કરણ જાેહર-વરૂણ ધવન બે દિવસના કાર્યક્રમના હોસ્ટ આઇફા એવોર્ડ ૨૦૨૭ અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે આઇફા એવોર્ડમાં સલમાનખાન, શાહિદકપૂર, કરીનાકપૂર અને જાહ્નવીકપૂરના પરફોર્મન્સ છવ્વીસ વર્ષથી યોજાતાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે આઇફા એવોર્ડ ૨૦૨૭માં અબુધાબીમાં યાસ આઇલેન્ડ ખાતે ઇત્તિહાદ અરેનામાં યોજાશે. ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ યોજાનારા આઇફા એવોર્ડને કરણ જાેહર અને વરૂણ ધવન હોસ્ટ કરશે.આ વર્ષે આઇફા એવોર્ડ ૨૦૨૭માં સલમાનખાન, શાહિદ કપૂર, કરીના કપૂર અને જાહ્નવી કપૂર પરફોર્મ કરશે. આ સાથે યોજાનારા આઇફા ડિજિટલ એવોર્ડ ૨૦૨૭ને પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ હોસ્ટ કરશે. પહેલીવાર હોસ્ટ બની રહેલાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે હું મોટાભાગે કેમેરાની સામે પાત્રો દ્વારા સ્ટોરીઓ કહેતો આવ્યો છું પણ આઇફાના સ્ટેજ પર હું પહેલીવાર હોસ્ટ તરીકે અલગ ભૂમિકા ભજવીશ. આઇફા એવોર્ડસ ૨૦૨૭ અને યુ ટયુબ વચ્ચે વ્યૂહાત્મક પાર્ટનરશિપના ભાગ તરીકે આ શોને યુ ટયુબ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી-આઇફા-વીક એન્ડ એન્ડ એવોર્ડસના ડાયરેક્ટર આન્દ્રે ટિમિસે જણાવ્યું હતું કે આઇફાનું દરેક નવું પ્રકરણ ભારતીય સિનેમાના જાદુને દુનિયા સમક્ષ રજૂ કરવાની મહત્વાકાંક્ષાથી પ્રેરિત હોય છે.




