
ફિલ્મના પ્રોડ્યુસર એક મેગા ઇવેન્ટમાં ફર્સ્ટ લૂક લોંચ કરશ.‘રામાયણ પાર્ટ ૧’નાં પાત્રોને રામ નવમી પ્રસંગે જાહેર કરાશે.ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા નિભાવતા રણબીર કપૂરે વ્યક્તિગત રીતે અનેક વિશિષ્ટ મહેમાનોને આમંત્રણ પાઠવ્યા હોવાનું જાણવા મળે છે.નમિત મલ્હોત્રા નિર્મિત ફિલ્મ ‘રામાયણ’ના તમામ પાત્રો અને તેની પાછળ કાર્યરત સમગ્ર ટીમનો સત્તાવાર પરિચય ૨૬ માર્ચ, ૨૦૨૬ના રોજ રામ નવમી નિમિત્તે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવશે.આ એક એવો ભવ્ય કાર્યક્રમ બશે, જેમાં રાજકારણ, મનોરંજન અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે. હાલ આ અંગે એવી ચર્ચા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે, તે નક્કી છે.
તેમજ અન્ય અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો આ મેગા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેશે.ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા નિભાવતા રણબીર કપૂરે વ્યક્તિગત રીતે અનેક વિશિષ્ટ મહેમાનોને આમંત્રણ પાઠવ્યા હોવાનું જાણવા મળે છે. આ કાર્યક્રમને હાલ અંગત ચર્ચાઓમાં ‘બધા કાર્યક્રમોની મા’ તરીકે ગણાવવામાં આવી રહ્યો છે અને તે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યોજાશે, તેવા અહેવાલો છે. ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારી કરી રહ્યા છે અને ફિલ્મમાં સાઈ પલ્લવી સીતા તરીકે, યશ રાવણ તરીકે અને સન્ની દેઓલ ભગવાન હનુમાન તરીકે જાેવા મળશે. આ પહેલાં નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘રામાયણ’ આપણી સંસ્કૃતિનો આધાર છે અને આ ફિલ્મને તેમણે બે દાયકાનાં સપનાનાં પ્રોજેક્ટ ગણાવ્યો હતો. આ ફિલ્મ બે ભાગમાં બની રહી છે, પહેલો ભાગ દિવાળી ૨૦૨૬ પર રિલીઝ થશે અને બીજાે ભાગ દિવાળી ૨૦૨૭ પર રિલીઝ થશે તે પણ નિશ્ચિત છે.




