
ચિરાગ પાસવાન સાથેના સંબંધ પર કંગના રનૌતનો બેબાક અંદાજ ‘રોમાન્સ હોત, તો અત્યાર સુધી બાળકો થઈ ગયા હોત’ કંગનાની ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘મિલે ના મિલે હમ‘થી ચિરાગ પાસવાને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌતે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સાથેના પોતાના સંબંધો વિશે ખૂલીને વાત કરી છે.
તેણે જણાવ્યું કે, જાે તેની અને ચિરાગ વચ્ચે પ્રેમ હોત, તો તેમના ઘરે બાળકોનો જન્મ થઈ ગયો હોત.(ન્યૂઝ એજન્સી)ને આપેલા ઇન્ટરવ્યુમાં કંગનાને ચિરાગ પાસવાન સાથેના તેના કથિત અફેર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. આના પર હસતા કંગનાએ કહ્યું, ‘ના, ચિરાગ ફક્ત મારા એક ખૂબ સારા મિત્ર છે. જ્યારે પણ હું તેમના વિશે વિચારું છું, ત્યારે મને તેમનામાં ફક્ત એક મિત્ર જ દેખાય છે.’‘રોમાન્સ હોત તો બાળકો થઈ ગયા હોત’ વાતચીત દરમિયાન કંગનાએ ખૂબ જ સ્પષ્ટ અને રમુજી અંદાજ અપનાવ્યો. તેણે કહ્યું, ‘અમે લગભગ ૧૦ વર્ષ પહેલાં એક ફિલ્મ સાથે કરી હતી. જાે અમારા વચ્ચે ખરેખર કંઈ થવાનું હોત, તો અત્યાર સુધી અમારા બાળકો થઈ ગયા હોત.’જ્યારથી કંગના સાંસદ બની છે, ત્યારથી તેના અને સાંસદ ચિરાગ વચ્ચે અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે.ફિલ્મ ‘મિલે ના મિલે હમ‘ થી શરૂ થયેલી મિત્રતા કંગના અને ચિરાગ પાસવાન વચ્ચેની બોન્ડિંગ ઘણી જૂની છે. વર્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘મિલે ના મિલે હમ‘ થી ચિરાગ પાસવાને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં કંગના રનૌત તેમની લીડ એક્ટ્રેસ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ અહીંથી જ બંનેની મિત્રતાની શરૂઆત થઈ.અગાઉ સ્મિતા પ્રકાશ સાથેના પોડકાસ્ટમાં ચિરાગે કંગના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું તેને (કંગના) સંસદમાં મળવા માટે ખરેખર ઉત્સાહિત હતો. છેલ્લા ૨-૩ વર્ષથી હું મારા જીવનમાં એટલો વ્યસ્ત હતો કે મારો સંપર્ક તૂટી ગયો હતો.’‘ઇમરજન્સી’ પછી ‘ક્વીન ૨’ ની તૈયારી કંગનાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇમરજન્સી’ હતી, જેમાં તેણે પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું ડિરેક્શન પણ તેણે પોતે જ કર્યું હતું. આગામી સમયમાં કંગના તેની ળેન્ચાઇઝીની આગામી કડીઓ ‘ક્વીન ૨’ અને ‘તનુ વેડ્સ મનુ ૩’ માં જાેવા મળશે. જ્યારે, ચિરાગ પાસવાન હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને સંપૂર્ણપણે રાજકારણ અને પોતાના મંત્રાલયની જવાબદારીઓમાં વ્યસ્ત છે.





