
જેડી મજેઠિયા સાથે સતિશ શાહે કરી હતી વાત થાક અનુભવી રહ્યા છું, હું રિટાયરમેન્ટ પર આવી ગયો છું એક્ટર સતીશ શાહનું નિધન ઇન્ડસ્ટ્રી માટે એક મોટો ઝટકો છે : પ્રોડ્યુસર અને એક્ટર જેડી મજેઠિયાનો ખુલાસો
એક્ટર સતીશ શાહનું કિડની ફેલ થવાને કારણે ૨૫ ઓક્ટોબરના રોજ નિધન થયું છે. હાલ તેમના નિધનને લઈને બોલિવૂડને પણ મોટી ખોટ પડી છે. ટીવી સિરિયલોની સાથે તેમણે ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જાેકે સારાભાઈ વર્સેસ સારાભાઈમાં ઇન્દ્રવદનનો રોલ કરીને ઘરે ઘરે તેમણે પોતાની અલગ ઓળખ બનાવી હતી. આ શોને જેડી મજેઠિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. જેમાં દેવેન ભોજાણી અને આતિશ કપાડિયા દ્વારા શોને ડાયરેક્ટ કરવામાં આવ્યો હતો.
આ શોની પોપ્યુલારિટી આજે પણ એટલી જ છે. દર્શકોને આજે પણ આ શો ઘણો પસંદ છે. ઇન્ટરવ્યુમાં જેડીએ જણાવ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો. સવારે ૧૧ વાગ્યે આતિશ કપાડિયા સાથે વાત થઈ. બપોરે ૧૨:૫૭ રત્નજી સાથે વાત કરી અને બે કલાક બાદ સમાચાર આવ્યા કે તેઓ નથી રહ્યા.
વધુમાં તેમણે કહ્યું કે અમે પરમદિવસે મળવાના હતા, હું તેમના ઘરની ઠીક નીચે હતો. જાેકે તેમણે કહ્યું કે તેઓ થાક અનુભવી રહ્યા છે. હું રિટાયરમેન્ટ પર આવી ગયો છે. મેં કહ્યું કે મારો પરિવાર પણ તમને મળવા માગે છે, મારી દીકરીઓ તમને ઘણો પ્રેમ કરે છે. ફોન પર બધા સાથે વાત કરી તેમણે કહ્યું કે સાંભળતો ખરી, હું કેટલો હેલ્ધી લાગી રહ્યો છે. જાેકે પછી તેમણે એવું પણ કહ્યું કે પછી મળવા આવજાે. જાેકે પછી હવે ક્યારેય તેમને નહીં મળી શકાય.
ઉલ્લેખનીય છે કે ૧૯૭૦માં સતીશ શાહે ફિલ્મ ભગવાન પરશુરામથી તેમના કરિયરની શરૂઆત કરી હતી. જાેકે ૧૯૮૪માં ટીવી શો યે જાે હે જિંદગીથી તેમને નવી ઓળખ મળી હતી. આ સિવાય તેમણે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, હમ આપકે હે કૌન, મેં હૂં ના, કલ હો ના હો, ઓમ શાંતિ ઓમ, રા વન, ચલતે ચલતે જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે વર્ષ ૨૦૦૮માં કોમેડી સર્કસમાં અર્ચના પૂરન સિંહ સાથે જજની ભૂમિકા પણ નિભાવી હતી.




