સાઉદી અરેબિયામાં હૂતિઓનો ખૌફ! જેદ્દાહ-અભહા-જાઝાન સહિત ૫ાંચ શહેરોમાં ઈમરજન્સી એલર્ટ, ૧૩ નાગરિકો ઘાયલ હૂતિઓના હુમલાના જવાબમાં સાઉદી અરેબિયા અને યમનની વાયુસેનાએ મોચા બંદરની આસપાસ હૂતિઓના ઠેકાણાઓ સામે હવાઈ હુમલા તેજ કર્યા યમનના હૂતિ બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયાને નિશાન બનાવતાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં તણાવ વધ્યો છે. હૂતિઓએ ખમીસ મુશૈત સ્થિત સૈન્ય એરબેઝ પર ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો કર્યાે છે. હૂતિ સંગઠને આ હુમલાને યમનમાં સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલાનો જવાબ ગણાવ્યો છે. હુમલાની સ્થિતિને જાેતા સાઉદી અધિકારીઓએ ખમીસ મુશૈત, અભહા, તાઈફ, જેદ્દાહ અને જાઝાન સહિતના અનેક શહેરોમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યા હતા. અહેવાલો પ્રમાણે હુમલામાં ૧૩ નાગરિકો ઘાયલ થયા છે. જાેકે, સાઉદી સિવિલ ડિફેન્સે બાદમાં ખતરો ટળી ગયો હોવાનું જણાવ્યું હતું.હૂતિઓએ દાવો કર્યાે છે કે તેમણે દક્ષિણ-પશ્ચિમ સાઉદી અરેબિયામાં આવેલા ખમીસ મુશૈતના સૈન્ય એરબેઝને નિશાન બનાવીને મોટી સંખ્યામાં મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યમનમાં સાઉદી અરેબિયા દ્વારા હૂતિઓના ઠેકાણાઓ સામે હવાઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાઉદી હુમલામાં એરક્રાફ્ટ હેંગર્સ, રડાર સિસ્ટમ, રનવે અને દારૂગોળાના ડેપો જેવા સૈન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. હૂતિઓએ પોતાની નવી કાર્યવાહી આ હુમલાઓના જવાબરૂપે કરી હોવાનું જણાવ્યું છે. હુમલા બાદ સાઉદીના દક્ષિણના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.હૂતિઓની સતત કાર્યવાહીથી હવે સાઉદી અરેબિયાની તેલ નિકાસને લઈને પણ ચિંતા વધી રહી છે. લાલ સમુદ્રના મુખ પાસે આવેલા પેરિમ ટાપુ પર હૂતિઓના કબજાના અહેવાલો વચ્ચે સાઉદીના મહત્વના તેલ પરિવહન માર્ગાે પર દબાણ વધ્યું છે. અગાઉના એક હવાઈ હુમલાના કારણે સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનને બંધ કરવાની ફરજ પડી હતી. ૧૯૮૦ના દાયકામાં હોર્મુઝ સ્ટ્રેટના વિકલ્પ તરીકે બનાવવામાં આવેલી આ પાઈપલાઈન આશરે ૧૨૦૦ કિલોમીટર લાંબી છે. તેલના વેપારીઓના અંદાજ પ્રમાણે પાઈપલાઈન લાંબા સમય સુધી બંધ રહે તો વૈશ્વિક તેલ પુરવઠામાં આશરે ૪ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. આ આશંકા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ૪ ટકાથી વધુનો વધારો નોંધાયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.હૂતિઓના હુમલાના જવાબમાં સાઉદી અરેબિયા અને યમનની વાયુસેનાએ મોચા બંદરની આસપાસ હૂતિઓના ઠેકાણાઓ સામે હવાઈ હુમલા તેજ કર્યા છે. પશ્ચિમ યમનમાં હૂતિઓનો પ્રભાવ હજુ પણ મોટો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે યમન અને સાઉદી અરેબિયા વચ્ચેનો લાંબા સમયથી ચાલી રહેલો સંઘર્ષ ફરી ઉગ્ર બનવાની આશંકા છે. ખાસ કરીને લાલ સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં હૂતિઓની સક્રિયતાથી પ્રાદેશિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગાે અંગે પણ ચિંતા વધી છે. સતત હુમલા અને વળતા હુમલાઓને કારણે સ્થિતિ વધુ જટિલ બની રહી છે.ટ્રમ્પને સંઘર્ષથી દૂર રહેવાની હુથીઓની અપીલઆ દરમિયાન અમેરિકા પણ આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાએ અમેરિકાની સીધી લશ્કરી મદદની વિનંતી કરી હોવા છતાં અમેરિકાએ હજુ સુધી સીધો લશ્કરી હસ્તક્ષેપ કર્યાે નથી અને માત્ર ગુપ્તચર સહાય પૂરી પાડી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હૂતિઓએ પણ અમેરિકાને આ સંઘર્ષથી દૂર રહેવાની સલાહ આપી છે. બીજી તરફ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જેદ્દાહમાં અમેરિકાના પ્રાદેશિક કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપર સાથે મુલાકાત કરી હતી.




