
મનોજ બાજપેયીએ કરી સ્પષ્ટતામનોજ બાજપેયી બિહારની ચુંટણીના ઝમ્પલાવશે તેવી અફવાઘણા પ્રખ્યાત સેલિબ્રિટીઓએ તાજેતરમાં તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું રક્ષણ કરવા માટે કાનૂની કાર્યવાહી કરી છમનોજ બાજપેયી બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકારોમાંના એક છે. આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, એક રાજકીય પક્ષનો પ્રચાર કરતો અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે.
હવે, મનોજ બાજપેયી પોતે આ વીડિયો પાછળનું સત્ય જાહેર કર્યું છે.આગામી બિહાર ચૂંટણી પહેલા ઓનલાઈન ફરતા પોતાના એક નકલી વીડિયોની મનોજ બાજપેયીએ સખત નિંદા કરી છે. આ વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે તે એક રાજકીય પક્ષને ટેકો આપે છે. અભિનેતાના મતે, વાયરલ ક્લિપ વાસ્તવમાં ઓટીટી માટે તેમણે કરેલી જૂની જાહેરાતનું નકલી, પેચ-અપ વર્ઝન છે, જેને રાજકીય સંદેશ તરીકે દેખાડવા માટે સંપાદિત કરવામાં આવ્યું છે.મનોજ બાજપેયીએ સ્પષ્ટતા કરી, “હું જાહેરમાં કહેવા માંગુ છું કે મારો કોઈપણ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ કે નિષ્ઠા નથી. જે વીડિયો પ્રસારિત થઈ રહ્યો છે તે પ્રાઇમ વિડિયો માટે મેં કરેલી જાહેરાતનું નકલી, પેચ-અપ એડિટ છે. હું તેને શેર કરનારા બધાને નિષ્ઠાપૂર્વક અપીલ કરું છું કે આવી વિકૃત સામગ્રી ફેલાવવાથી દૂર રહે. નોંધનીય છે કે ઘણા પ્રખ્યાત સેલિબ્રિટીઓએ તાજેતરમાં તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું રક્ષણ કરવા માટે કાનૂની કાર્યવાહી કરી છે. ઉદાહરણ તરીકે, ઋતિક રોશને તેમના વ્યક્તિત્વના વ્યાપારી હેતુઓ માટે અનધિકૃત ઉપયોગ સામે રક્ષણ મેળવ્યું છે. કરણ જાેહર, સુનીલ શેટ્ટી, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને અક્ષય કુમાર સહિત અન્ય કલાકારોએ પણ તેમની છબીને સુરક્ષિત રાખવા માટે પગલાં લીધાં છે.




