સુનીતા આહુજાનું રિએકશન કુતરાને પ્રેમ કરો, માણસ કરતાં વફાદાર હોય સુનીતાએ એરપોર્ટ પર એવું નિવેદન આપ્યું હતું કે માણસ તો દગાબાજ હોય છે, ગમે એટલો પ્રેમ કરો કોઈ ફાયદો નથી બોલીવુડ એક્ટર ગોવિંદા તેની આગામી ફિલ્મ રૂપાની અભિનેત્રી કોમલ રાની સાથે મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગચા રાજા ના દર્શન કરવા પહોંચ્યો હતો. તે સમયના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ગોવિંદાના ફોટો અને વિડીયો વાયરલ થયા પછી સુનિતા આહુજા ફરી એક વખત આંકરાપાણીએ જાેવા મળી. આ વખતે તેણે ગોવિંદા કે કોમલનું નામ લીધા વિના પોતાનું રિએક્શન આપ્યું હતું. તેણે પોતાનું રિએક્શન આપતા એવું કહ્યું કે માણસો દગાબાજ હોય છે, પ્રેમ કરો તો પણ દગો આપે. તેનાથી સારું પ્રાણીઓને પ્રેમ કરો. પ્રાણીને પ્રેમ કરો તો તે આજીવન વફાદાર રહે છે.
ગોવિંદા અને સુનીતા આહુજા મામલે થયું છે એવું કે મંગળવારે સુનિતા આહુજા અને ગોવિંદા લાલબાગચા રાજા ના દર્શન કરવા પહોંચ્યા હતા. સુનીતા આહુજા એકલી હતી જ્યારે ગોવિંદા કોમલ રાની સાથે દર્શન માટે પહોંચ્યો હતો. ગોવિંદા અને કોમલ રાનીની આ મુલાકાતના વિડીયો અને ફોટો વાયરલ થયા હતા. ત્યાર પછી બુધવારે મુંબઈ એરપોર્ટ પર સુનિતા આહુજા પોતાના પેટ ડોગ સાથે એરપોર્ટ પર જાેવા મળી હતી. આ સમયે સુનીતા આહુજાને જ્યારે તેના પેટ ડોગ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે ગોવિંદા અને કોમલનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કર્યો હતો. સુનીતા આહુજા એ કહ્યું કે, લોકોને પ્રેમ આપો તો પણ કોઈ ફાયદો નથી તે દગો આપે જ છે. પરંતુ જાે તમે તમારા પાલતુ પ્રાણીને પ્રેમ કરો તો હંમેશા તમારી સાથે વફાદાર રહે અને તમને ચીપકીને રહે. મારું પેટ ડોગ પણ હંમેશા મારી સાથે રહે છે મને છોડતું નથી. માણસો કરતાં તો પ્રાણી સારા હોય છે.
સુનીતા આહુજાનુ આ રિએક્શન ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. સુનીતા આહુજાના આ વિડીયો પર મહિલાઓ કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહી છે. લોકો સુનીતા આહુજાને બહાદુર અને મજબૂત મહિલા કહી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ સુનીતા આહુજા ગોવિંદા અને કોમલના અફેર વિશે ખુલ્લેઆમ વાત કરી ચૂકી છે. ગોવિંદા કોમલ સાથે એરપોર્ટ પર જાેવા મળ્યો હતો ત્યારે સુનીતા એ મીડિયા સામે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગોવિંદા પોતાની દીકરીની ઉંમરની મહિલાને ડેટ કરે છે. એટલું જ નહીં સુનીતાએ ગોવિંદાને કોમલનો સુગર ડેડી પણ કહી દીધો હતો. ત્યાર પછી રાખી સાવંત સાથે ફોન કોલમાં વાત દરમિયાન સુનીતા આહુજા એવું પણ બોલી હતી કે ગોવિંદા અને કોમલ લગ્ન કરવાના પ્લાનિંગમાં હતા એટલા માટે જ તેણે ડિવોર્સ માટે કરેલી અરજી પાછી લઈ લીધી. આ સમગ્ર મામલે વિવાદ વધી જતા ગોવિંદાએ કાયદાની મદદ લેવાની વાત કરી હતી.
ગોવિંદા અને સુનિતા આહુજા તેમજ કોમલ વિશે ચાલતી ચર્ચાઓને રોકવા માટે ગોવિંદાએ જણાવ્યું હતું કે તેની પર્સનલ લાઇફ વિશે કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવામાં આવશે તો તેના વિરુદ્ધ તે કાયદેસરની કાર્યવાહી કરશે. ત્યારબાદ સુનીતા આહુજા પણ શાંત થઈ ગઈ હતી પરંતુ લાલબાગચા રાજાના દર્શન કરવા ગોવિંદા કોમલ રાની સાથે પહોંચ્યો ત્યાર પછી ફરી એક વખત સુનીતા આહુજા આંકરા મિજાજમાં જાેવા મળી.




