
રાજકુમાર રાવે ખુલાસો કર્યાે કે, આ નવી ફિલ્મનો લૂક છે રાજકુમાર રાવે પોતાના ખરતા વાળ અંગે ફૅન્સની ચિંતા દૂર કરી
રાજકુમાર હવે વધારેલું બધું જ વજન ઘટાડવાની ઘટાડશે અને ગાંગુલીની બાયોપિક માટે તૈયારી શરૂ કરશે રાજકુમાર રાવના તાજેતરના દેખાવને લઈને ચાહકોમાં ચિંતા જાેવા મળી હતી. તેનું વજન વધેલું અને બદલાયેલી હેરલાઇન સાથે તેની તાજેતરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અટકળો શરૂ થઈ હતી. કેટલાંક ફૅન્સે તેના ખરતા વાળ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.રવિવારે એક કાર્યક્રમમાં હાજર રહેલો રાજકુમાર રાવ થોડો જાડો દેખાતો હતો અને તેની હેરલાઇનમાં પણ ફેરફાર જણાયો હતો. જાેકે, આ ચર્ચાઓ વચ્ચે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.રાજકુમારના નજીકના એક સ્ત્રોતે ખાસ માહિતી આપતાં જણાવ્યું, “રાજકુમારે પોતાની આગામી બાયોપિક ‘નિકમ’ માટે ઘણું વજન વધાર્યું છે. આ ફિલ્મમાં તેને પોતાની વય કરતાં ઘણી મોટી ઉંમરના પાત્રની ભૂમિકા ભજવવાની છે. અંતિમ પરિણામથી તે ખૂબ ખુશ છે અને તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે.”તેના વાસ્તવિક લૂકને લઈને સર્જાયેલી ગેરસમજનું કારણ એ છે કે હવે તે પોતાના આગામી પ્રોજેક્ટ માટે ફરી ટ્રાન્સફોર્મેશન કરી રહ્યો છે.
આ ફિલ્મ પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી પર આધારિત બહુચર્ચિત બાયોપિક છે.સુત્રએ વધુમાં જણાવ્યું, “હાલ આ ટ્રાન્ઝિશન ફેઝ છે. રાજ હવે વધારેલું બધું જ વજન ઘટાડવાની પ્રક્રિયામાં છે અને ગાંગુલીની બાયોપિક માટે તૈયારી શરૂ કરી છે. તે પ્રોસ્ટેટિક્સનો ઉપયોગ કરવા માંગતો નહોતો, કારણ કે તેને લાગ્યું કે મહેનત કરીને શરીરમાં ફેરફાર કરવો વધુ યોગ્ય છે. અગાઉ પણ તેણે આવું કર્યું છે, રાજકુમારે ‘બોઝ’ માટે ૧૩ કિલોગ્રામ વજન વધાર્યું અને અડધી ટાલ પણ કરી હતી, જ્યારે ‘ટ્રેપ્ડ’ માટે તેણે ૧૮ દિવસમાં ૭ કિલો વજન ઘટાડ્યું હતું.” આ રીતે, રાજકુમાર રાવના નવા લુક પાછળ તેનું ફિલ્મો માટેનું સમર્પણ છે, આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા નથી.




