
આ ફિલ્મ માટે નવાઝુદ્દીન ઘણો ઉત્સાહીત છે.‘થામા’ મારી પહેલી ફિલ્મ છે, જે મારા બાળકો પણ જાેઈ શકશે.નવાઝુદ્દીન સામાન્ય રીતે એવી ફિલ્મમાં કામ કરે છે, જે તેના બાળકો શોરા અને યાની જાેઈ શકતાં નથીનવાઝુદ્દીન સિદ્દીકીને અત્યાર સુધી લાલચુ ગેંગ્સ્ટર તરીકે ‘ધ સેક્રેડ ગેમ્સ’થી લઇને વિશ્વભરમાં વખણાયેલો ‘ગેંગ્ઝ ઓફ વાસેપુર’નો રોલ હોય કે પછી સૌથી ડાર્ક રોલમાં ‘રમણ રાઘવ ૨.૦’ જેવી ફિલ્મમાં વિવિધ પ્રકારના તેમ છતાં ગંભીર રોલમાં જાેયો છે.
તે પહેલી વખત આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાના સાથે ‘થામા’માં હોરર કોમેડી ફિલ્મમાં જાેવા મળશે.તાજેતરના એક ઇન્ટરવ્યુમાં નવાઝુદ્દીન કહે છે કે તે ખુશ છે કે એ એવી પહેલી ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જે તેની દિકરી શોરા અને યાની પણ જાેઈ શકશે. ૫૧ વર્ષના નવાઝે ખુશ થઈને કહ્યું, “થામા માટે હું એટલા માટે પણ ઉત્સાહીત છું કારણ કે એ અમે જ્યાં અમે શૂટ કરી છે, એ આપણે પહેલાં માત્ર દંતકથાઓમાં જ વાંચ્યું છે. સાથે જ જે પ્રકારની ફિલ્મ હું કરું છું, બાળકો એ જાેઈ શકતાં નખી. આ પહેલી ફિલ્મ છે, જે મારા બાળકો જાેઈ શકશે.”થામા દિનેશ વિજાનના મેડોકના હોરર કોમેડી યુનિવર્સની વધુ એક મહત્વાકાંક્ષી ફિલ્મ છે. આ ફિલ્મ માટે નવાઝુદ્દીન ઘણો ઉત્સાહીત છે. તેણે જણાવ્યું, “જાે તમે આ યુનિવર્સ જુઓ તો, સ્ત્રીથી લઇને અત્યાર સુધી, હોરર ફિલ્મમાં તમને ઘણા ટેલેન્ટેડ કલાકારો જાેવા મળ્યા છે, આવું પહેલાં હોરર ફિલ્મમાં થતું નહોતું. આવા કલાકારોને એકસાથે લાવવા કમાલની વાત છે.”




