
નાગઝિલ્લાના નિર્માતાઓ સાથે નવી ફિલ્મ.કાર્તિક આર્યન મુન્નાભાઈ સ્ટાઈલની કોમેડી ફિલ્મ કરશે.કાર્તિક આર્યન અગાઉ કેટલીક રોમકોમ ફિલ્મ કરી ચૂક્યો છે પરંતુ, આ ફિલ્મમાં તે સંપૂૂર્ણપણે કોમેડી કરતો જાેવા મળશે.કાર્તિક આર્યન હવે એક ફૂલફલેજ્ડ કોમેડી ફિલ્મ કરવાનો છે. આ ફિલ્મ સંજય દત્તની મુન્નાભાઈ સીરિઝ જેવી ફિલ્મ હશે એમ કહેવાય છે.
કાર્તિક આર્યન હાલ નાગઝિલ્લા નામની ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓએ જ આ નવી કોમેડી જાેનરની ફિલ્મની તેને ઓફર કરી છે. કાર્તિક આર્યન અગાઉ કેટલીક રોમકોમ ફિલ્મ કરી ચૂક્યો છે. પરંતુ, આ ફિલ્મમાં તે સંપૂૂર્ણપણે કોમેડી કરતો જાેવા મળશે તેવો દાવો થઈ રહ્યો છે. આ ફિલ્મના અન્ય કલાકારોની હવે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. હાલ કાર્તિક આર્યન એક સાથે સંખ્યાબંધ પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી શૂટિંગ શરુ થવામાં પણ વિલંબ થઈ શકે છે.




