
૯ અન્ય વિધાયકોએ મંત્રીપદના શપથ લીધા.તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા થલાપતિ વિજય.વિજયને રાજ્યપાલે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા : આ પળના તેમના માતા પિતા અને મિત્રો સાક્ષી રહ્યા હતા : રાહુલ ગાંધી પણ સામેલ થયા.અનેક માથાપચ્ચી બાદ આખરે તમિલનાડુમાં ટીવીકેનો સત્તાનો માર્ગ મોકળો થઈ ગયો અને આજે થલાપતિ વિજયના નામથી ઓળખાતા સી જાેસેફ વિજય મુખ્યમંત્રી પદના શપથ પણ લીધા. વિજયના શપથગ્રહણ સમારોહમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા. શપથગ્રહણ સમારોહ ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયો. મીડિયા રિપોર્ટ મુજબ પહેલા વિજય બપોરે ૩.૪૫ કલાકે શપથ લેવાના હતા પરંતુ તેમના એસ્ટ્રોલોજરે તેમને સવારે ૧૦ વાગે શપથ લેવાની સલાહ આપી હતી.
થલાપતિ વિજય તરીકે ઓળખાતા સી જાેસેફ વિજયને રાજ્યપાલે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. આ પળના તેમના માતા પિતા અને નીકટના મિત્રો સાક્ષી રહ્યા હતા. તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે વિજયને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
આ ૯ વિધાયકોએ મંત્રી પદના શપથ લીધા
વિજયે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ૯ વિધાયકોએ મંત્રી પદના શપથ લીધા. જેમાં થિરુ એન આનંદ, સીટીઆર ર્નિમલકુમાર, અરુણ રાજ, આધવ અર્જૂના, કીર્તના, રાજમોહન, વેંકટરામનન અને સેનગોટ્ટેયાન સામેલ છે.
૧. થિરુ એન આનંદે કે જેઓ ત્યાગરાજ સીટથી ધારાસભ્ય બન્યા છે તેમણે મંત્રીપદના શપથ લીધા. તેઓ ટીવીકેના મહાસચિવ અને પ્રવક્તા પણ છે.
૨. ટીવીકે નેતા અને પ્રમુખ રણનીતિકાર આધવ અર્જૂન પણ મંત્રી બન્યા. તેઓ વિલ્લિવક્કમ સીટથી વિધાયક છે અને વીસીકેના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.
૩. ટીવીકેના મહાસચિવ કેજી અરુણ રાજે પણ મંત્રીપદના શપથ લીધા જેઓ તિરુતેંગોડે સીટથી ચૂંટાઈ આવ્યા છે અને પૂર્વ ૈંઇજી અધિકારી છે.
૪. ગોબીચેટ્ટિપાલયમ સીટથી નવા ચૂંટાઈ આવેલા વિધાયક કે એ સેંગોટ્ટેયને મંત્રી પદના શપથ લીધા. નવમી વખત વિધાયક બનેલા સેંગોટ્ટેયન ટીવીકે પહેલા લાંબા સમય સુધી છૈંછડ્ઢસ્દ્ભ જાેડે જાેડાયેલા રહ્યા.
૫. માયલાપુરથી નવા ચૂંટાઈ આવેલા પી વેંકટરામનન પણ મંત્રી બન્યા. તેઓ લાંબા સમયથી વિજય સાથે જાેડાયેલા રહ્યા છે અને વર્ષ ૨૦૦૦માં તેઓ વિજયના મેનેજર હતા.
૬. તમિલનાડુમાં ભાજપના સોશિયલ મીડિયાના ચીફ રહી ચૂકેલા આર ર્નિમલકુમાર થુરુપરંકુદ્રમ સીટથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને હવે મંત્રીપદના શપથ લીધા. તેઓ એક સમયે છૈંછડ્ઢસ્દ્ભનો પણ ભાગ રહી ચૂક્યા છે.
૭. તમિલ અભિનેતા અને ડાયરેક્ટર રાજમોહને મંત્રીપદના શપથ લીધા. તેઓ ટીવીકેના પ્રચાર સચિવ અને એગ્મોર સીટથી ચૂંટાઈ આવ્યા છે.
૮. ડો. ટી કે પ્રભુ પણ વિજય સરકારમાં મંત્રી બન્યા. તેઓ કરાઈકુડી સીટથી વિધાયક છે અને વ્યવસાયે ડોક્ટર છે. તેઓ પહેલીવાર વિધાયક બન્યા છે.
૯. ૨૯ વર્ષના એસ ર્કિતના પણ મંત્રી બન્યા. તેઓ ટીવીકે સરકારના સૌથી યુવા મંત્રી છે. તેમણે તમિલનાડુની શિવપાસી સીટથી ચૂંટણી જીતી.
અભિનેત્રી ત્રિશા કૃષ્ણનન પણ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ટીવીકે ચીફ સી.જાેસેફ વિજયના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ સમારોહમાં સામેલ થઈ છે.
ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ટીવીકે ચીફ સી જાેસેફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા. અનેક મોટા રાજકીય ચહેરાઓ પણ હાજર રહ્યા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપરાંત ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓ પણ કાર્યક્રમમાં સામેલ થયા. અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ઉપરાંત સનમ શેટ્ટી પણ સમારોહમાં જાેવા મળ્યા. વિજયના શપથ સાથે જ તમિલનાડુના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. સમર્થકોમાં જબરદસ્ત ઉત્સાહ જાેવા મળ્યો.
શપથ ગ્રહણ સમારોહની સૌથી ભાવુક પળ એ હતી કે જ્યારે વિજયના પિતા અને જાણીતા ફિલ્મ ડાયરેક્ટર એસએ ચંદ્રશેખર પુત્રને મુખ્યમંત્રી પદના શપથ લેતા જાેઈને ભાવુક થઈ ગયા. પહેલા તો તેઓ ગર્વથી તાળી પાડતા જાેવા મળ્યા અને પછી ગણતરીની પળો બાદ તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
કેમેરામાં આ પળ કેદ થઈ ગઈ. નજીક બેઠેલા વિજયના માતા શોભા ચંદ્રશેખર પણ ખુબ ભાવુક થયેલા જાેવા મળ્યા.





