
સોહા અલી ખાન અને કુણાલ ખેમુની જોડી ચાહકોને ખૂબ ગમે છે. તેમના વિશે ખાસ વાત એ છે કે તેઓ અલગ અલગ ધર્મના હોવા છતાં, તેમણે ક્યારેય આ વાતને તેમના સંબંધોમાં આડઅસર થવા દીધી નહીં. બંને એકબીજાના ધર્મનું ખૂબ સન્માન કરે છે. હવે સોહાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.
જોશો કે સોહા અને કુણાલ પરિવાર સાથે પૂજા કરે છે. તેમની પુત્રી ઇનાયા પણ પૂજા અને આરતી કરે છે. આ વીડિયો શેર કરતાં સોહાએ લખ્યું, હેરાથ મુબારક. મહાશિવરાત્રીની શુભકામનાઓ. પ્રેમ, શાંતિ અને પ્રાર્થના.