
આ ફલેટનું સામાન્ય ભાડું બે લાખથી વધારે.હૃતિકે ગર્લફ્રેન્ડ સબાને ફક્ત ૭૫ હજારમાં ફલેટ ભાડે આપ્યો.મુંબઉના જૂહુ વરસોવા રોડ પરની બિલ્ડિંગમાં હૃતિકની ૧૦૦ કરોડની માલિકીની બે પ્રોપટી.હૃતિક રોશને મુંબઈના જૂહુ વરસોવા રોડ જેવા મોંઘાદાટ એરિયામાં થ્રી બીએચકે જેટલો વિશાળ ફલેટ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને ફક્ત ૭૫ હજાર રુપિયામાં ભાડે આપી દીધો છે. આ વિસ્તારમાં આ ભાડાંમાં વન બીએચકે ફલેટ પણ મળવો મુશ્કેલ છે.
થ્રી બીએચકે ફલેટનું ભાડું બે લાખ રુપિયાથી શરુ થતું હોય છે તેમ બજાર વર્તુળોનું કહેવું છે. આ ફલેટ આશરે ૧૦૦૦થી ૧૩૦૦ ચોરસ ફૂટનો છે. મુંબઈમાં ફલેટ્સની સામાન્ય સાઈઝ કરતાં પણ આ ફલેટ વધારે મોટો છે. હૃતિકે આ બિલ્ડિંગમાં બે પ્રોપર્ટીમાં આશરે ૧૦૦ કરોડનું રોકાણ કરેલું છે. તેમાં ૧૮મા માળના એક ફલેટ તથા ૧૯ અને ૨૦મા માળના ડુપ્લેક્સનો સમાવેશ થાય છે.




