
ઇસ્માઇલ દરબારે ભણસાલીને અહમવાળા કહીને વિખવાદ અંગે ખુલાસો કર્યો.ભણસાલી ૧૦૦ કરોડ આપે તો પણ કામ ન કરું : ઇસમાઇલ દરબાર.મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારે હિન્દી સિનેમામાં ‘હમ દિલ દે ચુકે સનમ’થી લઇને ‘દેવદાસ’ સુધી હિન્દી સિનેમામાં અનેક યાદગાર ગીતો આપ્યા છ.મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારે હિન્દી સિનેમામાં ‘હમ દિલ દે ચુકે સનમ’થી લઇને ‘દેવદાસ’ સુધી હિન્દી સિનેમામાં અનેક યાદગાર ગીતો આપ્યા છે. પરંતુ પછી થોડા વર્ષાે બાદ ટેલિવિઝનમાં દેખાયા પછી તેઓ ગાયબ થઈ ગયા છે. તાજેતરમાં તેમણે ભણસાલી સાથે સંબંધો બાબતે એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. ઇસ્માઇલ દરબારે આ ઇન્ટરવ્યુમાં કામ બાબતના પોતાના નીડર અભિગમ વિશે વાત કરી હતી.
તેના કારણે હિરામંડી દરમિયાન તેના ભણસાલી સાથેને સંબંધો ખરાબ તબક્કામાં પહોંચી ગયા છે. ઇસ્માઇલ દરબારે કહ્યું કે શરુઆતથી જ તેમનો ભણસાલી સાથેનો સંબંધ ઘણો અલગ રહ્યો છે. જ્યારે તેઓ ‘હમ દિલ દે ચુકે સનમ’ માટે સાથે કામ કરી રહ્યા હતા, ત્યારે તેઓ એવા સંગીતકાર નહોતા જે ડિરેક્ટરની વાત જાે તેમને વ્યાજબી ન લાગે તો તેમની હામાં હા મિલાવતા નથી. તેમણે કહ્યું, “હું હંમેશા સ્પષ્ટ હતો કે મને શું ગમે છે અને હું સંગીત કેવું સંભળાય તેવું ઇચ્છું છું. જાે સંજયે મને કશુંક સજેસ્ટ કર્યું હોય અને હું તેની સાથે સહમત ન હોય તો, હું તેમને સામે જ સ્પષ્ટ કહી દઈશ.”ઇસ્માઇલ દરબારે કહ્યું કે સર્જનાત્મક કામોમાં તંદુરસ્ત અસહમતી સામેલ જ હોય છે, તેમને ન ગમે તે સૂચનોમાં તેઓ અસહમતી દર્શાવે તે એમને સામાન્ય લાગે છે. વર્ષાે પછી ફરી એક વખત ભણસાલીની મહત્વાકાંક્ષી સિરીઝ ઇસ્માઇલ દરબાર અને ભણસાલી હીરામંડી: ધ ડાયમંડ બાજાર માટે સાથે આવ્યા. દરબાર કહે છે, તેમણે આ સિરીઝ પર દોઢ વર્ષ સુધી કામ કર્યું અને તેમણે એના સંગીતમાં દિલ રેડીને કામ કર્યું હતું. પરંતુ તેમની ઇચ્છા મુજબ આ કામ આગળ વધ્યું નહીં, કારણ કે એક અખબારી અહેવાલમાં ઇસ્માઇલ દરબારના સંગીતને હીરામંડીની કરોડરજ્જુ ગણાવવામાં આવ્યું. એ અહેવાલમાં લખાયું હતું કે ભણસાલી ભલે મોટી સ્ટાર કાસ્ટના બણગા ફૂંકતા હોય પરંતું દરબારનું સંગીત સૌથી મજબુત પાસું છે.
ભણસાલીના ધ્યાનમાં આ અહેવાલ આવ્યો અને તેમને લાગ્યું કે ઇસ્માઇલ દરબારે પોતે આ અહેવાલ છપાવડાવ્યો છે, તેનાથી તેમની વચ્ચે તિરાડ પડી.ઇસ્માઇલ દરબારે કહ્યું, “મેં કહ્યું, જુઓ, મારો જાે ન્યુઝ બ્રેક કરવા જ હોય તો, હું તમારાથી ડરું નહીં, હું તમને મોં પર કહીશ કે, હા મેં આ કર્યું છે. મને હજુ નથી ખબર કોણે આવું કર્યું, પરંતુ એ વ્યક્તિએ આ સમાચાર ફેલાવ્યા અને ભણસાલીને તે મળી ગયા. તેમણે મને તેમની ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું, “તું આવું કઈ રીતે કરી શકે?” પછી તેમણે કહ્યું, “કંઈ નહીં, જવા દો.” તેથી હું સમજી ગયો કે, જવા દો, નો અર્થ એવો હતો કે, એ પાછળથી મને એવી સ્થિતિમાં મુકશે કે હું પોતે જ હીરામંડી છોડી દઈશ. એ બને એ પહેલાં જ હું ત્યાંથી નીકળી ગયો.”ભણસાલીએ તેમને ફરી બોલાવ્યા પણ નહીં, આ અંગે ઇસ્માઇલ દરબાર કહે છે, “એ શા માટે કરે? એ સમજી ગયા – જ્યારે ઇસ્માઇલ દરબાર કરોડરજ્જુ હોય છે: હું હમ દિલ દે ચુકે સનમમાં કરોડરજ્જુ હતો..હું દેવદાસની કરોડરજ્જુ હતો..મેં આ ક્યારેય નથી કહ્યું, આ એમની પીઆર ટીમ કહેતી હતી અને એ પણ પહેલા પાનાના અહેવાલોમાં. આમ મેં એમનો અહમ જાેયો છે. તેમને એ ડર હતો કે મેં બહુ મહેનત કરી અને એ બધું શ્રેય લઇ જાય છે. આજે જાે સંજય મને આવીને કહે, કે હું તમે ૧૦૦ કરોડ આપીશ, મારા માટે સંગીત કરો, તો હું એને કહીશ, “પહેલી ફુરસત મેં ચલે જા યહાં સે.




