેટેડ કહે તો પણ હું તેને હકારાત્મક રીતે જ લઉં છું. જેમકે, એક વખત કોઈ શુભેચ્છકે મને કહ્યું, હું મારી કારકિર્દી પર ધ્યાન નથી આપતો. એ હું સમજું છું, વ્યાજબી પણ છે. પણ એક વખતે મને કોઈએ કહ્યું કે મારે મોટી ગાડી લેવી જાેઈએ.




