
બીજા કમિન્ટમેન્ટસ સાથે તારીખોનો મેળ ખાતો ન હોવાનું કારણ.રાશા થડાનીના હાથમાંથી દિગ્દર્શક લિજાે જાેસ પેલિસરીની ફિલ્મ છુટી ગઇ.મલાયલમ દિર્ગ્દર્શક લિજાે જાેસ પેલિસરી બોલીવૂડમાં એક રોમેન્ટિક ફિલ્મનું દિગ્દર્શન કરીને ડેબ્યુ કરવાનો હતો.રવિના ટંડનની પુત્રી રાશા થડાનીના હાથમાંથી એક ફિલ્મ છુટી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. મલાયલમ દિર્ગ્દર્શક લિજાે જાેસ પેલિસરી
બોલીવૂડમાં એક રોમેન્ટિક ફિલ્મનું દિગ્દર્શન કરીને ડેબ્યુ કરવાનો હતો. જેમાં રાશા થડાની મુખ્ય રોલમાં કામ કરવાની હતી. પરંતુ હંસલ મહેતા નિર્મિત ફિલ્મનો હવે રાશા થડાની હિસ્સો નહીં હોય. આ ફિલ્મની ઘોષણા ઓકટોબર મહિનામાં જ કરવામાં આવી હતી. સૂત્રે જણાવ્યું હતું કે, રાશા થડાની પોતાની આગામી ફિલ્મ લાઇકી લાઇકાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ લંબાઇ જતાં રાશા થડાની હંસલ મહેતા નિર્મિત ફિલ્મના શૂટિંગની તારીખો સાથે ટકરાઇ રહી હોવાથી રાશાને પોતાની મનપસંદ રોમેન્ટિક સ્ક્રિપ્ટની ફિલ્મ છોડી દેવા સિવાય છુટકો હતો નહીં. રાશા લાઇકી લાઇકાનું શૂટિંગ પુરુ કર્યા પછી પોતાની મલયાલમ ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે,જેમાં તે મહેશ બાબુના ભત્રીજા જયા કૃષ્ણ ઘટ્ટામનેની સાથે કામ કરશે.




