
ઈન્ટરનેટ પર સજાેડે ફોટા શેર કર્યા.સામંથાએ બોયફ્રેન્ડ રાજ નિદિમોરુ સાથે દિવાળી મનાવી નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા બાદ સામંથા અને રાજ વચ્ચે અફેર ચાલતું હોવાનું લાંબા સમયથી ચર્ચાય છેસામંથા રુથ પ્રભુએ તેના બોયફ્રેન્ડ અને પ્રોડયૂસર રાજ નિદિમોરુ સાથે દિવાળી મનાવી હતી. સામંથાએ તેના સપરિવાર દિવાળી ઉજવતા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. તેમાં તેની અને રાજની તસવીરોએ ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા બાદ સામંથા અને રાજ વચ્ચે અફેર ચાલતું હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. જાેકે, સામંથા કે રાજ બેમાંથી કોઈએ આ અફેરની પુષ્ટિ ક્યારેય કરી નથી. જાેકે, સામંથાએ દિવાળી જેવા પર્વ ટાણે બોયળેન્ડ સાથે ઉજવણીના ફોટા મૂકી આ રિલેશનશિપનો સંકેત આપ્યો છે. સાથે પરિવારની તસવીરો મૂકી તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેના અને રાજના પરિવારને તેનો પરિવાર સ્વીકારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શોભિતા પોતે પણ એક પ્રોડયૂસર બની ચૂકી છે. તે હોરર કોમેડી પ્રોજેક્ટ શુભમનું નિર્માણ કરી રહી છે




