
અગાઉ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.અભિનેતા કમ નેતા વિજયની ફિલ્મ જનનાયક ચુંટણીપંચ પાસે મોકલાઈ.અગાઉ તામિલનાડુમાં ૧૯૭૩માં પણ ચુંટણી સમયે રાજકીય નેતાની ફિલ્મ રિલીઝનો વિવાદ થયો હતો.હાલ તામિલનાડુમાં ચુંટણી લડી રહેલા અભિનેતા વિજયની લાંબા સમયથી રિલીઝની રાહ જાેઈ રહેલી ફિલ્મ ‘જનનાયક’ હવે ચુંટણીપંચના સ્ક્રીનીંગમાં પહોંચી છે.
અભિનેતા વિજયનની આ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.સેન્સર બોર્ડ પણ મંજુરી આપી હતી પણ ફિલ્મના નિર્માતાએ સેન્સરના સર્ટીફીકેટ સાથે વાંધો ઉઠાવીને વાત અદાલતમાં લઈ ગયા અને ફિલ્મને કોર્ટે ફરી સેન્સરની વિચારણા માટે મોકલી હતી.હવે આ ફિલ્મમાં કેટલાક રાજકીય સંવાદો હોવાથી સેન્સર બોર્ડ ચુંટણી જાહેર થઈના કારણ હેઠળ ફિલ્મ હવે ચુંટણી પંચની મંજુરી માટે મોકલી છે. હવે આ ફિલ્મ ચુંટણીના સમયગાળામાં આચારસંહિતા અમલી છે.તે ગાળામાં રિલીઝની મંજુરી આપવી કે કેમ તે ર્નિણય અગાઉ તામિલનાડુમાં ૧૯૭૩માં પણ ચુંટણી સમયે રાજકીય નેતાની ફિલ્મ રિલીઝનો વિવાદ થયો હતો. જેમાં એમ.જી.રામચંદ્રનનની ફિલ્મના રિલીઝ સામે ડીએમકેએ વિરોધ કર્યાે હતો.





