કરોડો રુપિયા મળશે પણ પાનમસાલાની એડ નહીં કરું શાહરૂખ-અજય દેવગણને FDA નોટિસ વચ્ચે સની દેઓલનો જૂનો વીડિયો વાયરલ અક્ષય કુમાર, શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ જેવા દિગ્ગ્જ કલાકારો આ બ્રાન્ડ્ઝનો પ્રચાર કરી ચુક્યા
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ‘વિમલ ઈલાયચી’ની જાહેરાતને લઈને શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. બીજી તરફ સની દેઓલે હાલમાં જ કહ્યું હતું કે તેમને કરોડો રૂપિયા મળે છતાં પાન-મસાલા અને ઈલાયચી જેવી બ્રાન્ડની જાહેરાતો કરશે નહીં. જાેકે, આ સાથે જ ઇન્ટરનેટ પર લોકોએ સની દેઓલની જૂની જાહેરાત શોધી લીધી હતી, જેમાં તે આ વસ્તુઓને સલંગ્ન જાહેરાતમાં દેખાયો હતો. ઇન્ટરનેટના યુગમાં જૂની વસ્તુઓ પણ છુપાયેલી રહેતી નથી. કંઈક એવું જ સની દેઓલ સાથે ઘટિત થયું હતું. અક્ષય કુમાર, શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ જેવા દિગ્ગ્જ કલાકારો આ બ્રાન્ડ્ઝનો પ્રચાર કરી ચુક્યા છે, જેથી તેમના ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે. એક પોડકાસ્ટમાં સની દેઓલે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ કરોડોની ઓફર મળ્યા બાદ પણ ટોબેકોની જાહેરાત નહીં કરે. તેણે કહ્યું કે ‘હું પાન-મસાલાની જાહેરાત કરતો નથી અને કરીશ પણ નહીં. હું ગુટકા જેવી વસ્તુઓનો પ્રચાર નહીં કરું. મને ઓફર્સ આવે છે પણ હું કરીશ નહીં. હું એવી કોઈ વસ્તુ કરવા નથી માંગતો જેમાં મને વિશ્વાસ ન હોય, મને નથી લાગતું કે આવી વસ્તુઓનો પ્રચાર કરવો સારી વાત છે. કેટલીક એવી વસ્તુઓ છે જે હું નથી કરતો કારણ કે મારો અંતરાત્મા એમાં માનતો નથી અને મારે જે કરવા જેવી લાગતી હોય તે કરી લઉ છું.





