રશ્મિકા મંદાનાએ ટ્રોલર્સને આપ્યો સ્પષ્ટ જવાબ સાઉથ ઇન્ડિયન છું, એટલે ઉચ્ચારો તો એવા જ રહેશે: રશ્મિકાનો તીખારો કોફી વિથ કરણમાં વિજય દેવરકોંડા સાથે રશ્મિકાએ કહ્યું, ટ્રોલિંગના ડરથી ભાષા અને ફિલ્મોની પસંદગી નહીં બદલું
બોલીવુડ અને દક્ષિણ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાના આજકાલ ચર્ચામાં છે. હિન્દી ફિલ્મોમાં તેણે પોતાના સંવાદોમાં દક્ષિણ ભારતીય ભાષાના સ્લેન્ટ અંગેની ટીકાઓનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. રશ્મિકા કહે છે કે તે મૂળ દક્ષિણ ભારતની હોવાથી, દક્ષિણ ભારતીય પ્રભાવોથી મુક્ત રહેવાની અપેક્ષા રાખવી સંપૂર્ણપણે ખોટી છે. તેણે સ્પષ્ટતા કરી કે આવી ટ્રોલિંગ અથવા ટિપ્પણીઓના ડરથી તે ક્યારેય તેની ભાષા અથવા ફિલ્મ પસંદગીઓને મર્યાદિત કરશે નહીં. રશ્મિકાએ ચેટ શો “કોફી વિથ કરણ”, સીઝન ૯ ના તાજેતરના એપિસોડમાં આ ટિપ્પણી કરી હતી, જ્યાં તે તેના પતિ અને અભિનેતા વિજય દેવરકોંડા સાથે દેખાઈ હતી.“કોફી વિથ કરણ” ના તાજેતરના એપિસોડમાં તેના પતિ અને અભિનેતા વિજય દેવરકોંડા સાથે દેખાતી, રશ્મિકાએ તેની ભૂમિકાઓ માટે ડબિંગ અને વિવિધ ભૂમિકાઓ પસંદ કરવા વિશે પણ વાત કરી હતી.હિન્દી સંવાદના રશ્મિકાના ઉચ્ચારો ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યા છે, કેટલાક દર્શકો તેનાં ઉચ્ચારણો પર સવાલ ઉઠાવે છે. તેની હોરર-કોમેડી ફિલ્મ “થમ્મા” અને “કોકટેલ ૨” પછી આ ચર્ચા ફરી શરૂ થઈ. “એનિમલ,” “ચાવા,” અને “સિકંદર” જેવી ફિલ્મોમાં તેના અભિનય માટે પણ આવી જ પ્રતિક્રિયાઓ મળી હતી.રશ્મિકા કહે છે કે એ સમજી શકતી નથી કે તેના દક્ષિણ ભારતીય ઉચ્ચારણોને માટે વાંધો કેમ લેવામાં આવે છે? તેનું કહેવું છે કે, “મને લોકો કહે છે કે મારાં ઉચ્ચારણો દક્ષિણ ભારતીય શૈલીનાં એટલા માટે છે કે હું દક્ષિણ ભારતથી છું, મને તેનાથી કોઈ વાંધો નથી. તેથી, અલબત્ત, મારા અવાજમાં તે ઉચ્ચારણ હશે. એવું ન વિચારવું ખોટું છે.” અભિનેત્રીએ કહ્યું કે જાે કોઈ દિગ્દર્શકને લાગે છે કે બીજા અભિનેતાનો અવાજ તેના પાત્રને વધુ સારી રીતે અનુકૂળ આવશે, તો તેને કોઈ વાંધો નહીં હોય. જાેકે, અત્યાર સુધી, તેના દિગ્દર્શકો હંમેશા ઇચ્છતા હતા કે તે તેની પોતાની ભૂમિકાઓ માટે ડબ કરે.રશ્મિકાએ સમજાવ્યું કે તેણે કારકિર્દી દરમિયાન ટીકાનો સામનો કર્યાે છે – પછી ભલે તે તેના અભિનય, કાર્ય, ભાષા અથવા ઉચ્ચારણ માટે હોય. તે નથી ઇચ્છતી કે આવી પ્રતિક્રિયાઓ તેના વિકલ્પોને મર્યાદિત કરે. તે કહે છે કે, “મેં ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી, મને એક યા બીજી બાબત માટે ટીકા અથવા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે – પછી ભલે તે મારું પ્રદર્શન હોય, ભાષા હોય, અભિનય હોય, ઉચ્ચારણ હોય કે બીજું કંઈ હોય. હું મારી જાત પર કોઈ પ્રતિબંધ મૂકવા માંગતી નહોતી. હું ફક્ત એક જ વિસ્તાર સુધી મર્યાદિત રહેવા માગતી નહોતી. હું દરેક ક્ષેત્રે કામ કરવા માંગતી હતી. હું ફક્ત એક જ ભાષા બોલવા માંગતી નહોતી, પરંતુ બધી ભાષાઓ બોલવા માગતી હતી.”




